________________
સ્યાદ્વાદ ! ૩૪૦૭ નિરાગ્રહતા એ જ વીતરાગતા છે ! ૩૪૦૮ દોષો દેખાય તે સંસારની અધિકરણ ક્રિયા અને નિર્દોષ દેખાય
તે મોક્ષક્રિયા. ૩૪૦૯ અમે તમને ખુલ્લી રીતે કહીએ છીએ કે તમારી “બાઉન્ડ્રીમાં
કોઈને આંગળી ઘાલવાની શક્તિ નથી અને તમારી ભૂલ છે તો
ગમે તે આંગળી ઘાલી જશે. અરે, લાકડી પણ મારી જશે ! ૩૪૧૦ પોતાના દોષ દેખાય ત્યારથી તરવાનો ઉપાય હાથમાં આવી
ગયો ! ૩૪૧૧ મોક્ષે જનારો પોતાની ભૂલો જોયા કરે, ને પારકાંની ભૂલો
જોનારો સંસારમાં ભટક્યા કરે. ૩૪૧૨ ગુનેગારને દંડ કરવાનો અધિકાર છે, દ્વેષ રાખવાનો નથી. દંડ
એ તો જે ભાગ સડી ગયો હોય એ ભાગની મરામત છે. બાકી, એ તો આત્મા જ છે, પરમાત્મા જ છે ! બાય રિયલ
બુ પોઈન્ટ, હી ઈઝ શુદ્ધાત્મા. ૩૪૧૩ માણસ પૂર્વગ્રહથી રહિત થાય તો પરમાત્મા થાય ! ૩૪૧૪ આ ઇન્દ્રિયો નડતી નથી, અભિપ્રાય નડે છે. ૩૪૧૫ જેવો અભિપ્રાય વર્તાય છે તેવું આવતાં ભવનું બીજ પડે છે,
ત્યાં જ ચાર્જ થાય છે. ૩૪૧૬ અભિપ્રાયને લીધે આ બધી વસ્તુઓ રહેલી છે. અભિપ્રાયને
લીધે વસ્તુનો રસ રહેલો છે. વસ્તુનો ત્યાગ કરવાનો નથી.
વસ્તુનો અભિપ્રાય છે એ ખોટો છે, એવું સમજવાનું છે. ૩૪૧૭ સામો ચીકણો છે એવો અભિપ્રાય હોય તો સામો પ્રતિપક્ષી
‘નોબલ’ છે એવો અભિપ્રાય ક્રિએટ (ઉત્પન) કરવાનો છે !
૩૪૧૮ પૂર્વગ્રહરહિત માણસ થાય તો કલ્યાણ જ થઈ જાય.
ગઈકાલના ઝઘડા માટે આજે હું પૂર્વગ્રહ રાખું તો તે મારી ભૂલ છે, પછી બીજે દહાડે ભલે તમે તેવાં જ હો. પૂર્વગ્રહને લીધે આખું જગત માર ખાય છે ! તમે છો એવું માનતા નથી
ને તમે નથી એવું માનો છો ! ૩૪૧૯ સંજોગવશાના ચોરને ચોર ના કહેવાય. સંજોગવશાત્ તો
રાજા ય ચોરી કરે ! પૂરી ખાતરી કર્યા સિવાય અભિપ્રાય ના
અપાય. પૂરી ખાતરી કરવાની શક્તિ કોને હોય ? ૩૪૨૦ જેને પૂજ્ય ગણ્યા પછી એ ગમે તેટલું ખરાબ કરે પણ તું તારી
દ્રષ્ટિ ના બગાડીશ. મારો પહેલેથી સિદ્ધાંત છે કે. મેં જે છોડવાને પાણી પાઈને ઉછેર્યો હોય, ને ત્યાંથી ‘રેલવે’ લાઈન લઈ જવી હોય તો તેને બાજુએથી વાળી લઉં, પણ મારો ઉછેરેલો છોડવો ના ઉખેડું. અભિપ્રાય તો શું, પણ સામા માટે
દ્રષ્ટિ પણ બદલાવી ના જોઈએ !સિદ્ધાંત હોવો જોઈએ ! ૩૪૨૧ ‘વીતરાગ વિજ્ઞાન’ કેવું છે ? જે અભિપ્રાય બંધાયો કે, “આ
માણસ ખોટો છે, ને આ ભૂલવાળા છે.' તો એ બાંધનારો
પકડાય ! ૩૪૨૨ જ્યાં સુધી ‘કરવું પડે એવું બોલાય છે તેનો વાંધો નથી, પણ
તેવો અભિપ્રાય વર્તે છે ત્યાં સુધી આત્મા પૂર્વવત્ ના થાય. ખાનગીમાં અંદર ‘કર્યા વગર થાય જ નહીં' એવો અભિપ્રાય વર્તે છે. તે ના જાય ત્યાં સુધી ‘વ્યવસ્થિત’ પૂરેપૂરું સમજમાં ના આવે. આ વાત ઝીણી યે છે અને જાડી યે છે. સમજે તો કામ કાઢી નાખે. અભિપ્રાયને લીધે તો આખો આત્માનો
અનુભવ અટક્યો છે. ૩૪૨૩ “પોતાનો’ સહેજ પણ અભિપ્રાય પેઠો એટલે સમાધિ તૂટે.
પોતાપણું' જ ખોઈ નાખવાનું છે. ‘આમ તો કરવું જ જોઈએ, આમ તો ના જ કરવું જોઈએ” એ અભિપ્રાય રાખે તો સમાધિ