________________
૩૩૮૫ આ જગતમાં કોઈ ચીજથી મુક્તિ નથી. શાસ્ત્રના જ્ઞાનથી
મુક્તિ નથી, ‘જ્ઞાનીના જ્ઞાનથી મુક્તિ છે. ૩૩૮૬ મોક્ષ એટલે સંપૂર્ણ મુક્ત ભાવ. ભાવનો જ્યાં અભાવ છે ત્યાં
મોક્ષ છે. ૩૩૮૭ મોક્ષ એટલે સનાતન સુખ. સર્વદુઃખોથી આત્યંતિક મુક્તિ ! ૩૩૮૮ અહંકાર ને મમતાનો મોક્ષ કરવાનો છે. તમારો તો મોક્ષ
થયેલો જ છે. તમારું સ્વરૂપ જ મોક્ષસ્વરૂપ છે. “ઈગોઈઝમ'
રૂપી ફાચર મોક્ષ નથી થવા દેતી. ૩૩૮૯ જે પરવશ કરે, તેનો સંગ કેમ કરાય ? ૩૩૯૦ આડા જોડે આડું થવું એ જગતનો સ્વભાવ છે. આડા જોડે
સીધા થવું એ “જ્ઞાની'ઓનો સ્વભાવ છે. ૩૩૯૧ આડાઈ ઊભી થઈ એટલે કદરૂપા દેખાય અને આડાઈ ગઈ
તો રૂપાળા દેખાય. ૩૩૯૨ જે લાઈન આપણી નહીં, જે આપણે જાણીએ નહીં તેનો તોલ
શી રીતે થાય? પોતાની બુદ્ધિથી ‘જ્ઞાની'ની વાણી ના સમજાય
તો સમજવું કે તેટલી આડાઈ પડેલી છે. ૩૩૯૩ નંગોડ માણસને આપણે નમીએ તો એ વધારે અક્કડ થાય,
અને નમ્રને નમીએ તો એ વધારે નમ્ર થાય. ૩૩૯૪ આડાઈ એ જ અજ્ઞાન. મોક્ષે જતાં આ મોટરો - બંગલા નથી
નડતા, પણ આડાઈ નડે છે. ૩૩૯૫ સીધો ને સરળ હશે તો મોક્ષે જશે ને આડો થશે તો રખડી
મરશે. જેટલો કૂણો એટલો મોક્ષને લાયક. એ ‘ડેવલપમેન્ટની નિશાની છે.
૩૩૯૬ સરળ એટલે જેવું સૂઝે એવું બોલે. ૩૩૯૭ સરળતા બે પ્રકારની : એક અજ્ઞાન સરળ ને બીજા જ્ઞાનથી
સરળ. અજ્ઞાન સરળ ભોળા હોય ને અજ્ઞાનતાથી છેતરાઈ
જાય. જ્ઞાન સરળ તો જાણીને છેતરાય ! ૩૩૯૮ બુદ્ધિપૂર્વકની નમ્રતા, બુદ્ધિપૂર્વકની સરળતા, બુદ્ધિપૂર્વકની
પવિત્રતા, આ બધા ગુણો હોય તો મોક્ષના દરવાજામાં પેસાય. આ બધા ગુણોનો સંગ્રહ હોય ત્યારે જ્ઞાની ભેગા થાય. ત્યાર
વગર “જ્ઞાની” ભેગા ના થાય. ૩૩૯૯ આ “વીતરાગ ભગવાન' પાછાં પોતાનો માર્ગ સાચો છે એવું
દબાણ ના કરે. ‘શાથી?” દબાણ કરે તો એમની વીતરાગતા તૂટી જાય. મોક્ષ નિરાગ્રહીનો છે, આગ્રહીનો નથી. વીતરાગ ભગવાન આગ્રહ ક્યારેય ના કરે. આગ્રહી એ પક્ષમાં પડે ને
પક્ષપાતીનો ક્યારેય મોક્ષ નથી ! ૩૪00 કોઈના સારા માટે આગ્રહ કરીએ, તો એ ખોટું ના કહેવાય,
પણ આપણા આગ્રહથી સામો આપણી સામે આગ્રહ કરે તો
આપણે છોડી દેવું. આગ્રહ એ ઝેર છે. ૩૪૦૧ આગ્રહ એ અહંકારનો ફોટો છે. સામાનો અહંકાર એના
આગ્રહથી સમજ પડે. ૩૪૦૨ ચડસે ચઢવું એટલે પોતાનું સ્થાન છોડીને નીચે પડવું. ૩૪૦૩ જ્ઞાનની વાતોથી કલ્યાણ નથી, નિરાગ્રહતાથી મોક્ષ છે. ૩૪૦૪ આત્મજ્ઞાનનાં લક્ષણ શાં? નિરાગ્રહી હોય, કોઈ પણ જાતના
આગ્રહ ના હોય. ૩૪૦૫ નિરાગ્રહીને કોઈ પણ ગ્રહ નડે નહીં. ૩૪૦૬ અમે નિરાગ્રહી છીએ એવો ય આગ્રહ નહીં, એનું નામ