________________
આપ્તસૂત્ર ના મળે ?! ૮૭૨ ‘જ્ઞાની' કોઈ દિવસ રૂપિયા ગણવામાં પોતાનો સમય ના
બગાડે, એમાં ઉપયોગ વેડફાય. જ્યાં “ઇન્ટરેસ્ટ', ત્યાં
ઉપયોગ ! ૮૭૩ બે અર્થે લોક જીવે છે : આત્માર્થે જીવે, તે તો કો'ક જ
માણસ હોય. બીજાં બધાં લક્ષ્મીના અર્થે જીવે છે. આખો
દહાડો લક્ષ્મી, લક્ષ્મી ને લમી ! ૮૭૪ સમાધિ ક્યારે આવશે ? વહાલી ચીજ વહેતી મૂકાય ત્યારે ! ૮૭૫ લક્ષ્મી ‘લિમિટેડ’ છે અને લોકોની માગણી “અનલિમિટેડ
આપ્તસૂત્ર ૮૬૨ પોતાના ઉપયોગમાં ક્યારે કહેવાય ? બધી ઈચ્છા મંદ થઈ
જાય ત્યારે ! ૮૬૩ આખા જગતના તમામ જીવોનું જ્ઞાન એક જ આત્મામાં છે,
પણ જે જ્ઞાન અહંકારને ને બધાને શેયસ્વરૂપે જોઈ શકે, તે જ્ઞાનને જ ફક્ત ‘જ્ઞાન' કહ્યું. પણ એ તો અંશજ્ઞાન છે, પણ ત્યારથી ઉપયોગ કહેવાય. “જ્ઞાન” જ્યાં છે ત્યાં ઉપયોગ અંશે
કે સર્વાશ હોય. ૮૬૪ સંપૂર્ણ “શુદ્ધ ઉપયોગ’ એ “કેવળજ્ઞાન’! ૮૬૫ જ્ઞાન ક્યારેય અજ્ઞાન થતું નથી, પણ ઉપયોગ બદલાય છે
એને જ અજ્ઞાન કહ્યું છે. હું ચંદુભાઈ છું” એ શુભાશુભ ઉપયોગ. ‘શુદ્ધાત્મા છું' એ શુદ્ધ ઉપયોગ’. શુભાશુભના ઉપયોગથી સંસારમાં પ્રતિષ્ઠા
ઊભી થઈ ! ૮૬૭ જેને વીતરાગના માર્ગે ચાલવું છે, એણે અશુભમાંથી શુભનો
ઉપયોગ રાખવો જોઈએ. અને મોક્ષે જવું હોય, તેણે ‘શુદ્ધ ઉપયોગ’ રાખવો જોઈએ. મોક્ષે જવું હોય, તેણે શુભાશુભની
ભાંજગડમાં પડવું નહીં. બન્ને નિકાલી બાબત રાખવી. ૮૬૮ ‘શુદ્ધ ઉપયોગ’ એટલે પરમાત્મ સ્વરૂપ. ૮૬૯ ઉપયોગ એ જાગૃતિ ગણાય. ૮૭૦ જેટલો ઉપયોગ રહ્યો તેટલી સત્તા ઉત્પન્ન થઈ ગઈ. પાંચ
કલાક ઉપયોગ રહ્યો તો પાંચ કલાક સત્તા ઉત્પન્ન થઈ. સંપૂર્ણ સ્વસત્તા ઉત્પન્ન થઈ ગઈ તો ભગવાન થઈ ગયો ! સંસારમાં ના રહ્યો કોને કહેવાય ? જેને પર ઉપયોગ જ ના હોય તેને. “” એક ક્ષણવાર પણ સંસારમાં રહેતો નથી. જે સંસારમાં રહેતા ના હોય ત્યાં મોક્ષ મળે. એમની કૃપાથી શું
૮૭૬ ખાવાની જરૂર નથી ? સંડાસ જવાની જરૂર નથી ? જરૂર
છે, તેમ લક્ષ્મીની પણ જરૂર છે. જેમ સંડાસ સંભાર્યા
સિવાય થાય છે, તેમ લમી પણ સંભાર્યા સિવાય આવે છે. ૮૭૭ કમાણી હોય, ત્યારે ખેદ કરવાનો કે ક્યાં વાપરીશું ? ને ખર્ચો
આવે ત્યારે મજબૂત થવાનું કે દેવું ચૂકવવાના સંજોગ મળ્યો.
કમાણી એ જવાબદારી છે ને ખર્ચો એ ફેડવાનું સાધન છે. ૮૭૮ પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં, જે વખતે
જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને
લોભ છૂટે, ને ફરી ફરી અપાય. ૮૭૯ પૈસા ખોટે રસ્તે ગયા તો “કંટ્રોલ કરી નાખવો. ને પૈસા
સારા રસ્તે વપરાય તો ‘ડીકંટ્રોલ' કરી નાખવાનો. ૮૮૦ નાણાંના અંતરાય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી કમાવાની
ઇચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલેબંધ આવે.