________________
ચિત્ત
૩૧૭
૩૧૮
આપ્તવાણી-૨
ઘંટ તો વાગી ગયો, તે પછી બીજા ને ત્રીજા ધંટે તો ગાડી ઊપડવાની. હાર્ટ એટેક એ શાનું ફળ છે ? ભયકંર કુચારિત્રનું ફળ છે, તો પાંસરો મર ને જ્ઞાની પાસે જા. તારાં કૃત્યોની ખાનગીમાં માફી માગ તોય તું છૂટીશ.
ચિત્ત ગેરહાજર હોય ત્યારે જમશો નહીં ને ચિત્ત હાજર હોય તો જ જમશો એવો પ્રોપગેંડા બહાર થશે ને, ત્યારથી જ રોગો ઓછા થવા
માંડશે.
જનક વિદેહીને જે જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયેલું તે જ્ઞાનીના તપસ્વી પુત્રને અહંકાર આવ્યો કે ‘હું કંઇક છું.’ તે ઉતારવા ગુરુદેવે પુત્રને કહ્યું કે, ‘તું કંઇક ઉપદેશ લેવા જનકરાજાને ત્યાં જા.’ તે મુનિ તો ગયા રાજાને
ત્યાં. ગુરુદેવે જનક રાજાને પહેલીથી સૂચના આપી દીધેલી. મુનિ જ્યારે રાજમહેલમાં પ્રવેશ્યા ત્યારે તેમણે તો રાજવૈભવનો ભારે ઠઠારો જોયો. જનકરાજા સોનાના હિંડોળા ઉપર બેઠેલા ને બન્ને બાજુએ રાણીઓ બેઠેલી, રાણીઓના ખભે હાથ મૂકીને મસ્તીમાં બેઠેલા હતા. મુનિએ તો આ જોયું ને તેમને મનમાં થયું, ‘આ વિલાસી પુરુષ પાસેથી શો ઉપદેશ લેવાનો ?” છતાંય પિતાની આજ્ઞા હતી એટલે કંઇ બોલ્યો નહીં, ચુપચાપ જેમ રાજા કહે તેમ કરતા ગયા. રાજાએ જમવા બેસાડ્યા, સોનાની થાળીઓ ને બત્રીસ જાતનાં ભોજન. મુનિ તો આસને બેઠા ને જરાક ઊંચી નજર ગઇ ત્યાં તો પ્રાસકો પડ્યો ! “અરે, આ શું ? માથા ઉપર ઘંટ લટકે છે ને તેય હમણાં પડું પડું થઇ રહ્ના છે !' રાજાએ કળા કરેલી, એક મોટો ઘંટ બરાબર મુનિના માથા ઉપર જ લટકાવેલો અને તેય સાવ પાતળી, નજરમાં ન આવે એવી પારદર્શક દોરીથી બાંધેલો. તે મુનિ તો બિચારા મહીં ગભરાઇ ગયેલા, જેમ તેમ જમ્યા. જમતાં જમતાં રાજા આગ્રહ કરે, પણ મુનિને તો જમવામાં ચિત્ત શાનું હોય ? એમનું ચિત્ત તો પેલા ઘંટમાં જ ચોંટેલું કે હમણાં પડશે તો મારું શું થશે? જમી રક્ષા પછી રાજાએ પાન આપતાં આપતાં પૂછ્યું, ‘મહારાજ, ભોજન કેવું લાગ્યું ? કઈ વાનગી આપને સૌથી વધારે ગમી ?” ત્યારે મુનિ હતા ચોખ્ખાબોલા. તપસ્વીઓને કપટ-બપટની ભાંજગડ ના હોય, હોય માત્ર એક અહંકારની જ ભાંજગડ. તેમણે તો જેમ છે તેમ કહી દીધું કે, “હે રાજા, સાચું કહું તમને ? આ માથા ઉપર ઘંટ લટક્તો હતો તે મારું
ચિત્ત તો ત્યાં જ ભયથી ચોટેલું જ હતું ને તેથી મેં શું ખાધું તે જ મને ખબર નથી. ત્યારે જનક વિદેહી બોલ્યા, ‘મહારાજ, આ જમ્યા ત્યાં તમારું ચિત્ત એબ્સન્ટ હતું. તેમ અમારું ચિત્ત સંસારમાં નિરંતર એક્સન્ટ રહે છે!
આ વૈભવમાં અમારું ચિત્ત હોતું જ નથી. અમે અમારા સ્વરૂપમાં જ નિરંતર હોઇએ છીએ !” આવા હતા જનક વિદેહી!
જગત વિસ્મૃત કેવી રીતે થાય ? એના માટે તો આપણે અહીં સત્સંગમાં ભેગા થયા છીએ. અહીં તમને જગત સહેજેય વિસ્મૃત રહે. એક ક્ષણ પણ જગત વિસ્મૃત થાય એમ છે જ નહીં. આ મોટા મોટા શેઠિયાઓ
એક કલાક જગત વિસ્તૃત કરવા હજારો ખર્ચવા તૈયાર છે, છતાંય જગત વિસ્મૃત થાય તેમ નથી. આ તો જેને ભૂલવા જાય તેનો જ ધબડકો પડે. અરે ! શેઠ સામાયિક કરવા બેઠા હોય ને નક્કી કરે કે ફલાણાને તો સામાયિક વખતે યાદ કરવો જ નથી, તો પહેલો તે આવીને ઊભો રહે! અને અહીં આપણને તો સહેજે જગત વિસ્તૃત રહે. આ તમે અહીં બેઠા હો ત્યારે તમારું ચિત્ત ઘેર કે દુકાને કેટલી વખત જાય છે ?
પ્રશ્નકર્તા : એકેય વખત નહીં, દાદા !
દાદાશ્રી : જો ચિત્ત પાસે જ રહે તો તો બહુ શક્તિ વધે. આપણે ખબર ના રાખીએ કે ચિત્ત કઇ કઇ જગ્યાએ, ક્યારે ક્યારે જઈ આવ્યું?
જેનું ચિત્ત કોઇ જગ્યાએ જાય નહીં તેને નમસ્કાર. આ ‘દાદા'નું ચિત્ત એક ક્ષણ પણ આઘુંપાછું થાય નહીં, એનું નામ જ મુક્તિ ! ચિત્તનું બંધનપણું છૂટવું અને મુક્તિ થવી બેય સાથે જ હોય છે.
અતંતમાંથી એક ચિત આ અહીં સત્સંગમાં કવિનાં પદો ગવડાવીએ છીએ, શા માટે ? કે તેનાથી તેટલો સમય ચિત્ત “એક ચિત્ત’ થયું. આખું જગત અનંત ચિત્તમાં પડ્યું છે અને સાધુ-સંન્યાસીઓ અનેક ચિત્તમાં છે અને તમને અમારી હાજરીમાં કે આ પદો ગાવ ત્યારે એક ચિત્ત રહે. એક ચિત્ત તો કોઇનું થાય જ નહીં ને ! આખું જગત ચિત્તને એકાગ્ર કરવા માટે ભાંગફોડ