________________
ચિત્ત
કરી રહ્યું છે, પણ એ શુદ્ધ થાય તો જ એકાગ્ર થાય. ‘જ્ઞાની પુરુષ’ મળે તો જ ચિત્ત શુદ્ધ થાય.
વ્યવહારિક ચિત્ત ત્રણ પ્રકારનું છે :
(૧) ‘અનંત ચિત્ત’ એની સ્થિરતા જ ના હોય.
૩૧૯
(૨) ‘અનેક ચિત્ત’ એની સ્થિરતા હોય તેથી તો દેરાસરે કે મંદિરે જાય છે.
(૩) ‘એક ચિત્ત’ એ થાય તો તો કામ જ કાઢી નાખે.
પ્રશ્નકર્તા : દાદા, આત્મા એ જ પરમાત્મા છે ?
દાદાશ્રી : જ્યારે ‘આત્મા એ પરમાત્મા છે' એવો પરમાત્માનો અનુભવ થાય ત્યારે એ પરમાત્મા છે અને શુદ્ધાત્માનો અનુભવ થાય તો શુદ્ધાત્મા છે અને જગતના લોકોને મૂઢાત્માનો અનુભવ છે જ ને ! ‘આ મારા કાકા, આ મારા માસી, આ મારી મોટી સાસુની કાકીના દીકરા;’ તે ‘અનંત ચિત્ત’ થઇ ગયું આ તો ‘અનંત ચિત્ત’ થઇ ગયું છે અને તેથી તો આ બધું યાદેય રહે. આ સગાની ઓળખાણમાં ચોક્કસ રહે અને પોતે
કોણ છે એની ઓળખાણ રાખતો જ નથી ! જો પોતાની ઓળખાણ થઇ જાય તો કામ જ થઇ ગયું !
‘દાદા’નાં સ્વપ્ના આવે એ તો ‘એક ચિત્ત’ થાય ત્યારે આવે. સંસારના લોકો ચિત્ત ભણી નજર પણ કરતા નથી, એકલા મનને ખેંચાખેંચ કરે છે. આ ચિત્તથી તો સંસાર ખડો થયો છે. લોકોનાં ચિત્ત બધે વેરાઇ ગયાં છે.
પ્રશ્નકર્તા : ચિત્ત કેવી રીતે ઊભું થયું ?
દાદાશ્રી : બુદ્ધિ જે પ્રકાશ આપે છે એ જ્ઞેયને જુએ તો એ અશુદ્ધ ચિત્ત, એ (ચિત્ત) જ્ઞેયાકારે જ્ઞેયને જુએ. એ ધેર ટેબલ, ખુરશી એ બધાને એક્ઝેક્ટ જુએ, પણ તે શુદ્ધાત્માને ના જોઇ શકે.
પ્રશ્નકર્તા : ચિત્ત કર્મને આધીન ખરું ?
આપ્તવાણી-૨
દાદાશ્રી : હા, પણ ચિત્ત અટક્યું તો કામ થયું, પણ જો ચિત્ત ચોંટયું તો ફસાય. ગમે તેટલું મન વાળવાળ કરે, પણ ચિત્ત ત્યાં જ ચોંટી રહે. ‘અનંત ચિત્ત’ તો છે જ, એમાંથી અનેકમાં આવવું એ બહુ મુશ્કેલીની વાત છે અને એક ચિત્ત થાય તો કામ થાય ! આપણું ‘જ્ઞાન’ છે તેનાથી ‘એક ચિત્ત’ ભણી અવાય છે.
૩૨૦
આ ‘અનંત ચિત્ત’માંથી ‘અનેક ચિત્ત’માં એટલે શું કે આપણી ગણતરી થાય કે અહીં અહીં ચિત્ત ગયું. આ અડતાલીસ મિનિટનું સામાયિક એટલે શું કે એ પછી ચિત્તનું સ્ટેજ બદલાય છે. આઠ મિનિટથી માંડીને અડતાલીસ મિનિટ સુધી ચિત્ત બંધાય. આઠ મિનિટથી ચિત્ત બંધાવા લાગે. આ દૂધનો આઇસ્ક્રીમ થતો હોય તો પહેલાં દૂધ બંધાય છે, તેથી આઇસ્ક્રીમ બંધાવાનું શરૂ થાય અને પછી આઇસ્ક્રીમ થઇ જાય, ઠરી જાય. આ ‘અનંત’માંથી ‘અનેક’માં આવ્યા અને જો આ ‘દાદા’નું સ્વપ્નું આવી જાય એટલે કે ચિત્તની ‘રીલ’ આવી જાય તો કામ થઇ જાય ને ત્યારે તો આ દાદાનાં ગજબનાં દર્શન થઇ જાય.
શુદ્ધ ચિત્ત - અશુદ્ધ ચિત્ત
પ્રશ્નકર્તા : ચિત્તને નિજઘરમાં કેવી રીતે વળાય ?
દાદાશ્રી : ચિત્ત શુદ્ધ થાય તો જ નિજધરમાં આવે. પહેલામાં પહેલી અશુદ્ધિ શું ? તો કે, ‘હું ચંદુલાલ છું, હું જુવાન છું, હું આનો ધણી છું.' આ બધું અશુદ્ધ-ચિત્ત છે. એના ઉપરથી તો સમજાય છે કે ચિત્તનાં પરમાણું
ઠેરઠેર વેરાઇ ગયાં છે અને આજે લોકોને તો ચિત્ત પણ બે-ચિત્ત થઇ ગયા છે ! ‘અનંત- ચિત્ત'ની ઉપર વધારે જાય તો બે-ચિત્ત થાય ! આ બેચિત્તવાળાને તે પછી બધું બે બે દેખાય. એક જણ મને કહે કે, ‘હું ચિત્તશુદ્ધિ કરાવવા જાઉં છું.' આ કલાઇવાળા પાસે જાવ તો તે કલાઇ કરી આપે ! પણ આ તો બે-ચિત્તવાળા લોકો ને તેમને ત્યાં જ ચિત્ત-શુદ્ધિ કરાવવા જાય, તે તારું જે ચિત્ત છે ને એય બે-ચિત્ત કરી નાખશે ! એના કરતાં જે છે એને રહેવા દે ને ! એ બે-ચિત્તવાળો પછી કહેશે કે, ‘મને આ દીવા બબ્બે દેખાય છે !' તો તો અલ્યા, તારું થઇ ગયું કલ્યાણ !