________________
પ્રખ્યાતનામ કહેવાયેલો નહીં, પણ ખ્યાતનામ કહેવાયેલા.
પ્રખ્યાત એ “એબોવ નોર્માલિટી'થી હોય છે. ૧૨૯૯ જે જેનો “પ્રોપેગેન્ડા' કરે, તે પ્રખ્યાતિમાં આવે અને ગુપ્ત રહે
તે ખ્યાતિમાં આવે. કિંમત ખ્યાતિની છે, પ્રખ્યાતિની નહીં ! ૧૩00 જ્યાં કંઈ પણ ‘પોલીશ” છે ત્યાં ઊભા રહેશો નહીં, નહીં
તો ફસાઈ પડશો. ૧૩૦૧ જ્યારે (?) ધર્મમાં પૈસાનો વ્યવહાર બંધ થઈ જશે, ત્યારે ધર્મ
શોભા આપશે ! ૧૩૦૨ “લાઈફ’ ભોગવતાં ભોગવતાં મોક્ષે જવા માટે છે. “એબોવ
નોર્મલ’ કે ‘બિલો નોર્મલ’ ના જોઈએ. ‘લાઈફ’ તો નોર્મલ
જોઈએ. ૧૩૦૩ આપણે સીધા થવાની જરૂર છે, સાધુ થવાની જરૂર નથી. ૧૩૦૪ પુરુષોને માટે સ્ત્રીઓ એ “કાઉન્ટર વેઈટ' છે. તે ઓછું પડે
ત્યાં છોડીઓ “કાઉન્ટર વેઈટ' છે. “કાઉન્ટર વેઈટ' વિના
ચાલે જ નહીં. નહીં તો ઊથલી પડે ! ૧૩૦૫ જેટલું ‘ફ્રી ઓફ કોસ્ટ’ છે એ બધું ફરજિયાત છે. ૧૩૦૬ આ જગતમાં કોઈ ચીજ મફત ના હોય. તમારું જ છે, તે
તમારી સામે આવે છે ! ૧૩૦૭ ખરો સ્વાર્થી હોય એ પરમાત્મા થાય ! આ તો પરાર્થ કહેવાય.
સ્વાર્થી તે ‘સ્વ'નો અર્થ કરી લે. ૧૩૦૮ સાચો પોતાનો સ્વાર્થ તો પોતાનો મોક્ષ અને પોતાનું સ્વરૂપ’
એ જ. ૧૩૦૯ પરમાર્થ કરતાં કરતાં સ્વાર્થ પ્રાપ્ત થાય. સ્વાર્થને માટે જ
પરમાર્થ કરવાનો છે અને સ્વાર્થ આવ્યા પછી પરમાર્થ
કરવાનો રહેતો નથી. ૧૩૧૦ આચરણમાં દુર્ગધ શેનાથી ફેલાય છે? ઈગોઈઝમ' ને બીજા
દુર્ગુણથી. ૧૩૧૧ જે હર્ષ પામે, તને શોક પામવાનો વખત આવે. ૧૩૧૨ લોકો વ્યવહારમાં ચોંટી પડે છે, એ એમની ભૂલ છે. ચોંટી
પડે છે, તેથી તે આ જગતનો માર ખાવો પડે છે. ૧૩૧૩ માયા એટલે ઘોર અજ્ઞાનતા. અજ્ઞાનતાને લઈને આ દુઃખ છે.
આ જગતમાં દુઃખ હોય નહીં. દુઃખ હોય તો બધાને હોવું
જોઈએ. ૧૩૧૪ ધર્મથી માયાની લૂંટ બંધ થઈ જાય ને અધર્મથી માયાની લૂંટ
ચાલુ થઈ જાય. ૧૩૧૫ જ્યાં અજવાળું થયું ત્યાં માયા ના આવે. અંધારું થયું કે માયા
પેસી જાય. “જ્ઞાની પુરુષ' તમને કાયમની માયા જતી રહે
એવું કરી આપે. ૧૩૧૬ માયારહિત સુખ એ સાચું સુખ કહેવાય. ૧૩૧૭ જન્મ માયા કરાવે છે, લગ્ન માયા કરાવે છે ને મરણ પણ
માયા કરાવે છે. પણ આમાં શરત એટલી કે સામ્રાજ્ય માયાનું નથી. સામ્રાજ્ય તમારું છે. તમારી ઈચ્છા વગર ના થાય. તમે ગયા અવતારે જે સહી કરી આપો છો, તેનું ફળ માયા
આપે છે. ૧૩૧૮ આ ‘રિલેટિવ' જોઈને જ ગૂંચારો ઊભો થયો, એનું નામ
સંસાર ! જો ‘રિયલ’ જોયું હોત, તો આવું હોત જ નહીં ! ૧૩૧૯ સાચી વાત છે ત્યાં ગૂંચ નથી ને સાચી વાત નથી ત્યાં રમકડાં
રમાડવાની ગૂંચમાં જ છે.