________________
ભારે હોય. તે આત્માને નીચે ઢસડી જાય. ૧૦૭૩ પૌગલિક માટી એવી છે કે નીકળવાનો પ્રયત્ન કરે તો વધારે
ને વધારે ખૂંચતો જાય. ૧૦૭૪ ‘પુદ્ગલ’ તો આત્માની જેલ છે. ૧૦૭૫ પુદ્ગલ એટલે શું? ‘પૂરણ-ગલન’, ‘ક્રેડીટ એન્ડ ડેબીટ’ અને
જો આત્મા જાણીશ, તો મોક્ષ થશે. ૧૦૭૬ જે પુદ્ગલનો રક્ષક થયો, તે “જ્ઞાની' નહીં. જ્ઞાની તો
આત્માનો, સ્વભાવનો જ રક્ષક હોય. ૧૦૭૭ લોકપૂજ્ય થયા પછી મોક્ષે જવાશે, એમ ને એમ ના જવાય.
લોકનિંદ્ય એ તો અધોગતિનું કારણ કહેવાય. ૧૦૭૮ જ્યારે આંખમાં કોઈ પણ પ્રકારનું ઝેર નહીં રહે, મુક્ત હાસ્ય
દેખાશે, ત્યારે લોક તમારાં દર્શન કરશે ! ૧૦૭૯ જેનાં વાણી, વર્તન ને વિનય મનોહર થાય તે લોકપૂજ્ય થાય. ૧૦૮૦ લોકપૂજ્ય થયેલો હોય, તેને કામના ના હોય. અપૂજ્ય થયેલો
હોય, તેને કામના હોય. ૧૦૮૧ આંખમાં સ્થિરતા અને ચિત્ત પ્રસન્નતા-આ બે જ્યાં હોય ત્યાં
દર્શન કરીએ તો લાભ થાય. ૧૦૮૨ ખરું સુખ કોને કહેવાય છે ? ‘ચિત્ત પ્રસન્નતાને'. જેને ચિત્ત
પ્રસન્નતા મળી ગઈ, એને અહીં સંસારમાં ભીખ માગવાની
જરૂર જ નહીં ! ૧૦૮૩ ચિત્ત પ્રસન્નતાને ભગવાને સુખ કહ્યું. કોઈ ગાળ ભાંડે, ગજવું
કપાય તો ય ચિત્ત પ્રસન્નતા ના જાય ! રાતે બે વાગે ય ચિત્ત પ્રસન્નતા ના જાય !
૧૦૮૪ ચિત્ત પ્રસન્નતા હોય, તેને જ મોક્ષમાં પેસવા દે. ૧૦૮૫ ચિત્ત પ્રસન્નતા સાથે ‘ઇગોઈઝમ' હોય ખરો ને ના પણ હોય.
ચિત્ત પ્રસન્નતા સાથે “ઇગોઇઝમવાળા કેટલાંક સંતપુરુષો હોય. ચિત્ત પ્રસન્નતાથી શરૂઆત થાય, તે ઠેઠ “ઇગોઇઝમ' ખલાસ થાય ત્યાં “એન્ડ' આવે. પણ જ્યારથી ચિત્ત પ્રસન્નતાની શરૂઆત થાય, ત્યારથી એનાં દર્શન કરાય અને નિર્અહંકારી પુરુષ ને ચિત્ત પ્રસન્નતા, આ બેઉ હોય તેની
તો વાત જ જુદી ! ૧૦૮૬ ચિત્ત પ્રસન્ન થાય એટલો વખત જગત વિસ્મૃત રહે. ૧૦૮૭ આ જગતમાં ચિત્ત એકાગ્ર કરવાનાં સ્થાન જ નથી. ચિત્ત
સ્થિર થયા વગર ચિત્ત પ્રસન્ન થાય જ નહીં. મનની
સ્થિરતાનાં સ્થાન છે, પણ ચિત્તની સ્થિરતાનાં સ્થાન નથી. ૧૦૮૮ મનની સ્થિરતાવાળું સ્થાન એટલે સ્થિર મનવાળા મહાત્મા
હોય, તેમનાં દર્શન કરવાથી સામાનું મન સ્થિર થાય, પણ
ત્યાં ચિત્તનું ઠેકાણું ના હોય. ૧૦૮૯ ચિત્ત પ્રસન્નતા વગર મુક્ત થવાય નહીં. ૧૦૯૦ શુદ્ધ ચિત્ત એ જ પરમાત્મા છે. ૧૦૯૧ મન સ્થિર હોય એટલે સ્પંદન ના થાય, એટલે ફળ મળે. જો
જોડે જોડે ચિત્ત શુદ્ધિ હોય તો તો કામ જ કાઢી નાખે ને ! ૧૦૯૨ મન સ્થિર હોય ત્યાં સુધી કંઈ જ બગડે નહીં ને ચંચળ થયું
એટલે બગડે. ભગવાન કોઈને આપતાં નથી ને લેતાં નથી, પણ ભગવાન પરમાનંદી સ્વભાવના હોવાથી તેમાં મન સ્થિર થયું એટલે બહારનાં બધાં કાર્યો સારાં થાય. જો ભગવાન આપતાં કરતાં હોતને તો તે પક્ષપાતી થયા કહેવાય. આ તો સાયન્સ' છે કે મન ડગ્યું કે પેલું ડગ્યું.