________________
૩૧૪૩ ‘જ્ઞાની પુરુષ’ પાસે બેસી બેસીને બુદ્ધિ સમ્યક્ થઈ જાય તો એ બુદ્ધિ મોક્ષે જવા દે.
૩૧૪૪ જેવો જેનો ‘ઈગોઈઝમ’ તેવી તેની બુદ્ધિ. કોઈનો ‘ઈગોઈઝમ’ મોળો હોય તો બુદ્ધિ તેની ખૂબ ‘લાઈટ’ મારે ને જેનો અહંકાર કડક હોય તેની બુદ્ધિ અવળી કામ કરે.
૩૧૪૫ અહંકાર એટલે સુધી ‘ડેવલપ’ થઈ શકે છે કે પરમાત્મા ને અહંકારમાં એક અંશનો જ ફેર રહે ! ‘ક્રમિક માર્ગ’માં અહંકાર ‘ડેવલપ' કરતો કરતો જાય.
૩૧૪૬ ‘આ માણસ સારો છે' કહે છે તે શું છે ? સારો એટલે એનો
‘ઈગોઈઝમ’ ‘ડેવલપ્ડ’ છે ! ‘ઈગોઈઝમ’ ‘ડેવલપ’ કરવો એ જ ‘ક્રમિક માર્ગ’.
૩૧૪૭ ‘ઈગોઈઝમ’ પૂર્ણ ‘ડેવલપ’ થાય, એનું નામ જ ભગવાન ! ૩૧૪૮ ધર્મમાં આટલું જ કરવાનું છે ! ઈગોઈઝમને ‘ઓર્નામેન્ટલ’ (શોભાનો) કરવાનો છે. ઘરેણાં જેવો અહંકાર કેવો સરસ લાગે !
૩૧૪૯ ‘અક્રમ માર્ગ’ તો ‘આઉટ ઓફ ઈગોઈઝમ’(અહંકારથી ૫૨) છે ! આ માર્ગ જ જુદો છે !
૩૧૫૦ ‘ઈગોઈઝમ’ એટલે મિશ્ર ચેતન. એમાં ખરેખર ચેતન જરાય
વપરાતું નથી, માત્ર ‘રોંગ બિલિફ’થી ચેતન વપરાય છે. જગતમાં જે જે માનવામાં આવે છે તે બધી જ ‘રોંગ બિલિફો’ છે !
૩૧૫૧ બધી વસ્તુઓ પર વહેમ પડ્યો છે, પણ અહંકાર પર કોઈ દહાડો ય વહેમ પડ્યો નથી ! ‘હું ચંદુભાઈ છું' એના પર વહેમ પડ્યો એટલે અહંકાર પર વહેમ પડ્યો કહેવાય. ૩૧૫૨ ‘સ્વરૂપ જ્ઞાન' થયા પછી અહંકાર ખસી ગયો. અહંકાર
પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયો. હવે, પૌદ્ગલિક અહંકાર, જેને ‘ડ્રામેટિક’ અહંકાર કહે છે એ રહ્યો. એ બધું કાર્ય કર્યા જ કરે ! પૌદ્ગલિક અહંકાર સિવાય કોઈ કાર્ય થાય એવું જ નથી. કાર્ય થવામાં અહંકાર એ ‘વન ઓફ ધી એવિડન્સ’ છે પણ એવો કોઈ કાયદો નથી કે જીવતો જ અહંકાર જોઈએ. ૩૧૫૩ ‘સ્વરૂપ જ્ઞાન' મળ્યા પછી કષાયો નિર્જીવ થઈ જાય. નિર્જીવ આપણને દુઃખ ના દે, પણ ‘પોતાનાં’ સુખને આંતરે, જ્યાં સુધી તેનું અસ્તિપણું છે ત્યાં સુધી.
૩૧૫૪ ક્રોધ-માન-માયા-લોભ નિર્જીવ હોય ત્યારે ખરેખર તે ક્રોધમાન-માયા-લોભ કહેવાતાં નથી. પણ જગતને ઓળખવા માટે તો તેમ કહેવું પડે.
૩૧૫૫ આખા જગતને સજીવ ક્રોધ-માન-માયા-લોભ હોય. કષાયોનું જ સામ્રાજ્ય ચાલે છે. આત્માને તો ક્યાંય છેટે ભંડારિયામાં પૂરી રાખેલો છે ! પણ વેદના આત્મા સુધી પહોંચે છે, નિર્વેદને વેદના પહોંચે છે ! એ ય અજાયબી છે ને ! પણ આમાં આત્મા કશું જ ભોગવતો નથી.
૩૧૫૬ આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ હોય નહીં ને અડેય નહીં. સુખ કોણ ભોગવે છે ? અહંકાર. દુઃખ કોણ ભોગવે
છે ? અહંકાર. લોભ કોણ કરે છે ? અહંકાર. ખોટ કોણ ભોગવે છે ? અહંકાર. શાદી કોણ કરે છે ? અહંકાર. (વિધુર) વિધવા કોણ થાય છે ? અહંકાર. આ બધું જ અહંકાર ભોગવે છે !
૩૧૫૭ બહારના વ્યવહાર છે તે અજ્ઞાનમય પરિણામ જ છે ખાલી.
અજ્ઞાનમય પરિણામ એનું નામ ભોગવવાનું અને જ્ઞાનમય પરિણામમાં ભોગવવાનું છે નહીં. છે ચક્કર તો એનું એ જ ! સંસાર એ અજ્ઞાનમય પરિણામ છે ને આત્મા એ જ્ઞાનમય પરિણામ છે !