________________
આપ્તસૂત્ર
૮૯
૮૪૨ ધર્મ તો એવી ગુપ્ત વસ્તુ છે કે કોઈને ય ખબર ના પડે. મંદિરમાં પેસવાથી કે પુસ્તક વાંચવાથી ધર્મધ્યાન ના થાય.
ચિત્ત ક્યાં જાય છે તેના પરથી છે !
૮૪૩ ધર્મધ્યાન પાળે, તેનું ફળ સમ્યક્ દર્શન છે.
૮૪૪
૮૪૫ ધર્મધ્યાન એ પરોક્ષ મોક્ષનું કારણ છે ને શુક્લધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષની લબ્ધિ છે.
પોતાની જાતને જાણવાનું આવડવું જોઈએ. અને આ ના આવડે, તો ધર્મધ્યાન આવડવું જોઈએ. ધર્મધ્યાન ના આવડ્યું, તો ફરી મનખો ગયો. અને ‘પેલું’ ના આવડ્યું, તો મોક્ષ નહીં મળે.
૮૪૬ દુર્ધ્યાન ના થાય, તે માટે તું જે ઉપચારો કરીશ, તે જ ધર્મધ્યાન છે !
૮૪૭ વિષયી સુખોમાં ગમતા - અણગમતા ભાવ ઉત્પન્ન થાય, તેમાં સહિષ્ણુતા રાખીને, કોઈના ઉપર આરોપ ભાવ ન કરવો, એ ધર્મધ્યાન છે !
૮૪૮ દુઃખ એ અશાતા વેદનીય છે, દુઃખનાં પરિણામ એ આર્તધ્યાન
છે !
૮૪૯ ‘સાચું જ્ઞાન’ હોય ત્યાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઈ જાય. એટલે પછી સંસારનાં કર્મો બંધ થઈ જાય.
૮૫૦ શુકલધ્યાન સિવાયનાં જે જે ધ્યાન છે, તેમાં તાદાત્મ્ય અધ્યાસ થાય, તો સંસાર ઊભો થાય !
૮૫૧
૮૫૨
આ જગત ‘જેમ છે તેમ’ યથાર્થ દેખી શકે, ‘રિલેટિવ’ અને ‘રિયલ’ યથાર્થ દેખી શકે તે શુક્લધ્યાન.
મન અને આત્મા તન્મયાકાર થાય, તો જ આર્તધ્યાન કહેવાય. અને જે પોતાને ખબર ના પડે કે આર્તધ્યાન થયું
Co
૮૫૩ શુક્લધ્યાનપૂર્વકની નિર્જરા, એનું ફળ મોક્ષ અને ધર્મધ્યાનપૂર્વકની નિર્જરા એનું ફળ બહુ જબરજસ્ત પુણ્ય હોય ! પુણ્યાનુબંધી પુણ્ય બંધાય !
૮૫૪ દેહમાં ધર્મધ્યાન હોય તો જ આત્મામાં શુક્લધ્યાન હોય ! શુદ્ધ ઉપયોગ એટલે સામાના આત્માને અને દેહને જુદા જોઈ શકે તે. ‘હું શુદ્ધાત્મા છું' એવું નિરંતર ધ્યાન રહે તે શુકલધ્યાન !
૮૫૫
૮૫૬
આપ્તસૂત્ર
છે. અને આ આર્તધ્યાન થયું તેવી ખબર પડી, તો તે આર્તધ્યાન ના કહેવાય, તો તે મન છે !
૮૫૭ શુક્લધ્યાનમાં જગત આખું નિર્દોષ દેખાવાની શરૂઆત થાય, અને ધર્મધ્યાનમાં સામો દોષિત દેખાય છતાં ઠરાવે નિર્દોષ, એનું નામ ધર્મધ્યાન - ‘સામાનો શો દોષ છે ? એ તો નિમિત્ત છે. આ મારાં જ કર્મનાં ઉદયથી એ મને ભેગો થયો છે ’!
૮૫૯
૮૫૮ શુકલધ્યાન પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. ધર્મધ્યાન પરોક્ષ મોક્ષનું કારણ છે. આર્તધ્યાન પશુગતિનું કારણ છે. રૌદ્રધ્યાન નર્કગતિનું કારણ છે.
૮૬૦
નિરંતર પોતાનું ‘શુદ્ધ’ જુએ અને બીજાનું ‘શુદ્ધ’ જુએ, તે શુદ્ધ ઉપયોગ !
૮૬૧
‘શુક્લધ્યાન' એટલે તત્ત્વસ્વરૂપનું ધ્યાન. ‘ધ્યાન' એ સ્વાભાવિક વસ્તુ છે. અને ‘શુદ્ધ ઉપયોગ’માં જાગૃતિપૂર્વકનો પુરુષાર્થ કરવો જોઈએ.
‘આ કોણ કરે છે ? હું કોણ છું ? આ બધું શું છે ? કર્તા કોણ ? આનું નિમિત્ત કોણ ?’ આ બધું ‘એટ એ ટાઈમ’ જેમ છે તેમ હાજર રહે, તે ‘શુદ્ધ ઉપયોગ’!
‘શુદ્ધ ઉપયોગી’ને આ જગતમાં કશું જ અડે એવું નથી.