________________
૧૩૨૦ જેને જગતમાં ગૂંચવાડો જાય, એ “સંપૂર્ણ પુરુષ' કહેવાય. ૧૩૨૧ જગત મુંઝામણથી સપડાયું છે, દર્દોથી નહીં. દર્દી એ તો
મુંઝામણથી થાય છે. આ ઝાડને કંઈ દર્દો થાય છે ?! આ
કાગડાને કંઈ ‘પેરાલીસિસ’ કે ‘હાઈ બ્લડપ્રેશર’ થાય છે ?! ૧૩૨૨ જે ગૂંચાયેલા હોય ત્યાં તમે તેને વધારે ના ગૂંચવો તો ફાયદો
થાય. અગર તો તેની ગૂંચ કાઢો તો ખૂબ ફાયદો થાય. પણ
ગૂંચવાયેલાને ગૂંચવે તો શું થાય ? મહીં ભગવાન બેઠા છે ને ! ૧૩૨૩ નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થાય એટલે
‘હાશ’ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ
હાશ” કરવા જેવું નથી. કારણ કે “ટેમ્પરરી’ છે ! ૧૩૨૪ લક્ષ્મી સહજભાવે ભેગી થતી હોય તો થવા દેવી પણ તેના
પર ટેકો ના દેવો. ટેકો દઈને ‘હાશ' કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે પહેલેથી ચેતીને ચાલો કે
જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય. ૧૩૨૫ મહીં અનંત શક્તિ છે. તમે મહીં વિચાર કરો. તે જેવું
વિચારો, તેવું બહાર થઈ જાય ! પણ આ તો મહેનત કરીને, વિચારોની પાછળ પડે છે તો ય બહાર તેવું થતું નથી, એટલી
બધી નાદારી ખેંચી છે મનુષ્યોએ ! કળિયુગ આવ્યો છે ! ૧૩૨૬ ભગવાને કહ્યું, હિસાબ માંડશો નહીં. ભવિષ્યકાળનું જ્ઞાન
હોય, તો હિસાબ માંડજો. અલ્યા, હિસાબ માંડવો હોય, તો
કાલે મરી જઈશ એનો હિસાબ માંડને ?! ૧૩૨૭ પ્રામાણિકતાથી વેપાર કરજે. પછી જે થાય તે ખરું. પણ
હિસાબ માંડીશ નહીં ! ૧૩૨૮ એક ધંધાના બે છોકરા ! એકનું નામ ખોટ ને એકનું નામ
નફો. ખોટવાળો છોકરો કોઈને ગમે નહીં, પણ બે હોય જ
એ તો, બે જન્મેલાં જ હોય. ૧૩૨૯ પૈસાની પાછળ જ પડ્યા છે તે ક્યાંથી પૈસો લેવો, ક્યાંથી
પૈસો લેવો. અલ્યા, સમશાન(સ્મશાન)માં શાના પૈસા ખોળો છો ? આ સંસાર તો સમશાન જેવું થઈ ગયું છે. પ્રેમ જેવું કશું દેખાતું નથી. પૈસા જે રીતે આવવાના છે, એનો રસ્તો કુદરતી છે. “સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' છે. તેની પાછળ આપણે પડવાની શી જરૂર ? એ જ આપણને
મુક્ત કરે તો બહુ સારું ને બાપ !! ૧૩૩૦ લક્ષ્મી ક્યારે ના મળે ? લોકોની કૂથલી, નિંદામાં પડે ત્યારે.
મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા અને વાણીની સ્વચ્છતા
હોય તો લક્ષ્મી મળે ! ૧૩૩૧ ખરી રીતે છેતરનારા એ જ છેતરાય છે ! ને છેતરાયેલો
અનુભવને પામે છે, ઘડાય છે. જેટલું ખોટું નાણું હોય, તેટલું જ લૂંટાઈ જાય ને સાચું નાણું હોય, તો તેનો સઉપયોગ
થાય ! ૧૩૩૨ ‘સમજીને છેતરાવા' જેવી પ્રગતિ આ જગતમાં કોઈ પણ નથી.
આ સિદ્ધાંત બહુ ઊંચો છે. ૧૩૩૩ જે જાણી-બુઝીને છેતરાય તે મોક્ષનો અધિકારી ! ૧૩૩૪ વિશ્વાસઘાત થાય તો ભાઈબંધને ય છોડી દે. અલ્યા, ના
છોડાય ! મહીં પરમાત્મ શક્તિ છે અને ‘સ્વરૂપજ્ઞાન' પ્રાપ્ત
થાય તો પરમાત્મ દશાં ય આવી જાય ! ૧૩૩૫ જ્યાં સુધી અહંકાર શૂન્યતાને ના પામે ત્યાં સુધી સંસારમાં
ભય, ભય ને ભય જ છે. ૧૩૩૬ આ ભય અહંકારને જ છે. જ્ઞાની પુરુષને અહંકાર નથી તો
તેમને કોઈ પણ પ્રકારનો ભય નથી.