________________
૧૦૯૩ મન જ મોક્ષે લઈ જનારું છે અને સંસારમાં રઝળાવનારું ય
મન છે. ફક્ત એને છતું કરવાની જરૂર છે. ઊંધું થઈ ગયું
છે, તેને છતું કરવાની જરૂર છે. ૧૦૯૪ “ડીપ્રેશન'ના આધારે કે “એલીવેશન'ના આધારે જે વિચારો
આવે છે તે બધા વિચારો ખોટા છે. “નોર્માલિટી’થી જે વિચારો
આવે છે તે જ “કરેક્ટ' છે. ૧૦૯૫ વિચારો તો એક મરેલી વસ્તુ છે, જીવતી વસ્તુ નથી. મરેલી
વસ્તુમાં “પોતે તન્મયાકાર થાય, તો તે જીવતી થાય. ૧૦૯૬ મનને વશ કરવું એટલે ચૌદ લોકના નાથને વશ કરવા જેવું
૧૦૯૭ જ્યાં આપણું જ મન આપણા કહ્યામાં નથી રહેતું, તો બીજાનું
મન આપણા કહ્યામાં શી રીતે રહે ? એવી આશા જ ના
રખાય. ૧૦૯૮ નિયમ એવો છે કે જેનું જે વિષયમાં મન વશ થયું હોય, તે
બીજાનું તે વિષયમાં મન વશ કરી શકે. ૧૦૯૯ જેને પારકાનાં મન વશ રહે એ “જ્ઞાની'. પોતાનું મન વશ
સંપૂર્ણપણે વર્તે ત્યાર પછી બીજાનું મન વશ તમને વર્તે. પણ
પોતાનો જ ડખો છે હજુ, ત્યાં સુધી કેમ વર્તે ? ૧૧00 મનથી પર કોણ થઈ શકે ? મન જેણે જીત્યું હોય તે. ૧૧૦૧ મનને ગમતી વાત આવે ત્યારે મનને છૂટું રાખે તો મન
વશ થાય. ૧૧૦૨ “અજ્ઞાન' સ્પંદન કરે છે અને “જ્ઞાન' સ્પંદનને બંધ કરે છે. ૧૧૦૩ અનાત્મ વિભાગના ધક્કાને લઈને ભગવાનને ધક્કો વાગ્યો
છે. સ્પંદનોમાંથી સ્પંદનો ઊભાં થયાં છે. હવે સ્પંદનો કેમ બંધ
કરવાં એ “જ્ઞાન” “અમે આપીએ છીએ. ૧૧૦૪ જગતનાં આંદોલનનું અનુકરણ કરવાથી સંસાર ઊભો છે અને
પ્રતિકરણથી મુક્ત થાય છે. ૧૧૦૫ આપણે જે સ્પંદનો કર્યા તે જ આપણી પર ઊડ્યાં.
અણસમજણમાં જે ક્રિયા કરી, તેની જ પ્રતિક્રિયા થાય છે. ૧૧૦૬ આ જગતમાં બધી ક્રિયાઓ થઈ રહી છે, એ બુદ્ધિથી જ થાય
છે. જ્ઞાનની એમાં જરૂર નથી. “જ્ઞાન” જ્ઞાનમાં જ છે. અને
બુદ્ધિની જે ક્રિયા થાય છે, એને ય “જ્ઞાન' જાણે છે ! ૧૧૦૭ ક્રિયામાત્ર બંધન છે. મોક્ષને માટે ક્રિયાની જરૂર નથી. મોક્ષને
માટે જ્ઞાનક્રિયાની જરૂર છે. અજ્ઞાનક્રિયા એ બંધન છે. અહંકારી ક્રિયાને અજ્ઞાનક્રિયા કહેવામાં આવે છે ને
નિર્અહંકારી ક્રિયાને જ્ઞાનક્રિયા કહેવામાં આવે છે. ૧૧૦૮ આત્મા પ્રાપ્ત થયા સિવાય કોઈ જગ્યાએ દ્રષ્ટિરાગ કરવા જેવું
નથી, કોઈ જગ્યાએ અભિનિવેષ કરવા જેવું નથી, અટકવા
જેવું નથી. ૧૧૦૯ આ ‘રિયલ’ વસ્તુ છે, વાસ્તવિક છે અને વાસ્તવિક બધું જ
ક્રિયાકારી હોય. ૧૧૧૦ આ જગતમાં જે જે ક્રિયાઓ દેખાય છે, એ પૂરણ કરેલી ગલન
થઈ રહી છે. એમાં કશું લેવા-દેવા નથી માણસને. એમાં જ એ અહંકાર કરે છે કે “મેં સામાયિક કર્યું, હિસાબ બંધાયો !
ઝપટાયો ! ગર્વરસમાં જ મઝા કર્યા કરે ! ૧૧૧૧ પાંચ સામાયિક કરે તો કહે, “મેં પાંચ કરી’ એમ કરીને
ગર્વરસ લે. ખરી રીતે શું કહેવું જોઈએ, કે ભગવકૃપાથી
પાંચ સામાયિક થયાં. ગર્વરસ ના લેવાય. ૧૧૧૨ “મેં કેવું સરસ કર્યું' કરીને ગર્વરસ ભોગવે છે. ગર્વરસ બહુ