________________
છેવટે દૃષ્ટિ દ્રામાં નાખવાની છે. આ તો દૃષ્ટિ દૃશ્યમાં નાખે છે.
- દાદાશ્રી જે કૃષ્ણ દેખાય છે તે તો દેશ્ય છે ને તેને જોનારો ‘પોતે' દ્રા છે, આત્મા છે, સ્વયં ‘કૃષ્ણ' છે !
‘હું ચંદુલાલ છું’ એ જ મૂળ ‘અહંકાર’ છે, એ જાય તો નિરઅહંકારી પદ પ્રાપ્ત થાય. પછી જે બાકી રહે તે નિકાલી અહંકાર-ડ્રામેટિક અહંકાર રહે છે. આ અહંકાર બે પ્રકારના છે એક રૂપાળો ને બીજો કદરૂપો. આ અહંકારે જ દાટ વાળ્યો છે, પોતાના “સ્વ” સુખને એ ચાખવા નથી દેતો. અહંકારને ઓગાળવાનું એક જ સાધન જગતમાં હોય અને તે “જ્ઞાની પુરુષ’ના ચરણનો અંગૂઠો !
અંતઃકરણના ચાર ભાગ છે : મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમનું કાર્ય પાર્લામેન્ટરી પદ્ધતિથી ચાલે છે. મન પેમ્ફલેટ બતાવે, ચિત્ત ફોટો દેખાડે, એમાંથી બુદ્ધિ એકની સાથે ભળે ને ડીસીઝન આપે, વડાપ્રધાનની જેમ; અને અહંકાર રાષ્ટ્રપતિની જેમ સહી કરી આપે એટલે એ કાર્ય રૂપકમાં આવે. 2 અણુવ્રત, મહાવ્રત એટલે વર્તે છે, ત્યાગ નહીં. ત્યાગ કરવો અને વર્તવો એમાં બહુ અંતર છે. વર્તે તે વ્રત. વર્ત એટલે શું ત્યાખ્યું તે યાદેય ના હોય, સહજ ત્યાગ કહેવાય. જેને સહેજે બીડી છૂટી હોય તેને તે યાદેય ના આવે ને જેણે અહંકાર કરીને ત્યાગી હોય તેને તો યાદ આવ્યા કરે કે “મેં બીડી ત્યાગી છે !'
જે પરિગ્રહના સાગરમાં હોવા છતાં જેને એકેય બિંદુ સ્પર્શતું નથી તે ખરો અપરિગ્રહી ! અને જે પરિગ્રહની ઢાંકણીમાં મોટું ઘાલીને ડૂબી જતો હોય તેને અપરિગ્રહી શી રીતે કહેવાય ? યથાર્થ અપરિગ્રહી એક ‘જ્ઞાની પુરુષ' જ હોઇ શકે ! 0 યોગેશ્વર કૃષ્ણને યથાર્થ કોણ ઓળખી શકે ? એક ‘જ્ઞાની પુરુષ' કે જે સ્વયં ‘તે’ રૂપ થયા હોય તે જ તેમનું યથાર્થ ઓળખાણ તેમજ તે શું કહેવા માંગતા હતા તે યથાર્થ રીતે સમજાવી શકે, કારણ કે જ્ઞાની જ્ઞાનીથી ક્યારેય પણ જુદા ના હોઇ શકે, અભેદ હોય.
ચાર વેદ પૂરા થાય ત્યારે વેદ ઇટસેલ્ફ શું બોલે છે ? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, તું જે આત્મા ખોળે છે તે આમાં નથી ! ચાર વેદ વાંચ્યાં, ધારણ કર્યા ને અંતે શું ? ‘નેતિ નેતિ'. પુસ્તકમાં આત્મા શી રીતે સમાવિષ્ટ થાય ? અવર્ણનીય, અવાચ્ય દુર્ગમ એવા આત્માનું ભાન ‘જ્ઞાની પુરુષ' સંજ્ઞાથી કરાવે. ‘જ્ઞાની પુરુષ' પાસે ધીસ ઇઝ ધેટ, કલાકમાં થઇ જાય! 3 આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન યથાર્થ કરે તો જ કરેલા દોષ યથાર્થ રીતે ધોવાઇ જાય ને પોતે તેટલો નિર્મળ થાય, પણ તે દોષ થાય કે તરત જ ઓન ધી મોમેન્ટ આ વિધિ થાય તો જ આ કાળમાં કામ લાગે.
વીતરાગ વિજ્ઞાન વીતરાગ જ બહાર પાડી શકે. વીતરાગોનો અંતર આશય કાળને અનુરૂપ એવી સ્યાદવાદ વાણી દ્વારા ‘જ્ઞાની પુરુષ’ જ બહાર પાડી શકે કે જે પ્રાપ્ત થયા પછી સામાન્ય મનુષ્ય પણ યથાર્થ ધર્મધ્યાનમાં નિરંતર રહી શકે ! ઇચ્છા તો માત્ર એક મોક્ષ માટે કરવા જેવી છે.
‘જેને સચોટ એકલી મોક્ષની જ ઇચ્છા છે, એને કોઇ રોકનાર નથી ! જ્ઞાની એને ઘેર જશે !!!”
‘જેને મોક્ષની ઇચ્છા હોય તેને પુદ્ગલની માલિકી ના હોય ! પુદ્ગલની માલિકી છે તેને મોક્ષની ઇચ્છા ના હોય !' 0 ભક્ત અને ભગવાન જુદા હોય; જયારે જ્ઞાનીમાં એ ભેદ ના હોય.
ભક્તિ ક્યાં સુધી કરવાની ? જયાં સુધી જ્ઞાનીનો ભેટો ના થાય ત્યાં સુધી, અને ‘જ્ઞાની પુરુષ' મળે તો એમની પાસે મોક્ષ માગી લેવો. વીતરાગની ભક્તિ મુક્તિ અપાવે.
ભગવાન એટલે શું ? એનો ફોડ દાદાશ્રી આપે છે.
‘ભગવાન નામ છે કે વિશેષણ ? જો નામ હોત તો આપણે તેને ભગવાનદાસ કહેવું પડત; ભગવાન વિશેષણ છે. જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાનું થયું છે, તેમ ભગવતું ઉપરથી ભગવાન થયું છે. આ ભગવત્ ગુણો જે પણ કોઇ મનુષ્ય પ્રાપ્ત કરે તેને ભગવાન વિશેષણ લાગે.’
-દાદાશ્રી
26