________________
જગત, વ્યવહાર-સ્વરૂપ
૧૬૭
જ્યાં વ્યવહાર કકાં ત્યાં ન્યાય ખોળવાનો જ ક્યાં રાો ? તું આ સમજીશ નહીં તો વ્યવહાર પોતે જ તને મારી-ઠોકીને વ્યવહાર કરાવશે. માટે સમજી જાને કે આ તો વ્યવહાર જ છે !
પ્રશ્નકર્તા: દાદા, વ્યવહારમાં મહીં બળ્યા કરે એ તરછોડ કહેવાય
દાદાશ્રી : એ તો એની જોડે રમણીય વ્યવહાર સચવાયેલો નહીં તેથી એવું બને, આ વ્યવહારમાં કોઇને અમે વઢતા હોઇએ પણ એમાં અમારો પોતાનો જરાય સ્વાર્થ ના હોય તો તે રમણીય વ્યવહાર હોય. એનું ફળ સુંદર આવે. પણ સ્વાર્થ માટે લઢે, પક્ષાપક્ષી માટે લટે તેનું ફળ કડવું આવે. અમારો વ્યવહાર રમણીય હોય. વગર કાર્ય કર્યું જશ મળે. એમ ને એમ પગલાં પડે ને ફેરફાર થઇ જાય તે પૂર્વભવનો રમણીય વ્યવહાર છે. હવે તો આપણે જેટલો અને જેવો વ્યવહાર છે તે ભૂંસી નાખવાનો છે અને હવે આપણે નવો વ્યવહાર ક્યાં કરવાનો છે ? હવે તો તમારે વ્યવહારના જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદમાં રહેવાનું છે
હવે કોઇ માણસ પૂછવા આવે કે, “મારો છોકરો આવું કરે છે, ફલાણાએ આવું કર્યું, એવું તે કરાતું હશે ?” તો હું કહ્યું કે, “જે થઇ રકાં છે એ જ ન્યાય છે.’ ન્યાય તો થર્મોમીટર છે. દરઅસલ સંજ્ઞા એ દરઅસલ ન્યાય છે; જે થઇ રહ્ના છે તેને જ અમે ‘વ્યવસ્થિત’ કહીએ છીએ. એમાં પછી ન્યાયાખ્યાય ખોળવાનું ક્યાં રહ્યું ?
આજે આ ગજબની વાત નીકળી છે ! આ વાત વર્લ્ડમાં ઊંચામાં ઊંચી વાત છે !! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આધારે નીકળી ગઇ છે; તમામ શાસ્ત્રોના સાર રૂપે નીકળ્યું છે !!! આ વાક્યનું વિવરણ કરવા જેવું છે.
વ્યવહારિક સુખ-દુ:ખ સમજ આ સંસારનાં સુખ-દુ:ખ છે અને ભગવાને સુખ-દુ:ખ કક્રાં નથી. ભગવાને આને વેદનીય કલા છે. સુખને શાતા વેદનીય કહી અને દુ:ખને અશાતા વેદનીય કહી.
પ્રશ્નકર્તા : વેદનીય કેમ કકાં ?
દાદાશ્રી : કારણ કે એનું પ્રમાણ વધી જાય તો કંટાળી જાય. આ જમવાનું રોજ એક જ પ્રકારનું મૂકે તો કંટાળી જાય. તેથી તેય વેદના જ છે ને ? પુણ્યકર્મથી શાતા વેદનીય અને પાપકર્મથી અશાતા વેદનીય છે. આ લગ્નમાં બધાં લોક આનંદમાં હોય ને ભાઇના મોઢા પર દિવેલ પીધું હોય એમ કેમ દેખાય ? ત્યારે કહે, ‘મહીં’ અશાતા વેદક છે. તે એ આમથી ગોદા મારે અને તેમાંથી ગોદા મારે અને ગમે તેવાં દુ:ખનાં સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સીસ ભેગા કરી આપે અને ભાઇને દુ:ખ આપે. આ ઉપર ભગવાન કે ગ્રહો કોઇ દુઃખ આપે નહીં. ઉપર કોઇ બાપોય નવરો બેઠો નથી તમને દુ:ખ આપવા ! આ તો મહીં પેલો વેદક છે એ કરાવે છે. આમાં આત્મા નથી. આત્મા સિવાય બીજી વસ્તુ છે. આ તો આખું લશ્કર મહીં છે. પોલીસવાળો, ફોજદાર, એનો ઉપરી એ બધાય આ લશ્કરમાં છે !
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને આ બે વેદક ના હોય ને, દાદા ?
દાદાશ્રી : ના, ‘જ્ઞાની'ને પણ હોય. પણ જ્ઞાની જુએ અને જાણે. કંઇ અપજશ મળે તો આપણે કહીએ કે આ તો તમારો હિસાબ તેથી અપજશ મળ્યો. આપણે તો જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી, તે પાડોશીની જેમ રહેવાનું. આ તો બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ છે. કોઇને દાઢ દુ:ખવા આવે તો એ કેમ એમ નથી વિચારતો કે આ કાયમ દુ:ખતી