________________
અજ્ઞાન'ના ટેકાથી. ૧૪૧૪ આ સંસાર શેના આધારે છે ? અજ્ઞાનના. જગત સુટેવોને
આધાર આપે છે ને કુટેવોને કાઢ કાઢે કરે છે. આધાર ખસ્યો
કે બધું ગયું ! ૧૪૧૫ આત્મામાં આધાર-આધારી સંબંધ નથી. આધાર-આધારી
સંબંધ આ દુનિયાદારીની “ટેમ્પરરી’ વસ્તુઓના છે ને પરમેનન્ટ' વસ્તુઓના આધાર-આધારી સંબંધ નથી. આ પાંચ ઈન્દ્રિયોથી જે દેખાય છે, તે બધું આધાર-આધારી સંબંધથી
૧૪૧૬ સાપેક્ષ આધારી છે. ‘હું ચંદુભાઈ છું' કહીએ તો તે ઊભો રહે.
હું શુદ્ધાત્મા છું' એવું ભાન થાય, તો ‘તમે' આધાર આપવાનું
છોડી દો, એટલે તે પડી જ જાય. ૧૪૧૭ સંસારમાં આધાર આપે છે કોણ ? પોતે જ. અને પાછું મોક્ષ
જવું છે ! તો નિરાધાર કરવું પડશે. ૧૪૧૮ લોક શું કહે છે ? કર્મ ગણી ગણીને નાશ કરો. એનો પાર
ક્યારે આવે ? અમારી ‘સાયન્ટિફિક' શોધ છે કે “મૂળ’ વસ્તુને જ નિરાધાર કરી નાખો. એટલે બીજું બધું એની મેળે જ પડી
જાય ! ૧૪૧૯ આ જગત આખું “રોંગ બિલિફ’ના આધારે જ ચાલી રહ્યું છે.
સંસારમાં દુ:ખ કેમ છે ? ‘રોંગ બિલિફ’ મળી છે તેથી.
‘રાઈટ બિલિફથી દુઃખ જ નથી. ૧૪૨૦ ‘રાઈટ બિલિફ’ થાય તો જગત જુદી જ જાતનું દેખાય. “રાઈટ
બિલિફ' અવિનાશી તરફ લઈ જાય ને ‘રોંગ બિલિફ’ સંસાર
તરફ લઈ જાય. ૧૪૨ ૧ જ્ઞાન માન્યતા એનું નામ સમકિત. અજ્ઞાન માન્યતા એનું
નામ મિથ્યાત્વ. ૧૪૨૨ બધા જૈનોએ એક માન્યું, આદરવા યોગ્ય શું ? ત્યારે કહે
સમકિત. સમકિત પ્રાપ્ત કરવા માટે અનંત અવતારો છે. સમકિત એટલે સમ્યક્ દર્શન ને આ મિથ્યા દર્શન છે, “હું
ચંદુભાઈ છું' એ તમારી શ્રદ્ધા મિથ્યા શ્રદ્ધા છે. ૧૪૨૩ સ્વભાવને પામવું, એનું નામ જ સમકિત. ૧૪૨૪ સ્વરૂપની માત્ર શ્રદ્ધા જ બેસે, તો જગતમાં કોઈ જગ્યાએ ડર
લાગે જ નહીં, ભય જતો રહે. ૧૪૨૫ મહીં આત્મા બેઠો છે, તેના પર જો શ્રદ્ધા હોય તો આ
જગતમાં દરેક ચીજ તમારી પાસે આવે એવું છે. ૧૪૨૬ ભગવાન તો એમ કહે છે કે તું મને કાં તો એમ કહી દે કે મારે
ભગવાન જ જોઈએ છે અથવા તો એમ કહી દે કે મને સંસાર જોઈએ છે, તો તે તને આપું.” આ લોકોને ભગવાન જોઈએ છે
જ ક્યાં ? એમને તો ઘર જોઈએ, બૈરી-છોકરાં જોઈએ. ૧૪૨૭ કોઈને છંછેડીને ક્યારેય મોક્ષે ના જવાય. કોઈ આપણને
છંછેડે તો શાંતિ રાખવી. છંછેડ્યાનો બદલો લેવા જઈએ તો
મોક્ષ ગયો ! ૧૪૨૮ સમકિત એટલે સવળી દ્રષ્ટિ. આ અવળી દ્રષ્ટિ તો શું કરે ?
આણે મારું નુકસાન કર્યું, આણે મને ફાયદો કર્યો, આણે મારું અપમાન કર્યું, મને દુઃખ દીધું, આણે સુખ આપ્યું” કહેશે. દુ:ખ દેનારો કે સુખ આપનારો કોઈ છે જ નહીં બહાર ! બધું અંદર
જ છે. ૧૪૨૯ ક્રોધ-માન-માયા-લોભ એ જ દુઃખ આપનાર છે અને એ જ
તમારા દુશ્મન છે. બહાર કોઈ દુશ્મન નથી. બહાર તો નિમિત્ત છે. દ્રષ્ટિ અવળી છે તે નિમિત્તને બચકાં ભરાવડાવે