________________
હૈતાદ્વૈત
૩૮૯
૩૯૦
આપ્તવાણી-૨
નથી ને અદ્વૈત સ્વરૂપે પણ નથી, એ તો જૈતાદ્વૈત સ્વરૂપ છે.” આ દ્વૈત થઇ જાય તો તો એને અદ્વૈતનો વિકલ્પ આવ્યા કરે ને અદ્વૈત સ્વરૂપ થઈ જાય તો એને દ્વતનો વિકલ્પ થયા કરે કે, ‘આ દ્વૈત આવ્યો અને આ અદ્વૈત આવ્યો.’ આત્મા તો વૈતાદ્વૈતથી પર છે, છતાં વ્યવહારમાં કહેવું હોય તો કહ્યું કે, ‘આત્મા દ્વૈતાદ્વૈત છે, એકપક્ષી નથી; રીલેટિવ વ્યુ પોઇન્ટથી દ્વૈત છે અને રીયલ વ્યુ પોઇન્ટથી અદ્વૈત છે.’ ‘દાદા’ વાત કરે તો દૈત ભાવમાં હોય ને સ્વરૂપમાં હોય તો અદ્વૈત ભાવમાં હોય. માટે દ્વૈત હોય તો જ અદ્વૈત હોય અને અદ્વૈત હોય તો દૈત છે, કારણ કે બન્ને રીલેટિવ છે. જ્યાં સુધી આત્મા ના જાણ્યો ત્યાં સુધી આ તો અદ્વૈતની દુકાન એકલી કાઢી, તો માર્યા ગયા ! માટે જાણ, કંઇક વિચાર કર. હેતમાં પડીશ તોય કેંદ્ર ઊભાં થશે ને અદ્વૈતમાં પડીશ તોય હૃદ્ધ ઊભાં થશે ને દ્વૈતાદ્વૈતમાં આવીશ તો તંદ્ર ઊભાં નહીં થાય. સિદ્ધગતિમાં જાય છે ત્યારે વિશેષણ જ નથી હોતું, નિર્વિશેષ ! તૈતાદ્વૈત તો ક્યાં સુધી ? દેહ છે ત્યાં સુધી.
અદ્વૈત તત્વ એ ત્યાગ કરતાં કરતાં અહંકારને અદ્વૈત કરે, એટલે અદ્વૈત તત્વ એવું છે કે દ્વતમાંથી અદ્વૈતમાં આવે, એથી ત્યાં સુધી હું રહે.
જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી એ બધી માયાવી વાણી છે, લોકોને બહુ ગમે, એ બધાં સ્ટેપિંગ છે. જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી એની જરૂર છે, પણ સ્વરૂપનું ભાન તો છેવટે ‘જ્ઞાની પુરુષ’ ભેગા થાય ને તેમની કૃપા થાય તો જ થાય તેમ છે !
અનેકાંતથી મોક્ષ વેદાંતીઓ શું કહે છે? ‘આત્મા નિર્મળ છે, અમે અદ્વૈત છીએ.” તેમણે આગ્રહથી આત્માને અદ્વૈત કલા, તે યથાર્થ નથી. જૈનો આગ્રહથી આત્માને કર્તા અને ભોક્તા માને છે તે પણ ફેક્ટ વાત નથી, નિરાગ્રહી હોવું જોઇએ. આત્મા દ્વૈતાદ્વૈત છે. આ અદ્વૈતથી મોક્ષ કહો છો, પણ એક વિકલ્પ નહીં જાય, દ્વતની પાર ગયા નથી. અદ્વૈતવાળાને દૈતની પાર જવું પડે અને વૈતવાળાને અંતની પાર જવું પડશે, ત્યારે દ્વૈતાદ્વૈત થવાશે. વૈત અને અદ્વૈતની બેઉ પાંખો ભેગી થશે ત્યારે ઉડાશે, એક પાંખે ના ઉડાય. જગતનાં એક પણ જીવનું પ્રમાણ ના દુભાય એવી ‘સ્યાદ્વાદ વાણી’ ભગવાનની વાણી હોય. વૈતાદ્વૈત ભેગું કેમ કરીને હોય ? હોમ ડીપાર્ટમેન્ટમાં અમે અદ્વૈત છીએ અને ફોરેન ડીપાર્ટમેન્ટમાં કૈત છીએ, માટે વૈતાદ્વૈત કો.
જ્યાં સુધી દેહ છે, સંસાર અપેક્ષા રહી છે, ત્યાં સુધી તાદ્વૈત છે. જો સંસાર અપેક્ષા ના હોય તો તો આ દ્વૈતાદ્વૈતની જરૂર રહેતી નથી.
જો એકલો અદ્વૈત માને તો તો એકાંતિક થઇ ગયો ને એકાંતિક એટલે મિથ્યાત્વી કહેવાય; ને દ્વત માને તોય મિથ્યાત્વી છે. આ તો એકાંતિક ના હોવું જોઇએ, વૈતાદ્વૈત જોઇએ, અનેકાંત હોવું જોઇએ. વીતરાગો અનેકાંતિક હતા. એકાંતિક એટલે આગ્રહ કરી નાખ્યો, મોક્ષમાર્ગ તો નિરાગ્રહીનો છે.
એ અદ્વૈતવાળાને પછી મેં પૂછ્યું, ‘તું પૈણ્યો નથી ?” ત્યારે તેણે કહ્નાં, પૈણ્યો છું, પણ એને બોલાવતો નથી.” “બૈરીને રખડાવી મારી? તને કેવો ગુરુ મળ્યો? પૈણ્યા પછી અદ્વૈત થયો? કંઇથી આવો થયો?” ખરો અંત કોણ ? સ્ત્રી હોય, છોકરાં હોય, પણ કોઈને કિંચિત્ માત્ર દુઃખ ના થાય એવું જેનું વર્તન હોય એ ખરાં કૈતાદ્વૈતનાં લક્ષણ કહેવાય. આ તો અદ્વૈત એકની જ ગુફામાં ક્યાં પેસી ગયા? આ નમારમુંડા સ્ટેજમાં પેઠા તો માર્યા જશો ! આવું સાચું કહેનાર કોઇ તમને નહીં મળે, કારણ કે અમને સહેજેય ઘાટ નથી. ઘાટ વગરનો જ નગ્ન સત્ય કહી શકે, બીજા તો ઘાટમાં ને ઘાટમાં ‘બાપજી બાપજી' કરશે.
એકલા દ્વતથી કે એકલા અદ્વૈતથી જ મોક્ષ છે એમ માનીને ચાલશો તો એક પણ વિકલ્પ નહીં જાય. આ અદ્વિતથી તો લોક રખડી પડ્યા, કોઇ વિકલ્પની પાર જઈ શક્યો નથી. અદ્વૈત, દ્વત, વિશિષ્ટાદ્વૈત, શદ્ધાદ્વૈત એમ જાતજાતની દુકાનો માંડીને લોક બેઠા છે ! એમના ગુરુ ને તેમના ગુરુ બધાય રખડી પડ્યા. એકલા ‘જ્ઞાની પુરુષ' દુકાને ના માંડ, કારણ કે તે દ્વૈતાદ્વૈત છે. જ્યાં સુધી મોક્ષે નથી ગયો ત્યાં સુધી આત્મા કેવો છે ? વૈતાદ્વૈત છે. આપણે આ અદ્વૈતવાળાને પૂછીએ કે, ‘તું કોણ છે ?” તો કહે કે, “ફલાણો ફલાણો આચાર્ય છું.’ આ તો તમે બધાય આચાર્ય