________________
સ્વજ્ઞાનને જાણે ત્યારે ‘અઈફેક્ટિવ થાય ! ૩૩૧૧ આત્મા તેવો જ છે, પણ મન-વચન-કાયા ઇન્ફેક્ટિવ'
હોવાથી આ સંસાર ખડો થયો છે. આ વાત પહેલી વખત બહાર પડે છે. આ ઇફેક્ટિવ” ના હોય તો કશો વાંધો નહોતો
૩૩૧૨ આ મન-વચન-કાયાની ઈફેટ્સ’ એની મેળે થયા કરે છે,
પણ પોતે' અંદર “કોઝિઝ” કરે છે. આધાર આપે છે કે, “મેં કર્યું, હું બોલ્યો.” “ઈફેટ્સમાં કોઈને કરવાની જરૂર ના રહી. એ તો એની મેળે સહજ ભાવે “ઈફેક્ટ' થાય અને તેને આપણે” ટેકો આપીએ કે “કરું છું' એ ભ્રાંતિ છે અને તે જ છે તે “કોઝ' છે અને આ “કોઝનું “કોઝ' એટલે ‘રૂટ કોઝ'
અજ્ઞાનતા છે. ૩૩૧૩ જગત શું કહે છે? આત્માની ઈચ્છાથી આ બધું ઊભું થઈ
ગયું છે. આત્મા ઈચ્છાવાન હોય તો એની ઈચ્છા ક્યારેય
આથમે નહીં. ૩૩૧૪ આ જગત આખું વિજ્ઞાન જ છે ને ભગવાન એમાં વિચર્યા કરે
છે. જેમ એક વૈજ્ઞાનિક હોય ને એ થઈ રહેલા પ્રયોગને જોયા
કરે છે તેમ ભગવાનનું છે. ૩૩૧૫ આત્માનો અનંતગુણી સ્વભાવ હોવાથી આત્માને સ્પર્શ થવાથી
જ “ચાર્જ થઈ જાય છે. “હું ચંદુભાઈ છું' કહેતાં જ જબરજસ્ત ચાર્જ થયું. પછી ‘થિયરી ઓફ રિલેટિવિટી(સાપેક્ષવાદ)માં જ રહેવું પડે. આમાં આત્મા પોતે તો કંઈ જ કરતો નથી. એ તો બિલકુલ સ્થિર છે, છતાં મન
ચાલે છે. કારણ કે મન એ “ડિસ્ચાર્જ સ્વરૂપ છે. ૩૩૧૬ જેમ આ “બેટરી’ ‘પાવરથી ચાલે છે તેમ જ આ જગત
‘પાવર'થી ચાલી રહ્યું છે. એ પાવર ઊતરી જાય તો બંધ થઈ
જાય, પણ ઊતરતાં પહેલાં બીજો ‘પાવર' ઉમેરાય છે. ‘ચાર્જ
થાય ને “ડિસ્ચાર્જ થાય ! ૩૩૧૭ જગત ચલાવવા માટે આત્માને કશું જ કરવું પડતું નથી. આ
બધા “પ્રતિષ્ઠિત આત્માઓ'નાં જે પરિણામો છે તે મોટા કોમ્યુટર’માં જાય છે. પછી બીજા બધાં ‘એવિડન્સો ભેગા થઈને તે “કોમ્યુટર'ની મારફત બહાર પડે છે, તે રૂપકમાં આવે છે. એને “વ્યવસ્થિત' શક્તિ કહીએ છીએ. ઓન્લી
સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ! ૩૩૧૮ આત્મા તો શુદ્ધાત્મા જ છે. પણ આપણને જ્યાં સુધી રોંગ
બિલિફ હતી કે હું ચંદુભાઈ છું', લોકોએ તેમને કહ્યું કે તમે ચંદુભાઈ છો'. તે તમે એ માનીને જ કામ કરવા માંડ્યા. એટલે શું થયું ? આ મૂર્તિમાં “હું છું” એમ માની એની પ્રતિષ્ઠા કરો છો અને તેથી નવી મૂર્તિ ઘડાઈ રહી છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા' ફરી પાછો પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે. તે આવતાં ભવે ‘તમે' ને ‘પ્રતિષ્ઠિત આત્મા’ એ બે સાથે રહે.
સ્વરૂપ જ્ઞાન’ પછી નવો પ્રતિષ્ઠિત આત્મા’ બંધાતો નથી ને
જૂનો ‘એક્ઝોસ્ટ’ (ખલાસ) થયા કરે ! ૩૩૧૯ તમે “ફાઈલનો નિકાલ કરો. એ ફાઈલો ‘પ્રતિષ્ઠિત
આત્મા’ની છે. એ આપણી ગુનેગારી છે. કારણ કે “આપણે”
અજ્ઞાનભાવે આવું ઊભું કર્યું છે ! ૩૩૨૦ ભાવમનથી નવો પ્રતિષ્ઠિત આત્મા ઉત્પન્ન થાય છે, ને
દ્રવ્યમન એટલે “ડિસ્ચાર્જ થતો “પ્રતિષ્ઠિત આત્મા’. અહંકાર
હોય તો જ ચાર્જ થાય. ૩૩૨૧ ભાવમન એટલે અસ્તિત્વનું સ્થાપન કરવું. જ્યાં પોતે નથી
ત્યાં અસ્તિત્વનું સ્થાપન કરવું તે. ૩૩૨૨ આજે તો એવું છે કે “પ્રતિષ્ઠિત આત્મા’ મૂળ આત્માનો