________________
યોગેશ્વર શ્રીકૃષ્ણ
૩૬૩
૩૬૪
આપ્તવાણી-૨
તો મહારાજ પોતે લૂંટાઇ જાય ! હવે આ વાત કોને સમજાય ? હવે કાળ પૂરો થવા આવ્યો છે, હવે બધાં જ રીલેટિવ ધર્મો ટોપ ઉપર આવશે. અમે બધા જ અપસેટ થઇ ગયેલા રીલેટિવ ધર્મોને ફરીથી અપસેટ કરી નાખીશું. એટલે શું થશે ? સેટઅપ થઇ જશે!
બ્રહ્મચારી હતા. આ કેવી રીતે તે તમને સમજ પાડું. એક માણસ ચોરી કરે છે, પણ મહીં નિરંતર ભાવમાં રમ્યા કરે છે કે, “ચોરી નથી કરવી,” તો એ નૈષ્ઠિક અચૌર્ય કહેવાય. ‘શું ચાર્જ થઇ રહ્નાં છે” તે એનો હિસાબ છે ! એક માણસ દાન આપે છે અને મનમાં હોય કે, ‘આ લોકોનું આમ પડાવી લઉં’, તો એ દાન ગણાતું નથી. આ ઇન્દ્રિયોથી જે પ્રત્યક્ષ દેખાય નવું બાંધવા માટે ગણાતું નથી, પણ મહીં નવો હિસાબ શું બાંધી રાો છે, જે ચાર્જ થાય છે, તે ગણાય !
પ્રશ્નકર્તા: તો પછી કૃષ્ણ ભગવાનને ચારિત્રવાન કેમ કકા છે ?
દાદાશ્રી : એ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. ઊલટું, એમના ચારિત્ર્યને દુષ્યારિત્ર્ય કહી વગોણું થયું છે. કૃષ્ણ તો વાસુદેવ હતા. વાસુદેવ એટલે શું ? કે બધી ચીજના ભોકતા, પણ મોક્ષના અધિકારી હોય, ગજબના પુરુષ હોય !
સાચો બ્રહ્મ સંબંધ પ્રશ્નકર્તા : આ બ્રહ્મસંબંધ કરાવે છે એ શું છે ?
દાદાશ્રી : બહ્મરસ ઝરે ત્યારે લગની લાગે ને ત્યારે બ્રહ્મસંબંધ થાય. ‘પોતાનું સ્વરૂપ’ સમજાય તે ખરો બ્રહ્મસંબંધ થયો કહેવાય. એક ક્ષણ પણ સ્વરૂપ ભુલાય નહીં તે બ્રહ્મસંબંધ, પછી એકુય ચિંતા ના થાય. આ અમે
સ્વરૂપનું જ્ઞાન’ આપીએ છીએ ત્યારે પછી તમને શુદ્ધાત્માનું નિરંતર લક્ષ રહે છે, તે તમે ખરો બ્રહ્મસંબંધ પામ્યા કહેવાય ! બાકી, કંઠી તો સામાન્ય મર્યાદા કહેવાય. આજે ખરો બ્રહ્મસંબંધ એજ્ય માર્ગમાં રકા જ નથી. અરે, જેના પોતાના જ બ્રહ્મસંબંધનું ઠેકાણું ના હોય એ બીજાનો બ્રહ્મસંબંધ શી રીતે કરાવી શકે ? વલ્લભચાર્ય તો વેદાન્ત માર્ગને સુંદર પુષ્ટિ આપેલી. વલ્લભચાર્યના વખતમાં કેવા આચાર હતા ? કે લોકો મહારાજનાં દર્શન કરે અને મહારાજ લોકોના શુદ્ધાત્માનાં દર્શન કરે. આ તો કાળની વિચિત્રતાને લીધે બધો ફેરફાર થઇ ગયો છે. આ જો મહારાજસાહેબનાં લોકો દર્શન કરે ને સામે મહારાજ જો લોકોના આત્માનાં દર્શન ના કરે
કૃષ્ણનો સાક્ષાત્કાર પ્રશ્નકર્તા : મીરાંને, નરસિંહને કૃષ્ણનો સાક્ષાત્કાર કેવી રીતે થયેલો?
દાદાશ્રી : મીરાંને નરસિંહને દેખાયા તે કણ નથી, તેનો જોનારો કૃષ્ણ છે ! જે કહે છે કે, “કૃષ્ણ મહીં દેખાય છે તે તો દેશ્ય છે; તેનો જોનારો, દ્રષ્ટા તે જ ખરો કૃષ્ણ છે અને એ ખરા કૃષણના સાક્ષાત્કાર તો એક “જ્ઞાની પુરુષ’ જ કરાવી શકે. તે વખતે ‘જ્ઞાની પુરુષ’ નહોતા એટલે તેમને ખરો સાક્ષાત્કાર થયો તેમ ના કહેવાય; પણ નરસિંહ, મીરાં, કબીર, અખો, જ્ઞાનદેવ, તુકારામ એ બધાં ભક્તો અત્યારે અહીંના અહીં જ છે, કોઇ મોક્ષે ગયું નથી, અત્યારે અમારી પાસેથી સ્વરૂપનું જ્ઞાન લઇ ગયા છે !
જ્યાં સુધી તું ભક્ત છે ત્યાં સુધી ભગવાન જુદા. ભક્ત ને ભગવાન એક થાય ત્યારે કામ પૂર્ણ થાય. કૃષ્ણને તો કોઇ ઓળખી જ શક્યું નથી. કોઇએ વાંસળીવાળો, તો કોઇએ ગોપીઓવાળો વગેરે વગેરે કૃષ્ણને બનાવ્યા. અલિયો વહોરો છબીઓ વેચે ને આપણે ખરીદીએ ને તેને ભજીએ, આ બધો વેપાર છે ! કૃષ્ણ એવા ના હોય, તમે જેવા કલ્પો છો તેવા તે નથી. આ તો લોકો બાળકૃષ્ણને ભજે છે. કોઇ જ્ઞાનમાં ઘરડા થયેલા, જ્ઞાનવૃદ્ધ થયેલા યોગેશ્વર કૃષ્ણને ભજતા નથી. બાળકૃષ્ણને લોક હિંડોળે ચઢાવે છે. કૃષ્ણ કહે છે, “લોક ઊંધા છે, દર સાલ લોકો મારા જન્મદિવસે ભૂખ્યા રહે છે ને બીજે દિવસે માલમલીદા ખાય છે. એવા મારા પોતાના જ ભક્તો પણ મારા વિરોધીઓ થઇ ગયા છે. મને મોરલીવાળો બનાવે છે, કપટી કહે છે, લીલા કરે છે એમ કહે છે, મારું જેટલું ઊંધું થાય તેટલું કર કર કરે છે.’ મૂર્તનાં દર્શન કરવાથી મૂર્ત થવાય અને અમૂર્તને ભજવાથી અમૂર્ત થવાય, એનાથી મોક્ષ મળે. સ્વરૂપમાં રમણતા