________________
રીયલ ધર્મ : રીલેટિવ ધર્મ
બધા માર્ગ ભૂલ્યા છે, પણ શું થાય ? એમાં એમનો દોષ નથી. એમની ઇચ્છા તો મોક્ષે જ જવાની છે, ભગવાનની આજ્ઞામાં જ રહેવાની છે. પણ કાળ વિચિત્ર આવ્યો છે, તેથી અણસમજણની આંટી પડી ગઇ છે. આ બધું પ્રાકૃતજ્ઞાન છે. એનાથી કેફ વધતો જાય છે અને આત્મજ્ઞાનથી કેફ ઊતરી જાય. એટલે પોતાને આત્મજ્ઞાન નથી એવું પોતાને નિંતર ભાન રહે તોય બહુ સારું. આ તો ઊલટાના પોતાનો કેફ ઢાંક ઢાંક કરે. કોઇ સળી કરે ત્યારે ફેણ માંડે પાછો. જ્યારે કેફરહિત થઇશ ત્યારે આ જગતની માલિકી તારી છે. આખા જગતનો માલિક તું છે! આખા બ્રહ્માંડનો તું પોતે જ સ્વામી છે! એટલે આત્મજ્ઞાનની વાતમાં હું કંઇ જ જાણતો નથી એવું બોલે તોય વહેલો ઉકેલ આવે !
૧૫
પ્રકૃતિજ્ઞાન જાણેલું શું કામ આવે ? ના, કારણ કે મોક્ષે જવા તો આત્મજ્ઞાન જોઇશે. આત્મજ્ઞાન પુસ્તકમાં ના હોય, શાસ્ત્રમાં ના હોય. એ તો ‘જ્ઞાની પુરુષ’ પાસે છે. જેને વર્લ્ડમાં કશું જ જાણવાનું બાકી નથી તેનું કામ, એમાં બીજાનું કામ નહીં. ‘જ્ઞાની પુરુષ’ કોણ ? તો કે, જેને કંઇ જ જાણવાનું બાકી ના હોય, પુસ્તક વાંચવાનું ના હોય, માળા ફેરવવાની ના હોય ! જો એ પોતે પુસ્તક વાંચતા હોય, માળા ફેરવતા હોય તો આપણે ના સમજી જઇએ કે આ તો હજી સ્ટાન્ડર્ડમાં છે ? પોતે હજી ભણે છે તે આપણો શો શક્કરવાર લાવશે ? એ તો જે પોતે સંપૂર્ણ થયા હોય તે જ કામ લાગે. આ બધા રીલેટિવ ધર્મો છે તે બધાં સ્ટાન્ડર્ડ છે. દરેકના ડેવલપમેન્ટનાં હિસાબે તેને તેના સ્ટાન્ડર્ડનું મળી આવે. અને રીયલ ધર્મમાં, આત્મધર્મમાં તો આઉટ ઓફ સ્ટાન્ડર્ડ જવું પડશે. બધાં સ્ટાન્ડર્ડ પાસ કરી, બધાં સ્ટાન્ડર્ડને માન્ય કરી પછી જ પોતે પરમાત્મ સ્વરૂપ થઇ શકે !
પક્ષમાં પડેલાતો મોક્ષ ક્યાંથી ?
