________________
૩૯૬૧ જેટલો જેટલો સમતા ભાવ થાય એટલો અહંકાર ગયો
કહેવાય. એટલો ઉઘાડ ઉત્પન્ન થાય. સંપૂર્ણ સમતા થઈ ગઈ
એટલે પૂર્ણ ઉઘાડ થઈ જાય ! ૩૯૬૨ આત્માનો મોક્ષ કરવાનો નથી, આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે.
અહંકારનો મોક્ષ કરવાનો છે ! ૩૯૬૩ અહનું સ્થાન ક્યાં સુધી રહેતું હશે ? કાશ્મણ શરીર અને
શુદ્ધાત્મા આ બેની વચ્ચે “જે છે તે' ના ઊડે ત્યાં સુધી રહે
૩૯૬૪ સંપૂર્ણ અહંકારરહિત શી રીતે થવાય ? આપણે “શુદ્ધાત્મા'
છીએ એની સંપૂર્ણપણે ખાતરી થાય, એનું નિરંતરનું લક્ષ બેસી જાય ત્યારે અહંકાર જાય, પણ ખાતરી થયા પછી ય પડછાયારૂપ અહંકાર રહે, મૂળ અહંકાર જાય. પડછાયા
એટલે “ડ્રામેટિક' અહંકાર.. ૩૯૬૫ સમજમાં અહંકાર નથી, બુદ્ધિમાં અહંકાર છે. માટે બુદ્ધિ ઊંધું
દેખાડશે. સમજને સૂઝ કહે છે. તમે બહુ વિચાર કરો ત્યારે
મહીં એકદમ સૂઝ પડશે. એને કોઠાસૂઝ કહી. ૩૯૬૬ સમજ એ દર્શન છે. દર્શન આગળ વધતું વધતું કેવળ દર્શન'
સુધી જાય છે. ૩૯૬૭ પ્રજ્ઞા ને સમજમાં ખાસ ફેર નથી. સમજ ‘ફૂલ' (પૂર્ણ) દશામાં
હોય ત્યારે પ્રજ્ઞા કહેવાય. સંસારમાં બધી સૂઝ પડે પણ પોતાની સૂઝ ના પડે કે “હું કોણ છું,’ ત્યાં સુધી “કેવળ દર્શન'
ના થાય. ૩૯૬૮ અનંત ભૂલનું ભાન છે આ મનુષ્યમાત્ર, છતાં એને એની
ભૂલ દેખાતી નથી. ભૂલ ભાંગશે ત્યારે મોક્ષે જવાશે. ભૂલ ભાંગશે શેનાથી ?! જીવમાત્રને મહીં સૂઝ નામની શક્તિ છે. આ એકલી જ શક્તિ મોક્ષે લઈ જાય છે.
૩૯૬૯ સૂઝ નામની શક્તિ ખીલે શેનાથી ? જેટલી ભૂલ ભાંગે તેમ
સૂઝ ખીલતી જાય ! અને ભૂલ કબૂલ કરી લે ને માફી માગી
લે ત્યારથી તો એ શક્તિ બહુ વધતી જાય. ૩૯૭૦ પોતાની ભૂલ ભાંગશે ત્યારે કામ થશે. નહીં તો ‘જ્ઞાની પુરુષ'
તમને તારે તો કામ થઈ જાય. આમાં પોતે તર્યા છે અને અનેક લોકોને તારવાને સમર્થ છે એવાં ‘જ્ઞાની પુરુષ'નું જ
કામ. ૩૯૭૧ સંસાર આધાર છે ત્યાં સુધી મિથ્યાત્વ સૂઝ હોય, એ સૂઝ
વિનાશી ચીજોમાં જ સુખ ખોળે. અને જ્યારે સાચું અવલંબન
મળી જાય તો પછી સમ્યક્ સૂઝ ઉત્પન થાય. ૩૯૭૨ જીવમાત્રને સૂઝ પડે છે. વિશેષ પ્રકારે મનુષ્યોને પડે છે તેથી
તો મનુષ્યદેહ ઉત્તમ ગણાયો. ૩૯૭૩ સૂઝ બે પ્રકારની : એક નિશ્ચયની સૂઝ, બીજી વ્યવહારની
સૂઝ. વ્યવહારની સૂઝ શેય કહેવાય ને નિશ્ચયની સૂઝ શેય
ના કહેવાય. ૩૯૭૪ જ્યાં સુધી ભ્રાંતિ ખસી નથી, ત્યાં સુધી નિશ્ચય શી રીતે પ્રાપ્ત
થાય ? પહેલી ભ્રાંતિ ખસેડવાની, પછી નિશ્ચયની વાત.
વ્યવહાર, નિશ્ચય બને જોઈએ. એક ના ચાલે. ૩૯૭૫ સક્રિય એ બધો વ્યવહાર ને અક્રિય એ નિશ્ચય. નિશ્ચય સક્રિય
ના હોય, વ્યવહાર અક્રિય ના હોય ! ૩૯૭૬ વ્યવહાર સ્પર્શ નહીં, એનું નામ નિશ્ચય. વ્યવહાર એટલો પૂરો
કરવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં, પછી વ્યવહાર ગમે તે
પ્રકારનો હો ! ૩૯૭૭ વ્યવહાર તો મહાવીરને હતો, જ્ઞાનીઓને હોય. જગતના
લોકોને વ્યવહાર હોય જ નહીં. વ્યવહારને જ નિશ્ચય માને