________________
આપ્તસૂત્ર
૩૫ ૩૧૫ ભગવાન કોણ છે ? જે દેહ હોવા છતાં દેહના માલિક નથી,
મનના માલિક નથી, વાણીના માલિક નથી, કોઈ ચીજના
માલિક નથી, તે આ જગતમાં ભગવાન છે ! ૩૧૬ જયાં સુધી પોતાની ભૂલો ના દેખાય ત્યાં સુધી ભગવાન
ના થવાય. ૩૧૭ ભૂલ દેખાઈ ક્યારે કહેવાય કે ફરી ના થાય ત્યારે. ૩૧૮ પોતાના ગુના દેખાય તે ‘સમ્યક્ દ્રષ્ટિ અને પારકાના ગુના
દેખાય તે ‘મિથ્યા દ્રષ્ટિ'. ૩૧૯ જેને પોતાના દોષ જોવા છે, સામાના જોવા નથી, તેનું આ
જગતમાં કોઈ નામ લેનાર નથી. ૩૨૦ “આ જગતમાં કોઈ જીવે કોઈ કાર્ય જાણી જોઈને કર્યું નથી,
ઠેઠ મોક્ષે જતાં સુધી.” આ એક જ વાક્ય સમજી જાઓ ને ! ૩૨૧ આ જગત કરુણા રાખવા જેવું છે, દંડ કરવા જેવું નથી. ૩૨૨ છેલ્લા પ્રકારની જાગૃતિ કઈ કે આ જગતમાં કોઈ દોષિત જ
ના દેખાય ! ૩૨૩ સંસાર એટલે રાગ-દ્વેષવાળી દ્રષ્ટિ, ને વીતરાગદ્રષ્ટિથી મોક્ષ.
વીતરાગદ્રષ્ટિનું માપ શું? જગત આખું નિર્દોષ દેખાય તે. ૩૨૪ તમારી પાસે નિર્દોષ દ્રષ્ટિ હોય તો તેનાથી તમે જુઓ. નહીં
તો બીજું કશું જોશો જ નહીં. બીજું જોશો તો માર્યા જશો.
જેવું જોશો તેવા થઈ જશો ! ૩૨૫ જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી ભટક ભટક
કરવાનું થશે અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે
આપણો છૂટકારો થશે. ૩૨૬ ગુનેગાર કોણ દેખાડે છે ? મહીં ક્રોધ-માન-માયા-લોભરૂપી
આપ્તસૂત્ર શત્રુઓ છે તે દેખાડે છે. ક્રોધ-માન-માયા-લોભ ક્યાંથી પેસી ગયા ? “હું ચંદુલાલ છું' એ માનવાથી. એ માન્યતા તૂટી કે
બધાં જતાં રહેશે. ૩૨૭ વીતરાગોએ જગત નિર્દોષ જોયું. તે વળી દોષ કાઢનારા
આપણે કોણ ડાહ્યા પાછા ?! ભગવાન કરતાં ય ડાહ્યા ?!! ૩૨૮ વીતરાગોએ જગત નિર્દોષ શા આધારે જોયું ? કારણ બધાં
કર્મોને આધીન છે તેથી. ૩૨૯ કોઈ કર્મ સ્વતંત્ર રીતે કરતો નથી, પરવશતાથી કર્મ કરવાં પડે
છે. સ્વતંત્ર કર્મ કરે તો જ ગુનેગાર ગણાય. પરવશતાથી કર્મ કરે એટલે પરવશતાથી ભોગવવું પડે. આ જગતમાં કોઈ પણ
માણસ ગુનેગાર કે ખોટો દેખાય છે એ બધી ભ્રાંતિ છે. ૩૩) ભગવાનને પૂછીએ કે ત્યારે આ બધું શું છે ? ત્યારે ભગવાન
કહે છે કે આ કશું જ નથી. આ બધાં પોતપોતાનાં કર્મો
ભોગવી રહ્યાં છે ! ૩૩૧ લોકોએ “કર્તા-થિયરી' જોઈ છે પણ ‘કર્મ-થિયરી’ જોઈ નથી.
ભાઈએ મારું અપમાન કર્યું એમ કહે તે “કર્તા-થિયરી'! ને મારા કર્મના ઉદયથી ગાળો દે છે એ “કર્મ-થિયરી'. કર્મની
થિયરી સમજે તો સામાનો જરાય દોષ ના દેખાય. ૩૩૨ કર્મનું મૂળ શું? કર્મ શેનાથી બંધાય ? કર્તાભાવ છે તેથી. “
ચંદુલાલ છું' એ ભાન છે ત્યાં સુધી કર્મ બંધાય. “ચંદુલાલ
છું” એ આરોપિત ભાવ થયો, એટલે એ કર્તાભાવ થયો. ૩૩૩ જ્યાં સુધી તમે કર્તા છો, ત્યાં સુધી કર્મ બંધાશે. કર્તાના
આધારે કર્મ છે. “જ્ઞાની પુરુષ' એ આધાર કાઢી નાખે એટલે
કર્મનું “ચાર્જ થતું બંધ થઈ જાય. પછી ડિસ્ચાર્જ રહે ! ૩૩૪ અહંકારપૂર્વક ‘દેહ એ હું છું એવું બેભાનપણે વર્તાય એ
કર્મ. પણ સ્વરૂપની રમણતામાં રહીને નાટકીયપણે, જ્ઞાતા