________________
પરમાત્મપદ પ્રાપ્ત થાય !
તન્મયાકાર થયો એટલે જેવો વિચાર આવે તેવું ધ્યાન ઉત્પન્ન
થાય. ૩૩૪૦ મનની ગાંઠોમાંથી વિચાર ફૂટે છે તો એને દોરનાર કોણ?
નેચર !” પણ તમારે એ સમજવું જોઈએ કે, “આ જ્ઞાન ખોટું છે, અહિતકારી છે. ત્યારથી એ જ્ઞાન જ ગાંઠોને છેદી નાખે. જ્ઞાન એકલો જ પ્રકાશ છે આ જગતમાં કે જે મનની ગાંઠોને
છેદી શકે. ૩૩૪૧ મનને આત્મામાં લીન કરવું એ મહાન ગુનો છે. પ્રેક્ષક ને
‘ફિલ્મ” બે એક થઈ ગયાં તો જુએ શું ? મન તો “ફિલ્મો' બતાવે, તેના આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને
સૂક્ષ્મતમ સંયોગોના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. ૩૩૪૨ મન એ તો ગત આત્મા કહેવાય. ગયા માઈલનો આત્મા જુદો,
આ માઈલનો આત્મા જુદો ને આવતા માઈલનો જુદો ! ૩૩૪૩ જગત એ પ્રમેય છે અને આત્મા પ્રમાતા કહેવાય છે. આખા
બ્રહ્માંડમાં આત્મા પ્રકાશમાન થાય ત્યારે એ ખરો પ્રમાતા કહેવાય. પ્રમેય આખું બ્રહ્માંડ છે, લોકવિભાગ છે, અલક
વિભાગ નથી ! ૩૩૪૪ સ્વરૂપનું ભાન થતાં પહેલાં ‘પ્રતિષ્ઠિત આત્માને જ આપણે
જ્ઞાતા” માનતા હતા. “સ્વરૂપ જ્ઞાન” પછી એ “જ્ઞાતા” પોતે જ શેય થઈ જાય છે અને ત્યાં આગળ “જાગૃતિ' પોતે જ જ્ઞાતા” થાય છે. એટલે કે પહેલાં પ્રતિષ્ઠિત આત્મા' તરીકે ‘હું હતું તે હવે જાગૃતિ તરીકે “હું” થાય છે અને મૂળ આત્મા તો એની આગળ રહ્યો હજુ ! સંપૂર્ણ જાગૃત થયો એટલે મૂળ આત્મા'માં એકાકાર થઈ જાય છે. સંપૂર્ણ જાગૃત ના થાય ત્યાં સુધી જુદુ રહે. ત્યાં સુધી અંતરાત્મા તરીકે રહે. ત્યાં બહિર્મુખી પદ છૂટી ગયેલું હોય છે. અંતરાત્મદશા પૂરી થાય કે
૩૩૪૫ જાગૃતિનું પરિણામ સૂક્ષ્મતા લાવે, પણ સૂક્ષ્મતાથી હજુ બહુ
આગળ જવાનું. એ બધા કિલ્લા ઓળંગે ત્યારે આત્મા સ્વસંવેદનમાં આવે. સ્વસંવેદન વધતો વધતો જાય ને છેવટે
સ્પષ્ટવેદન ઉત્પન્ન થાય ! ૩૩૪૬ કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું પોતાનું
અવ્યાબાધ સ્વરૂપ” છે, છતાં પોતે “સાપ છું' એવું માનીને આરોપિતભાવ કરી સામાને બચકું ભરે તો માણસ મરી જાય છે ! જુઓને, આ ય અજાયબી છે ને ! કારણ કે એની માન્યતા છે. એવું માને તેવી શક્તિ ઉત્પન્ન થાય. આને મારી જ નાખવો છે એવું નક્કી કર્યું હોય તો તેવું ઝેર મહીં પડી જાય, પણ જેવું માને એવી શક્તિ જો સ્વતંત્ર થઈ હોત તો બધું બહુ જાતજાતનું થઈ ગયું હોત, પણ વચ્ચે ‘નેચર’ આવે છે. આ શક્તિની સામે પાછી પ્રતિકાર શક્તિ “નેચરલી' થવાની. એટલે પ્રતિકારમાં પોતે ગૂંચાઈ જાય છે ! નહીં તો પોતાની ગજબની શક્તિઓ છે, અનંત શક્તિઓ છે પણ શક્તિ
વેડફાઈ રહી છે ! ૩૩૪૭ ભાવશક્તિ તો જબરજસ્ત શક્તિ છે, જગતમાં સમરથ દેખાડે
એવી શક્તિ છે. પણ સામું ‘નેચર’ ખરું ને ? સમરથ દેખાડવાની લીંક મળે નહીં ને? કો'કને જ લીંક મળે. કો'ક કો'ક માણસ ઠેઠ ઉપર જઈને કેવાં સરસ સરસ સમરથ દેખાડે
છે ! જેવાં કે, તીર્થકરો !!! ૩૩૪૮ સંસારી આત્મા પાસે ભાવના ભાવવા સિવાય બીજી કોઈ
શકિત નથી અને ભાવના ય પાછી સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સના આધારે ઉત્પન્ન થાય છે. પોતાની ઇચ્છા પ્રમાણે ભાવના ભાવી શકે તેમ નથી અને તે ય પાછું ભાવના એકલી જ કરવાની છૂટ છે. બીજું બધું