________________
આપ્તસૂત્ર
૪૮૭ લોકમત એ ‘રીલેટિવ ધર્મ’ છે અને ‘જ્ઞાની’ મત એ મર્મ છે, ‘રીયલ ધર્મ’ છે. લોકમતની વિરુદ્ધ, વ્યવહાર ધર્મ (રીલેટિવ) ધર્મ જ નથી.
૪૮૮‘રીલેટિવ ધર્મ’ શું કહે છે ? સાપેક્ષમાંથી નિરપેક્ષનું શોધન કરો. જો કુદરતની કૃપા ઊતરે તો સાપેક્ષ કરતાં કરતાં મહીં સમ્યક્ દર્શનનું ઝરણું ફૂટે !
૪૮૯
૪૯૦
૫૩
જવાનો. જોડે કશું ના આવે. ‘શુદ્ધાત્માનો ચોપડો’ ખૂલ્યો ત્યારથી એમાં ચોક્કસ રહેવાનું.
૪૯૧
૪૯૨
‘રીયલ ધર્મ’ તેનું નામ કે દરેક સંજોગોમાં સમાધાન રહે અને ‘રીલેટિવ ધર્મ'માં મનના સમાધાનના રસ્તા ખોળે.
મન જેટલું સમાધાન પામે તેટલું નાશ પામે અને સંપૂર્ણ સમાધાન પામે, તો સંપૂર્ણ વિલય થાય !
મન તો વીતરાગ છે. પણ ‘પોતે’ એમાં ભળે છે. તું કૂવામાં પડે, તેમાં મન શું કરે ? મનથી છેટા થયા એટલે આત્મ
દ્રષ્ટિવાળા થયા. તે પરમાત્મા થવાની તૈયારી થઈ.
મન પ્રત્યાઘાતી છે. આપણે આઘાત કરેલા, તેના પ્રત્યાઘાત છે. આઘાત બંધ કરી દઈએ એટલે પ્રત્યાઘાત બંધ થઈ જાય.
૪૯૩ અનામી થાય ત્યારે નનામી ના નીકળે !
૪૯૪ આયુષ્યનો કાળ બદલી શકાતો નથી પણ ગતિ ફેરફાર થઈ જાય છે. ટિકિટ ફેરફાર થઈ શકે પણ મરણ ફેરફાર ના થઈ શકે. મરતી વખતે યા મતિઃ સા ગતિઃ’
૪૯૫ મરી જાય એટલે સંસારીને ટાઈમ ભૂલાડે ત્યારે ભૂલે ને જ્ઞાની તે જ ક્ષણે ભૂલી જાય. બહાર જાય અને મરી જાય, તે બેઉ સરખું છે.
૫૪
૪૯૬
૪૯૭
૪૯૮ જેનો ઉપાય નથી, તેની ચિંતા શી ? મરણનો ઉપાય નથી, તેથી તેની કોઈ ચિંતા કરે છે ?
૫૦૦
આપ્તસૂત્ર
ત્રીજા ભાગનું આયુષ્ય રહ્યા પછી માણસે ચેતીને ચાલવું જોઈએ કે હવે આવતા ભવના ફોટા પડશે.
૪૯૯ ચિંતા કેમ થાય છે ? વિચારો આવે ને તેમાં તન્મયાકાર થાય છે, તેથી ચિંતા થાય છે.
ચિંતા એ ‘ગ્રેટેસ્ટ ઈગોઈઝમ’ છે.
જ્યાં ધર્મ છે ત્યાં ચિંતા નથી અને જ્યાં ચિંતા છે ત્યાં ધર્મ નથી.
૫૦૧
આ દુનિયામાં તને ‘આવ્યા-ગયા' દેખાય છે, પણ ખરી રીતે કોઈ આવ્યા નથી ને ગયા ય નથી. ‘આવ્યા-ગયા’ દેખાય છે, તે ભ્રાંતદ્રષ્ટિ છે.
૫૦૨
ધર્મમાર્ગ અને મોક્ષમાર્ગ એ બે જુદી વસ્તુ છે. જેને અશુભમાંથી શુભમાં જવું હોય, જેને ભૌતિક સુખોની ઈચ્છા હોય તેને માટે ધર્મમાર્ગ બતાવ્યો છે, કે તમે આમ કરજો ને તેમ કરજો.
૫૦૩ જેને મોક્ષે જવું હોય, તેને ક્રિયાઓની જરૂર નથી. જેને દેવગતિમાં જવું હોય, ભૌતિક સુખો જોઈતાં હોય, તેને ક્રિયાઓની જરૂર છે. મોક્ષે જવું હોય તેને તો ‘જ્ઞાન’ અને ‘જ્ઞાનીની આજ્ઞા’ આ બેની જ જરૂર છે.
૫૦૪ એક જ્ઞાન-ધારા ને એક કર્તવ્ય-ધારા. એમ બે ધારાઓ જુદી
જ ચાલે છે. પણ આ ચા ને કઢી ભેગી કરીએ તો બેભરમું થઈ જાય. તેમ આ બે જ્ઞાન-ધારા ને કર્તવ્ય-ધારા અજ્ઞાનીઓની ભેગી થઈ ગઈ છે, તેથી તેઓ બેબાકળા થઈ ગયા છે. ૫૦૫ ક્રિયાઓ ‘થાય છે’ અને ક્રિયાઓ ‘કરવી જોઈએ' એ બેમાં