________________
‘મિકેનિકલ’ છે. ‘મિકેનિકલ’માં હાથ ઘાલ્યો તો હાથ બળી જશે ! ભાવના એકલો જ પુરુષાર્થ છે !
૩૩૪૯ ભાવના કેવી થઈ રહી છે, તેના પરથી આપણે હિસાબ કાઢવાનો. ખરાબ ભાવના આવ્યા કરે છે, માટે સમજી જવાનું કે બગડવા કાળ આવ્યો છે. એટલે બહુ ત્યારે આપણી જાતને સમેટી લેવાનું. નિષ્પક્ષપાતીપણાનો ભાવ રાખે તો થાય. આમાં યે આપણા હાથમાં સંપૂર્ણ સત્તા તો નથી જ.
૩૩૫૦ ભાવના ને પ્રતિભાવના કરવાની સત્તા છે, પણ તે અમુક જ માણસોની શક્તિ હોય છે. પ્રતિભાવના કરવાથી શું થાય ? આજની ભાવનામાં ફેરફાર થતો નથી, પણ આવતો ભવ બગડતો નથી, ‘પ્રિન્ટ’ ભૂંસાઈ જાય છે. પણ આ ભવમાં તો એનું ફળ મળ્યા વગર રહેશે જ નહીં.
જ
૩૩૫૧ એક રાઈનો દાણો ય આઘોપાછો થઈ શકે એમ નથી માણસમાં, અને જ્યાં થઈ શકે તે એ જાણતો નથી ! રાઈનો દાણો આઘોપાછો કરવો છે એવો ભાવ કર્યો તો કો'ક દહાડો થશે. ભાવ જ ના કર્યો હોય તો શી રીતે થાય ?
અજ્ઞાનદશામાં ભાવ કરેલા, તેનું બધું ફળ આવ્યું. જ્ઞાનદશામાં
હવે ભાવ કરવાના નહીં. હવે તો સ્વભાવ કહેવાય. સ્વભાવ એ સ્વધર્મ, ને ભાવ એ પરધર્મ.
૩૩૫૨ આત્મા નિરાલંબ છે. બિલકુલ નિરાલંબ છે ! કોઈ ‘ટચ’ થાય નહીં એવો તમારામાં આત્મા છે ! ને આમનામાં ય એવો જ આત્મા છે ! ફાંસીએ ચઢાવે તો ય દેહ ફાંસીએ ચઢે, આત્મા ના ચઢે, દેહને વીંધે તો ય આત્મા ના વીંધાય. આત્મા જેને પ્રાપ્ત થઈ ગયો, એને પછી ભો ખરો કશો ?
૩૩૫૩ જગત અવલંબન વગર જીવી જ ના શકે. કંઈનું કંઈ અવલંબન જોઈએ. મનને ખોરાક જોઈએ. જે અવલંબનથી રહિત થયો એ છૂટો થયો.
૩૩૫૪ સત્ એ નિરાલંબ વસ્તુ છે. ત્યાં આગળ ‘અવલંબન’ લઈને ખોળવા જાય તો શી રીતે મળે ? એ તો એક ‘જ્ઞાની પુરુષ’નું અવલંબન લે તો કામ થાય. કારણ કે એ છેલ્લામાં છેલ્લું
સાધન છે ! આત્મા નિરાલંબ છે !
૩૩૫૫ આ જગતમાં એવું કોઈ કારણ નથી કે જેના માટે કિંચિત્માત્ર પણ ક્લેશ કરવા યોગ્ય હોય. કારણકે આત્મા સુખ પરિણામવાળો છે. એનું સુખ કોઈથી લઈ શકાય એવું નથી. પોતે ‘અવ્યાબાધ સ્વરૂપ' છે ! જાહોજલાલી છે પોતાની પાસે ! એટલે આ પરભારી વસ્તુમાં, ‘ફોરેન ડિપાર્ટમેન્ટ’માં ‘એટલું બધું’ ના રાખવું જોઈએ. ‘ફોરેન’ એટલે ‘ફોરેન’ - ‘સુપર ફ્લુઅસ' !
૩૩૫૬ આત્મા કેવો છે ? ‘અવ્યાબાધ’. જે કોઈને કિંચિત્માત્ર દુઃખ ન કરે ને કોઈનો આત્મા કોઈને કિંચિત્માત્ર દુઃખ ન દે એવો બધાનો આત્મા છે ! પણ માન્યતામાં કેટલો બધો ફરક ! કારણ કે અજ્ઞાન માન્યતાઓ છે. એ કેમ જાય ?
૩૩૫૭ ‘જ્ઞાની પુરુષ’ એવો આત્મા જાણ્યો છે કે જે કોઈને કિંચિત્ માત્ર દુઃખ ના દઈ શકે ! ‘અવ્યાબાધ સ્વરૂપ’ !!!
૩૩૫૮ શુદ્ધાત્મા પોતે સ્વભાવથી જ ‘અસંગ’ છે. પછી એને આપણે અસંગ કરવા ક્યાં જવાનું ?
૩૩૫૯ જેવો સંગ તેવો રંગ લાગે. આત્મા ‘અસંગ’ છે. તું ‘અસંગ’ છે તો તને રંગ અડતો નથી, ‘ચંદુભાઈ’ને અડે છે. ‘આપણે’ તો ‘જાણ્યા’ કરીએ !
૩૩૬૦ સ્પષ્ટ વેદન ક્યારે થાય ? સંસારી ‘સંગ’ - ‘પ્રસંગ’ ના થાય ત્યારે. સંસારી સંગનો વાંધો નથી, પ્રસંગનો વાંધો છે ! આ દેહનો સંગ જ ભારે પડી ગયો છે, તે પાછો પ્રસંગ કયા કરવાં જઈએ !