________________
- યોગ બે પ્રકારનાં : એક જ્ઞાનયોગ એટલે કે આત્મયોગ અને બીજો અજ્ઞાનયોગ એટલે કે અનાત્મયોગ. અનાત્મયોગમાં મનોયોગ, દેહયોગ ને વાણીયોગ સમાવિષ્ટ થાય. યોગ શેનો થાય ? જેને જાણ્યો હોય તેનો કે જે અજાણ છે તેનો ? જ્યાં સુધી આત્મા જાણ્યો ના હોય ત્યાં સુધી આત્મયોગ શી રીતે થાય ? એ તો દેહને જાણ્યો તેથી દેહયોગ જ કહેવાય, અને નિર્વિકલ્પ સમાધિ દેહયોગથી ક્યારેય પણ પ્રાપ્ત ના થઇ શકે. વિકલ્પી નિર્વિકલ્પી ક્યારેય પણ ના થઇ શકે, એ તો આત્મજ્ઞાની સર્વજ્ઞપુરુષ નિર્વિકલ્પ દશાએ પહોંચાડી આપે ત્યારે જ નિર્વિકલ્પ થાય. પ્રગટ દીવો જ અન્ય દીવાને પ્રગટાવી શકે.
n
‘એકાગ્રતા’ શું છે ? શા માટે કરવી પડે છે ? જેને વ્યગ્રતાનો રોગ હોય તે જ એકાગ્રતા કરે, એમાં આત્મા ઉપર શો ઉપકાર ? આ મજૂરોને એકાગ્રતા કરવાની ક્યાં જરૂર છે ? તેમજ ‘જ્ઞાની પુરુષ' પણ એકાગ્રતા ના કરે. જે વ્યગ્રતાના રોગ ઉપર એકાગ્રતાની દવા ચોપડે છે તેનાથી આત્માને શો ફાયદો ?
ધ્યાન કરે તો શેનું કરવાનું ? ધ્યેયને જાણ્યા વગર શેનું ધ્યાન કરવાનું? પોતાની કલ્પનાથી ધ્યેય નક્કી કરી ધ્યાન કર્યાથી દહાડો શી રીતે
વળે ?
સમાધિ કોને કહેવાય ? નાક દબાવીને કે હઠયોગથી સમાધિ કરે
તેને? ના, એ તો હેન્ડલ સમાધિ કહેવાય. જ્યાં સુધી હેન્ડલ માર્યું ત્યાં સુધી ચાલ્યું, પછી એ સમાધિ ઊતરી જાય, એવી સમાધિથી શું મોક્ષ થાય ? સમાધિ તો તેને કહેવાય કે, હાલતાં ચાલતાં, અરે લઢતાં-ઝઘડતાંય સમાધિ ના જાય તેનું નામ યથાર્થ-સમાધિ’. આધિ, વ્યાધિ, ઉપાધિ ના થાય તે ‘યથાર્થ સમાધિ' કહેવાય.
n મન શું છે ? મનને તો એક ‘જ્ઞાની પુરુષ’ જ ઓળખી શકે. જે મનથી નિરંતર પર રહીને તેના જ્ઞાતા-દ્રષ્ટા રહે છે એવા પૂજ્ય દાદાશ્રીએ મનોવિજ્ઞાન યથાર્થ બહાર પાડ્યું છે. મન એ ગાંઠોનું બનેલું છે. જ્યારે બાળા તેમજ આંતરસંયોગો પ્રાપ્ત થાય ત્યારે મનની ગાંઠ ફૂટે. જે કૂંપણ ફૂટે છે, રૂપકમાં આવે છે તે વિચાર અવસ્થા કહેવાય; વિચાર આવે ને જાય; આત્મા પોતે તેનો જ્ઞાતા-દ્રષ્ટા છે. મન એ જ્ઞેય છે ને આત્મા જ્ઞાતા
23
છે. કેટલાક કહે છે કે, ‘મારું મન કાઢી લો.' મન કાઢી લે તો એબસંટ માઇન્ડેડ થઇ જવાય. મોક્ષે જવા માટે મન જરૂરનું છે. મન એ તો નાવડું છે. મનરૂપી નાવડા વગર સંસાર-સાગરમાંથી મોક્ષરૂપી કિનારે શી રીતે જવાય ? કેટલાક કહે છે મન ભટકે છે. મન આ શરીરની બહાર ક્યારેય પણ ભટકતું નથી, ભટકે છે તે ચિત્ત છે.
બુદ્ધિ એ પરપ્રકાશ છે, ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે. આત્મા સ્વ-પર પ્રકાશક છે. બુદ્ધિની વ્યાખ્યા શી છે ?
‘આખા જગતના બધા જ સબ્જેક્ટસ જાણે તે પણ બુદ્ધિમાં સમાય, કારણ કે તે અહંકારી જ્ઞાન છે અને નિરઅહંકારી જ્ઞાન એ જ્ઞાન છે.’ - દાદાશ્રી
જ્યાં જ્ઞાનસૂર્ય ઝળહળતો હોય ત્યાં બુદ્ધિરૂપી કોડિયાની શી જરૂર ? બુદ્ધિનો સ્વભાવ બળાપો કરાવવાનો છે. જ્ઞાની અબુધ હોય, બુદ્ધિ નામેય ના હોય. સંપૂર્ણ બુદ્ધિ ખલાસ થાય ત્યારે સામે સર્વજ્ઞપદ હારતોરા સહિત હાજર થાય !
વગર ટિકિટે ભટકે છે તે ચિત્ત, અહીં બેઠા બેઠા ગમે ત્યાંનો હૂબહૂ ફોટો દેખાડે તે ચિત્ત. શુદ્ધ જ્ઞાન + શુદ્ધ દર્શન= શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધાત્મા પોતે. અશુદ્ધ જ્ઞાન + અશુદ્ધ દર્શન = અશુદ્ધ ચિત્ત. જગત ‘અનંત ચિત્ત’માં પડ્યું છે. સાધુઓ અનેક ચિત્તમાં આવ્યા છે અને ‘જ્ઞાની પુરુષ’ અને સત્પુરુષ ‘એકચિત્ત’માં હોય.
અશુદ્ધ ચિત્ત શાથી અશુદ્ધ છે ? ‘સ્વ’ને જોઇ શકતું નથી, માત્ર પરને જ જોઇ શકે છે; જ્યારે શુદ્ધ ચિત્ત ‘સ્વ’ અને ‘પર’- બન્નેને જોઇ શકે છે. - દાદાશ્રી
ચિત્તની હાજરીમાં જે જમી શકતા નથી તેમને હાર્ટ ફેઇલ, બ્લડ પ્રેશર વગેરે રોગ થાય છે. ચિત્તની હાજરીમાં જમી શકાય તો કોઇ રોગ જ ના થાય એવું છે !
અનાહત નાદ, કુંડલિની એ બધા ચિત્તચમત્કાર છે ને પૌદ્ગલિક છે. કેટલાક કહે છે કે, “મને કૃષ્ણ ભગવાન મહીં દેખાય છે. આ આત્મા ન હોય, એ તો ચિત્તચમત્કાર છે. એ કૃષ્ણને જોનાર આત્મા છે.
24