________________
આપ્તસૂત્ર ૪૭૬ મારવાથી જગત ના સુધરે, વઢવાથી કે ચિઢાવાથી કોઈ
સુધરે નહીં. કરી બતાવવાથી સુધરે છે. જેટલું બોલ્યા તેટલું
ગાંડપણ. ૪૭૭ છોકરા જોડે તમે ચિઢાવ તો એ નવી ‘લોન’ લીધી કહેવાય.
જૂની લોન તો હજી પૂરી થઈ નથી ! ચિઢાવું એ તો ‘કોન્ટ્રાક્ટના બહારની ‘એકસ્ટ્રા આઈટમ” કહેવાય. આનાથી
જ નવાં દેવાં ઊભાં કરતો જાય છે. ૪૭૮ પોતાને ગમતું હોય તો જ આ જગત ચોંટે. નહીં તો ચોંટે તેવું
નથી.
આપ્તસૂત્ર
૫૧ ૪૬૬ પોતાના હિતનું ભાન ને સંસારનાં હિતાહિતનું ભાન - બન્ને
ઉત્પન્ન થાય પછી જ મોક્ષનું ભાન થાય. ૪૬૭ ‘હોમ” અને “ફોરેન’ - બન્ને સંપૂર્ણ છૂટાં રહે, એ “વીતરાગી
વિજ્ઞાન’ કહેવાય. હિતાહિતનું ભાન રખાવે એ “વીતરાગી
જ્ઞાન' કહેવાય. ૪૬૮ જેને જેવી રીતે રહેવું હોય, તેને તે રીતે રહેવા દે તેવું આ
જગત છે. પણ તેને પોતાની નિર્બળતા રહેવા દેતી નથી. ૪૬૯ પોતે પોતાના જ પગ પર કુહાડી મારે છે. તેથી તો આ જગત
ઊભું રહ્યું છે. નહીં તો આ જગત સંપૂર્ણ સ્વતંત્ર છે, કોઈ
કોઈથી દબાયેલું નથી. ૪૭૦ જગતનો સાપેક્ષ જાય છે, તે સામસામી હોય તો જ થાય.
ને નિરપેક્ષ ન્યાય જ સાચો ન્યાય છે. ૪૭૧ જે કોઈ જીવને મારતો નથી, તેને કોઈ મારતું નથી. જે કોઈ
જીવને હેરાન કરતો નથી, તેને કોઈ હેરાન કરતું નથી એવો કાયદો છે ! કુદરત શું કહે છે? કે તને અન્યાય થયો તે ય જાય છે ને ન્યાય થયો તે ય ન્યાય જ છે. માટે તું સંકલ્પ-વિકલ્પ કરીશ નહીં. નહીં તો રડી રડીને ય ન્યાય માનવો પડશે. એના
કરતાં ‘વ્યવસ્થિત’ છે કહી દે ને, તો ઉકેલ આવી જાય. ૪૭૩ આ કુદરત એક ક્ષણવાર પણ ન્યાયની બહાર વત નથી. જો
કુદરત એક ક્ષણ વાર પણ ન્યાયની બહાર વર્તે તો એ
કુદરત, કુદરત નથી. ૪૭૪ જગત ન્યાય સ્વરૂપ છે તો જ પરમાત્મા છે ! ૪૭૫ ભગવાન ફસાયેલા છે, જેટલા જીવો છે તેમાં. હવે ભગવાન
ફસાયેલા હોય તેના પર ચિઢાવું જોઈએ ?
૪૭૯ જગત જીતવું સહેલું છે. પણ એક સમય પણ અસંગ રહેવું
મહા વિકટ છે. ૪૮૦ સંસાર એ “રીલેટિવ' સંબંધ છે, તાત્ત્વિક સંબંધ નથી. એવું
ભાન થાય તો આરપાર નીકળી જવાય. ૪૮૧ સાચો સંબંધ કોને કહેવાય કે જે કોઈ દહાડોય ના બગડે.
આત્મા જોડે જ સાચો સંબંધ છે. બાકી બધા ઘાટવાળા
સંબંધ છે ! ૪૮૨ આ સંસાર ઘાટવાળો જ છે, જ્યાં ઘાટ ન હોય ત્યાં
પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા ! ૪૮૩ જ્યાં સુધી સાંસારિક કંઈ પણ ઘાટ છે ત્યાં સુધી “સાચી
વાત’ કોઈથી ના નીકળે. ૪૮૪ આખું જગત પરાર્થી છે. પોતાનું કોઈ છે જ નહીં. અને
પારકાં માટે જ લોક નરી ગૂંચો પાડીને જાય છે. ૪૮૫ નનામી એટલે કુદરતની જપ્તી. કમાણી બધી અહીં મૂકીને
જવાની ને ગૂંચો જોડે લઈ જવાની ! ૪૮૬ નનામી કાઢે તે દાડે ચંદુલાલનો ચોપડો અહીંનો અહીં મૂકી