________________
૩૯૪પ આ સંસારમાં આત્મા નામે ય વપરાતો નથી. ખાલી પ્રકાશ
જ વપરાય છે. આત્મા આમાં ડખલ કરતો જ નથી. ૩૯૪૬ આ બે જ વાક્યમાં હું આખું “સાયન્સ' કહેવા માગું છું :
જીવમાત્રમાં પરમાત્મ શક્તિ રહી છે. તે પરમાત્મ શક્તિને
કોઈ ડખલ કરી શકે જ નહીં. ૩૯૪૭ ડખો એ “કોઝ' છે. ડખલ એ પરિણામ છે. ૩૯૪૮ સંસાર સમુદ્ર એટલે જેટલાં સ્પંદન તું ઉછાળીશ એટલાં સ્પંદન
સામે આવે છે. ૩૯૪૯ સંસારમાં શું સુખ છે ? પોતાનું પરમાત્મ સુખ વર્તે એવું છે.
કોઈ ડખલ જ ના કરી શકે એવી સચ્ચી આઝાદી થાય એવું
છે. જે ડખલ આવે છે તે ડખો કરેલો તેનાં પરિણામ છે. ૩૯૫૦ જ્યાં સુધી પૂર્ણ પરમાત્માનો અનુભવ ના થાય, સચ્ચી
આઝાદી ના થાય, ત્યાં સુધી અટકવું ના જોઈએ. ૩૯૫૧ તમે (મહાત્માને) ડખો બંધ કરી દીધો પણ હજી ડખલ શાની
આવે છે ? જે ડખલો ધીરેલી, તે પાછી આવે છે ! ૩૯૫૨ આત્માની શક્તિ ખોટા માર્ગે કેમ જઈ રહી છે? માન્યતા
અવળી છે એટલે, ‘બિલિફ રોંગ' છે તેથી. “રાઈટ બિલિફ’
હોય તો શક્તિ સાચા રસ્તે વહે. ૩૯૫૩ હિન્દુસ્તાનના લોકોને એટલું ભાન થયું છે કે “મને કંઈક
ભ્રાંતિ વર્તે છે.” “ફોરેનવાળાને તો ભ્રાંતિનું ય ભાન નથી. એમને પૂછીએ, ‘તમને ભ્રાંતિ છે ?” ત્યારે એ કહેશે, “મને ભ્રાંતિ નથી. હું ચંદુભાઈ જ છું.” ભ્રાંતિનું ભાન થાય નહીં
ત્યાં સુધી આગળ માર્ગ જડે નહીં ! ૩૯૫૪ ભ્રાંતિની વાતોથી બધી ભ્રાંતિ જ મળે ને ભ્રાંતિરહિત જ્ઞાનથી
નિરાકૂળતા રહે. ૩૯૫૫ કશું જોડે લઈ જવાનું નહીં ને મમતા છે ખાલી, કે આ દેહ
મારો, આ બૈરી મારી, આ છોડી મારી. આત્માને દેહ જ નથી. દેહધારી દેખાય છે, એ તો ભ્રાંતિ છે, ભ્રાંતિ ! બાકી ‘તમે' દેહધારી નથી. તમને ભ્રાંતિ છે કે “હું આ છું.’ ‘તમે” આત્મ સ્વભાવ” છોડી દેહની પીડામાં પેસી ગયા ! ‘તમારો' “આત્મા’ ‘અમને’ ઉઘાડો દેખાય છે. આ તો અહંકારના અમલમાં બોલો છો, “હું ચંદુલાલ છું !' આત્માને દેહ તો હોતો હશે ?! આત્માને છોડી યે ના હોય ને દેહેય ના હોય ! આત્માને દેહ હતો નહીં, છે નહીં, થશે નહીં !! બધી વિપરીત
માન્યતાઓ પેસી ગઈ છે. ૩૯૫૬ ‘ઈગોઈઝમ' થોડો છે કે વધારે છે એ મહીં જે સમજાય છે,
તે “ઈટસેલ્ફ' કહે છે કે પોતે તેનાથી જુદો છે. ૩૯૫૭ “ઈગોઈઝમ' એ તાત્ત્વિક વસ્તુ નથી. તાત્ત્વિક વસ્તુ તો વધે
નહીં ને ઘટે નહીં. પોલીસવાળો ટૈડકાવે ત્યારે “ઈગોઈઝમ'
ઘટી જાય ને ? ૩૯૫૮ અહંકાર એ ચેતન નથી, પુદ્ગલ છે પણ એ “ચેતનના
પ્રકાશથી “ચેતન ભાવને પામી ગયો છે. એમાં ચેતન જરાય
નથી. ૩૯૫૯ સ્થળ, સૂક્ષ્મ ને કારણ “ઈગોઈઝમ' જેનો ખલાસ થઈ ગયો
હોય, ત્યારે જ તે નિરપેક્ષ વાત સમજાવવા સાપેક્ષિત વાત
બોલી શકે અને તે “જ્ઞાની પુરુષ'નું જ કામ. ૩૯૬૦ અહંકારને લીધે જ સંસારમાં ભટકે છે. એક ઉત્પાત કરતો
અહંકાર ને બીજો સમાઈ જતો અહંકાર છે. પાછો ફરતો અહંકાર, ઊતરતો અહંકાર એ જ મોક્ષે જાય છે.