________________
છે ! સમકિત થાય તો જાણવું કે ઉકેલ આવ્યો. ૧૪૩૦ મોક્ષમાર્ગ લીધા પછી પ્રગતિ ક્યારેય પણ સંધાય નહીં એ
જ આપણો હેતુ હોવો ઘટે. ૧૪૩૧ સંસારમાં ગમે તે કરશો, તે બધું સંસાર દ્રષ્ટિ છે. જ્યાં સુધી
દ્રષ્ટિભેદ ના થાય, ત્યાં સુધી કશું જ તમે પામ્યા નથી. ૧૪૩૨ પ્રશ્નકર્તા : સંસારની બધી જ ક્રિયાઓ નકામી જાય છે ?
દાદાશ્રી : ના, હેતુ ઉપર આધાર રાખે છે. મુક્તિનો હેતુ હોય તો તેવા સંજોગ મળી આવે. વિષયનો હેતુ હોય તો તેવા
સંજોગ મળી આવે. ૧૪૩૩ “જ્ઞાની પુરુષ' ફક્ત આ દ્રષ્ટિભેદ કરી આપે. “આ સંસાર દ્રષ્ટિ
અને આ આત્મદ્રષ્ટિ' એમ દ્રષ્ટિભેદ કરી આપે. બાકી, પોતાની મેળે કોઈ દહાડો દ્રષ્ટિ બદલાશે નહીં. વિકલ્પીની
દ્રષ્ટિ ક્યારેય નિર્વિકલ્પી થાય નહીં ! ૧૪૩૪ તારો એકલો મોક્ષનો જ હેતુ મજબૂત હશે તો તું જરૂર તે
માર્ગને પામીશ. મોઢે મોક્ષના હેતુ ને અંદરખાને સંસારના
જાતજાતના હેતુ હોય, તે માર્ગને ક્યારેય ના પામે. ૧૪૩૫ જગત બધું કલ્પનાથી ઊભું છે ને કલ્પનારૂપી ધર્મ છે.
વાસ્તવિકતા એ જ નિર્વિકલ્પ છે ! ૧૪૩૬ જગતના ધર્મો એ વિકલ્પ છે. વિકલ્પના બે ભાગ ! એક શુભ
અને બીજો અશુભ. જગતના ધર્મો શુભ વિકલ્પમાં છે અને
મોક્ષ નિર્વિકલ્પમાં છે. ૧૪૩૭ “મારું” અને “હું ગયું, એનું નામ નિર્વિકલ્પ ! ૧૪૩૮ જ્યાં “ઈગોઈઝમ” છે ત્યાં ભગવાન નથી. જ્યાં ભગવાન છે
ત્યાં “ઈગોઈઝમ' નથી.
૧૪૩૯ “ઈગોઈઝમ' બે પ્રકારનાં : એક જીવતું ને બીજું મડદાલ.
જીવતો ઈગોઈઝમ” છે, ત્યાં સુધી આત્માનું લક્ષ કોઈને બેસે
નહીં. ૧૪૪૦ અહંકારના કેન્દ્રથી સંસારનાં બધાં જ લક્ષ સુંદર બેસે !
અહંકારના કેન્દ્રથી “શુદ્ધાત્મા'નું લક્ષ ના બેસે ! ૧૪૪૧ અહંકાર છે તો આત્માનો લાભ ના થાય ને આત્મા છે તો
પછી અહંકારનો લાભ ના થાય. ૧૪૪૨ શું અહંકારનો લાભ હોઈ શકે?! આ અહંકારના લાભ થકી
જ લોકો છોડીઓ પૈણાવે, છોકરા પૈણાવે, બાપ થઈને ફરે, મારાં મારાં કરે ! જગત આખું અહંકારનો જ લાભ ભોગવી
રહ્યું છે અને “જ્ઞાનીઓ’ આત્માનો લાભ ભોગવે. ૧૪૪૩ મુક્તિ “સ્વ-ઉપાર્જિત છે ને સંસાર અહંકાર-ઉપાર્જિત છે ! ૧૪૪૪ ભ્રાંતિ જાય એટલે “જેમ છે તેમ જણાય, એટલે અજ્ઞાન
જાય. અજ્ઞાન ગયું એટલે માયા ગઈ. ભગવાનની માયા ગઈ
એટલે ઉકેલ આવ્યો. ૧૪૪૫ માયા એટલે જે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવી ના દેખાય પણ
જુદા જ સ્વરૂપે દેખાય. ૧૪૪૬ જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે વસ્તુને કલ્પવામાં આવી, એનું
નામ માયા ! ૧૪૪૭ માયા એટલે પોતાના સ્વરૂપની અજ્ઞાનતા ! ૧૪૪૮ જે સંપત્તિનો કેફ ચઢે એ બધું પુગલ. તે પછી વિદ્યા હોય,
જ્ઞાન હોય કે જે હોય તે, એ બધી માયા. એ માયા વળગી,
તે ક્યારે છૂટશે ? ૧૪૪૯ વસ્તુ કે આંખો માયા નથી, પણ ઇન્દ્રિયોનું જે ખેંચાણ થાય