________________
યોગેશ્વર શ્રીકૃષ્ણ
૩૬૧
૩૬૨
આપ્તવાણી-૨
હશે ! નહીં તો કળિયુગના મનુષ્યો પાંસરા થશે નહીં, તે ભગવાન જાતે આવ્યા છે. અહીં તો જૈન, વૈષ્ણવ, મુસ્લિમ, ક્રાઇસ્ટ બધા ધર્મનો સંગમ છે. “અમે’ સંગમેશ્વર ભગવાન છીએ. કૃષ્ણવાળાને કૃષ્ણ મળે અને ખુદાવાળાને ખુદા મળે, કેટલાય અમારી પાસેથી કષ્ણ ભગવાનનાં દર્શન કરી ગયા છે. અહીં નિષ્પક્ષપાતી ધર્મ છે.
આ તો કેવું છે કે એક ઘોર ખોદે ને બીજું પૂરે. એક અવતારમાં હિન્દુને ત્યાં જન્મે ત્યારે મસ્જિદ તોડે ને પાછો મુસલમાનમાં જાય ત્યારે મંદિર તોડે, તેમ દરેક ભવમાં ભાંગફોડ જ કરે. વૈષ્ણવને ત્યાં જન્મે ત્યારે જૈનોને વગોવે ને જૈનમાં જન્મે ત્યારે વૈષ્ણવોને વગોવે. તીર્થંકરો, રામ, કૃષ્ણ, સહજાનંદ, ક્રાઇસ્ટ, પયગંબર ને જરથોસ્ત જે જે થઇ ગયા છે તે બધાને, લોકો જેને પૂજે છે તેને, બધાંએ વ્યવહારથી માન્ય કરવા પડે અને જો ઓળખાણ પડે તો ‘એક’ છે ને ઓળખાણ ના પડે તો ‘અનેક છે. અમારી પાસે તો બધાંય ધર્મનો સંગમ છે. અમારે ને કોઇ ભગવાનને ભેદ ના હોય. લાખ જ્ઞાનીઓનો એક મત ને એક અજ્ઞાનીના લાખ મત હોય.
પાંચ હજાર વર્ષ પહેલાં કાલિયા નાગની વાત રૂપકમાં મૂકી, તે કાલિયા નાગને નાથનારા કણ નહોતા. આ તું ચિઢાય છે, ગુસ્સે થાય છે, એ જ નાગ. પેલા નાગમાં તો મદારીનું કામ હતું. તેમાં કૃષ્ણ, ભગવાનનું શું કામ હતું ? ને કૃષ્ણ ભગવાને નાગને નાથવાની શી જરૂર પડેલી ? તે શું તેમને મદારી નહોતા મળતા ? પણ કોઇ વાતને જ સમજતા નથી અને તે રૂપક હજી ચાલ્યા કરે છે. કાલિયદમન થયું ત્યાં કૃષ્ણ હોય. આ કાલિયદમનમાં નાગ એટલે ક્રોધ, તો ક્રોધને વશ કર્યો હોય ત્યારે કૃષ્ણ થવાય. કર્મને કૃષ કરે તે કૃષ્ણ !
એક જણ મને કહે કે, “કૃષ્ણ ભગવાન તો માના પેટે નહીં જન્મેલા ને ?” મેં તેને કડાં, ‘શું ત્યારે કૃષ્ણ ઉપર આકાશમાંથી ટપક્યા હતા ? આ બધા દેહધારીને માને પેટે જન્મ લેવો જ પડે. કૃષ્ણ તો દેવકીજીને પેટે જન્મેલા.”
કૃષ્ણ ભગવાને નિયાણું બાંધેલું. નિયાણું એટલે શું ? આપણી
વસ્તુના બદલામાં વસ્તુ ઇચ્છવી, વસ્તુ સામે વસ્તુની ઇચ્છા કરવી. પોતાની પુણ્યની બધી જ મૂડી કોઇ એક વસ્તુ પ્રાપ્ત કરવામાં ખર્ચવી તે નિયાણું. કૃષ્ણ ભગવાન આગલા અવતારમાં વણિક હતા, તે એમને જ્યાં ત્યાંથી તિરસ્કાર જ મળેલો, પછી સાધુ થયેલા. એમણે તપ, ત્યાગનો આચાર જબરજસ્ત લીધો, એના બદલામાં શું નક્કી કર્યું ? મોક્ષની ઇચ્છા કે બીજી ઇચ્છા ? એમની એવી ઇચ્છા હતી કે જગત આખું મને પૂજે. તે એમનું પુણ્ય આ પૂજાવાના નિયાણામાં વપરાઇ ગયું, તે આજે એમના નિયાણાને પાંચ હજાર વર્ષ પૂરાં થાય છે.
પુષ્ટિમાર્ગ શું છે ? વલ્લભાચાર્ય પુષ્ટિમાર્ગ કાઢ્યો. પાંચસો વર્ષ ઉપર જ્યારે મુસલમાનોનો બહુ કેર હતો, આપણી સ્ત્રીઓ મંદિરમાં કે બહાર ક્યાંય નીકળી નહોતી શકતી, હિન્દુ ધર્મ ખલાસ થવાની અણી પર આવ્યો ત્યારે વલ્લભાચાર્ય કાળને અનુરૂપ પડતા ધર્મને પુષ્ટિ આપી, તે ઘેર બેઠાં ભક્તિ કરાય એવો માર્ગ આપ્યો, પણ તે ધર્મ તે કાળ પૂરતો જ હતો. માટે પાંચસો વર્ષ સુધી જ રહેશે એમ તેઓ જાતે જ કહી ગયા, તે આજે તે પૂરાં થાય છે. હવે આત્મધર્મ પ્રકાશમાં આવશે.
કવિરાજે ગાયું છે જ ને, મુરલીના પડધે ઝૂમી જમુના બોલી, શ્રીકૃષ્ણના પ્રકાશક આવી ગયા છે.”
કૃષ્ણ તો ગજબના પુરુષ થઇ ગયા, વાસુદેવ હતા અને આવતી ચોવીશીમાં તીર્થંકર થશે. કૃષ્ણ તો નૈષ્ઠિક બ્રહ્મચારી હતા.
પ્રશ્નકર્તા : નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે શું ?
દાદાશ્રી : જેના ભાવમાં નિરંતર બ્રહ્મચર્યની જ નિષ્ઠા છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય ! ડિસ્ચાર્જ થતું અબ્રહ્મચર્ય છે અને ચાર્જ થઇ રબાં છે અખંડ બ્રહ્મચર્ય ! કૃષ્ણ ભગવાનને સોળસો રાણીઓ હતી, છતાં તે નૈષ્ઠિક