________________
સહજ લક્ષનું ‘સ્ટેશન' ને (૩) છેલ્લે સહજ અનુભવનું
સ્ટેશન' છે ! આ બધાં વાડાની બહાર જ હોય. ૩૨૯૨ સંસારમાંથી મુક્તિ અપાવડાવે તે ગુરુ સાચાં. બાકી, બીજા
બધા ગુરુ તો ઘણાં ય હોય, તે શું કામના ? એ તો અહીંથી
સ્ટેશને' જવું હોય તો ય રસ્તાનો ગુરુ કરવો પડે. ૩૨૯૩ રસ્તો દેખાડનારની ક્યાં સુધી જરૂર ? દેખાડનારો “મામાની
પોળ'માં પેસી જાય ને આપણને એ દેખાડે કે હવે અહીંથી આ ‘લાઈન'માં છઠું ઘર છે, ત્યાં જા. એટલે પછી આપણે એ જ્ઞાનથી ત્યાં પહોંચી શકીએ. આપણે જે ધારણ કરેલું જ્ઞાન છે,
તેનાથી પછી પહોંચાય. ૩૨૯૪ જેનામાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં, ‘હું' દેખાય નહીં,
ત્યાં વાત સાંભળજો. નહીં તો મોક્ષ થવાનો નથી. ૩૨૯૫ ગુરુ એટલે ભારે. આ સંસાર સમુદ્ર, એમાં વળી ગુરુ ભારે.
તેની પર પાછાં આપણે બેઠાં એટલે ડૂબું, સડસડાટ ! ૩૨૯૬ ગુરુકિલ્લી વગર ગુરુ શી રીતે થવાય ? “અમે જ્ઞાનીઓ'
ગુરુલ્લિી આપીએ. પછી ના ડૂબે. ૩૨૯૭ કિંચિત્માત્ર સ્વાર્થ ના હોય તો તેને તું ગુરુ કરજે. એવો મળ્યો
કોઈ ? ૩૨૯૮ જે શિષ્ય થાય તે જ પોતાનો ગુરુ થશે. માટે ચેતીને ચાલ.
ગુરુપણું કરી બેસશો નહીં. ૩૨૯૯ ગુરુની એક ખોડ કાઢે તો જ્ઞાન આવતું બંધ થઈ જાય. શિષ્ય
તો ગુરુનો પ્રશંસક હોય, ગુરુની પૂંઠે પૂંઠે ચાલ્યો જાય. ૩૩00 ગુરુ-શિષ્યનો ક્યારેય ભેદ ના ભૂલાય, તે તર્યો. એક ક્ષણ પણ
ભૂલ્યો કે હું શિષ્ય છું અને આ ગુરુ છેતે પડ્યો, ને જે ક્યારેય ના ભૂલ્યો કે હું શિષ્ય છું, તે તર્યો !
૩૩૦૧ જ્યાં “મારા’ છે એવું મનાયું ત્યાં કકળાટ. “મારા શિષ્યો’ કહ્યું,
ત્યાં કકળાટ હોય ! ૩૩૦૨ મૂર્તિના દર્શન કરે ત્યાં સુધી આપણું મૂર્તિપદ જાય નહીં.
અમૂર્તિના દર્શન કરે તો કામ થાય. ૩૩૦૩ અમૂર્ત આત્માને જોઈ શક્યા નથી, માટે આખું જગત મૂર્તિને
ભજે છે. મૂર્તિને ભજવાથી મોક્ષ ન મળે, અમૂર્તને ભજવાથી
મોક્ષ મળે. ૩૩૦૪ જ્યાં સુધી અમૂર્તનાં દર્શન થયાં નથી ત્યાં સુધી મૂર્તિનાં દર્શન
અવશ્ય કરવાં. મૂર્તિનાં દર્શન એ તો હિન્દુસ્તાનનું સાયન્સ છે.
મંદિર દેખે ત્યાંથી જ પગે લાગે. ૩૩૦૫ વિનાશી ભાગ મૂર્તિ છે. “નિશ્ચતન-ચેતન' છે. મૂર્તિ ભાગ એ
આત્મા નથી. આત્મા અમૂર્ત છે, મૂર્તિની મહીં રહેલો છે.
અમૂર્ત એ ‘રિયલ' છે, મૂર્ત એ તો ખોખાં છે. ૩૩૦૬ ચેતન દેખાય છે, પણ જેનો વિનાશ થઈ જવાનો છે એને જ
જગત ચેતન કહે છે. ખરેખર એ ચેતન નથી, “નિશ્ચતન
ચંતન' છે. ૩૩૦૭ અન્યને અન્ય જાણે એ મુક્ત. અન્યને અન્ય જાણે અને
‘સ્વ'ને ‘સ્વ' જાણે એ મહામુક્ત. ૩૩૦૮ જ્યારે અન્યને અન્ય જાણે, એ સમયે જો મન-વચન-કાયાનો
યોગ કંપાયમાન ના થાય તો એ “સ્વ’ને ‘વ’ જાણે અને જો
કંપાયમાન થાય તો “સ્વ'ને “સ્વ” જાણ્યું ના કહેવાય. ૩૩૦૯ જગતે માનેલો આત્મા, એ ‘મશીનરી’ આત્મા છે ને પાછો
ચંચળ છે. મૂળ આત્મા તો અચળ છે, એટલું સમજ્યા હોત
તો ય મોક્ષ થાત ! ૩૩૧૦ આત્મા જ્યારે તેના સ્વગુણને જાણે, સ્વ-સ્વરૂપને જાણે,