________________
૪૦૮૮ દરેક અવસ્થા સારી કે ખરાબ, છૂટવા માટે જ આવે છે. ત્યાં
આપણે ઉપયોગપૂર્વક રહીએ એટલે ચોખેચોખ્ખું થઈ જાય ! ૪૦૮૯ એક તત્ત્વ બીજા તત્ત્વમાં ભળતું નથી, અને જુદાં જ રહે છે.
એકબીજાની નજીક આવવાથી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે ! ૪૦૯૦ અવસ્થાનું જ્ઞાન નાશવંત છે. “સ્વાભાવિક જ્ઞાન' અવિનાશી
૪૦૮૦ અનંતા શેયને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં
‘સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાગ શુદ્ધ છું. (આ વાક્યનો અર્થ
યથાર્થ કરે તે પરમાર્થ સ્વરૂપ થઈ જાય !). ૪૦૮૧ ‘મિથ્યાત્વ' એટલે શું? અવસ્થામાં તન્મયાકાર રહે છે. તેનું
ફળ શું? “અસ્વસ્થતા’. ‘સમ્યક્ દર્શન’ એટલે શું? “સ્વસ્થ',
સ્વ'માં મુકામ કરે તે ! ૪૦૮૨ દુનિયામાં ‘રિયલ કરેક્ટ’ એ બધી વસ્તુઓ છે, અને ‘રિલેટિવ
કરેક્ટ’ એ બધી અવસ્થા છે. આ દેખાય છે તે વસ્તુ નથી, વસ્તુની અવસ્થા છે. વસ્તુ અવિનાશી છે તે વસ્તુની અવસ્થાઓ વિનાશી છે. અવસ્થાઓ બધી ટેમ્પરરી
એડજસ્ટમેન્ટ' છે ૪૦૮૩ અવસ્થામાં અવસ્થિત રહે, તન્મયાકાર રહે તે અસ્વસ્થ ને
શુદ્ધાત્મામાં રહે તે સ્વસ્થ. ૪૦૮૪ વસ્તુમાં મુકામ તે સ્વસ્થતા. અવસ્થામાં મુકામ તે અસ્વસ્થતા. ૪૦૮૫ અવસ્થાઓમાં તન્મયાકાર રહે, એનું નામ સંસાર. એ જ
સંસાર બીજ નાખે છે અને સ્વરૂપમાં તન્મયાકાર, એનું નામ
૪૦૯૧ જ્યાં જ્યાં “ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે ત્યાં ચેતન નામે ય
નથી. જ્યાં “પરમેનન્ટ એડજસ્ટમેન્ટ' છે ત્યાં ચેતન છે. ૪૦૯૨ ઇન્દ્રિયોથી જે જે કંઈ પણ કરવામાં આવે છે, તે બધું જ
‘ટેમ્પરરી' છે. ૪૦૯૩ “પરમેનન્ટ' છે તે નિર્વિકલ્પ છે, “ટેમ્પરરી છે તે વિકલ્પી છે! ૪૦૯૪ ‘પરમેનન્ટ' વસ્તુ જ “ટેમ્પરરી'ને સમજી શકે. ‘ટેમ્પરરી’
‘ટેમ્પરરીને સમજી શકે નહીં. ‘ટેમ્પરરી' “પરમેનન્ટને સમજી જ ના શકે. જો બધું જ ‘ટેમ્પરરી' હોય તો પછી ‘ટેમ્પરરી' કહેવાનું રહેત જ ક્યાં? “પરમેનન્ટ' કશું છે માટે
‘ટેમ્પરરી’ કહેવું પડે છે ! ૪૦૫ તું છે “પરમેનન્ટ', પણ “ટેમ્પરરી’ને ‘પરમેનન્ટ’ માને છે ! ૪૦૯૬ આત્મા “પરમેનન્ટ' હોવાથી આત્માનો અનુભવ પણ
પરમેનન્ટ' છે. સંસારની બધી વસ્તુઓ ટેમ્પરરી છે. માટે
તેનો અનુભવ પણ “ટેમ્પરરી’ છે. ૪૦૯૭ આત્માનો અનુભવ એટલે શું ? નિરંતર પરમાનંદ ! ૪૦૯૮ ‘હું શુદ્ધાત્મા છું' એવો નિર્ણય થવો, એનું નામ જ
આત્માનુભવ !
મોક્ષ.
૪૦૮૬ જગતમાં બીજું શું છે ? બધી અવસ્થાઓ બદલાય છે. આત્મા
તેનો તે જ સ્વરૂપ રહે છે. “વસ્તુઓનો વિનાશ થતો જ નથી, વસ્તુઓની અવસ્થાનો વિનાશ થાય છે ! “હું ચંદુ, આ મારો દીકરો, આ મારી વહુ” એમ અવસ્થામાં જ મુકામ કરે છે. પાછો કહેશે, “હું પૈડો થયો'! આત્મા તે વળી પૈડો થતો હશે ?!!! આ
બધી પ્રાકૃત અવસ્થાઓ છે, આત્માની નથી. ૪૦૮૭ આ જગત વાસ્તવિક નથી, છતાં વાસ્તવિક લાગે છે એ ય
અજાયબી છે ને ?! અવસ્થાઓ અવાસ્તવિક છે ને મૂળ વસ્તુ” વાસ્તવિક છે.