જૈન, વૈષ્ણવ, શૈવ, સ્વામીનારાયણ, મુસ્લિમ, ખ્રિસ્તી એ બધા રીલેટિવ ધર્મો છે, સ્ટાન્ડર્ડનાં ધર્મો છે. વ્યુ પોઇન્ટનાં ધર્મો છે. જેને જે વ્યુપોઇન્ટથી દેખાયું તે જ સાચું માનીને બેસી ગયા અને એ જ પક્ષમાં પડ્યા. મોક્ષ ક્યારે થાય ? કેવળ દર્શન ક્યારે થાય ? સાચું સમક્તિ,
આપ્તવાણી-૨
સમ્યક્દર્શન ક્યારે થાય? આખા જગતમાં ક્યાંય, કોઇ જોડે પક્ષાપક્ષી ના થાય, મતભેદ ના થાય ત્યારે ! પક્ષમાં પડેલાનો મોક્ષ ના થાય. પક્ષ શાથી પડે ? અહંકારીઓ પોતાનો અહંકાર પોષવા પક્ષ પાડે ને નિરહંકારી ‘જ્ઞાની પુરુષ’ બધાંને એક કરે. ‘જ્ઞાની પુરુષ’ નિષ્પક્ષપાતી હોય, ‘વીતરાગો’ નિષ્પક્ષપાતી હોય. કોઇ નાતજાત સાથે પક્ષ નહીં. સંપૂર્ણ નિષ્પક્ષપાતી. દરેક માણસ સાથે અભેદતા ! અરે ! એક નાનામાં નાનો જીવ હોય તોય તેની જોડે ‘વીતરાગ’ને અભેદતા હોય !
૧૬
આ બધા તો પેકિંગ છે. વેરાઇટિઝ ઓફ પેકિંગસ છે અને મહીં આત્મા છે, મટેરિયલ છે. મટેરિયલ બધામાં સરખું છે. પણ પેકિંગનાં ડિફરન્સથી ભેદબુદ્ધિ ઊભી થઇ છે. ‘જ્ઞાની પુરુષ’ પેકિંગ ના જુએ, એ તો નિરંતર મટેરિયલ જ જુએ, સામાના આત્માને જ જુએ. એમની આત્મદૃષ્ટિ જ હોય. આ પેકિંગ દૃષ્ટિથી જ પક્ષાપક્ષી છે ને તેનાથી સંસાર ખડો રહ્યો છે. પક્ષમાં રહીને તો પક્ષના પાયા મજબૂત કરે. અલ્યા, તારે મોક્ષે જવું છે કે પક્ષમાં પડી રહેવું છે ? મોક્ષ અને પક્ષ એ બન્ને સંપૂર્ણ વિરોધાભાસ છે. ભગવાન નિષ્પક્ષપાતી છે ત્યારે લોક પક્ષપાતમાં પડ્યા છે ! જૈનો કહેશે, આટલું અમારું, અને પેલું અમારું ન હોય, એ તો વૈષ્ણવોનું. જ્યારે મુસ્લિમોય કહે, આ અમારું, પેલું અમારું ન હોય, એ તો હિન્દુઓનું. આમ સૌ ધર્મોવાળા પક્ષમાં પડ્યા છે. અહીં બધાં ધર્મોનાં ખુલાસા થાય. દરેક ધર્મવાળાને અહીં પોતાનો ધર્મ લાગે, કારણ કે અમે નિષ્પક્ષપાતી છીએ. તે બધા ધર્મોનો સંગમ અહીં જ છે !
લોકો પક્ષમાં પડ્યા તે ભગવાન ઊલટા છેટા થયા. એમાંય પાછા એક ધર્મમાંય કેટકેટલા પક્ષો પડ્યા. આ જૈનોમાંય ચોર્યાસી ગચ્છ પડ્યા છે અને વેદાંતીઓમાંય કંઇ કેટલાય પંથ પડ્યા છે. જૈન ધર્મ તો કોનું નામ કે પોતે પક્ષમાં ના પડે અને સામેવાળો પક્ષ પાડતો હોય તો સામાને ત્યાં જાય અને એને સમજાવે. પોતે વિગતવાર બધી સમજ પાડી મતભેદને ટાળે. સામાનું તદ્દન હળહળતું જૂઠું હોય ને પોતે તદ્ન સાચો હોય, તોય તે સામાની પાસે જાતે જાય. ઘણાને એમ થાય કે આવું તે વળી હોતું હશે ? તમે સાચા છો છતાં કેમ જાઓ છો ? તોય જૈન ધર્મવાળો કહેશે, ‘હું જૈન