________________
છૂટ્યા !' ૨૯૬૭ આ પુલને શુદ્ધ કરવાની “આપણે” કંઈ જરૂર નથી. પુદ્ગલ
તો એની મેળે શુદ્ધ થયા જ કરે છે. “આપણે' જો “આપણી’ શુદ્ધ દશા છે એમાં અશુદ્ધિ મનાય નહીં, તો પુદ્ગલ તો શુદ્ધ
થવાનું જ છે. ૨૯૬૮ પુદ્ગલને જો ડખોડખલ ના થાય તો એ તો ચોખ્ખું જ થયા
કરે છે. ડખો કરે ને પછી ડખલ થઈ જાય. ડખોડખલ કરનાર
કોણ ? અજ્ઞાન માન્યતાઓ ને પછી વાંધા ને વચકા. ૨૯૬૯ વાંધા ને વચકા સંસારમાં અટકાવનારી વસ્તુ છે, પછી ગમે
તેનો હોય. સત્યનો વાંધો રાખે તો ય વચકો પડી જાય. અસત્યનો વાંધો રાખશે તો ય વચકો પડી જશે. કારણ કે સત્ય-અસત્ય જેવી વસ્તુ જ નથી, બન્ને વિનાશી છે. “સત્'
એકલું જ અવિનાશી છે. ૨૯૭૦ સંજોગ અનુસાર પ્રકૃતિ બંધાય અને પ્રકૃતિ અનુસાર સંસાર
ચાલે. આમાં કોનો દોષ જોવાનો ? ૨૯૭૧ પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવની અજાગૃતિ ને ભ્રાંતિ. ૨૯૭૨ પ્રકૃતિ તો સહજ છે, પણ બુદ્ધિ ડખો કરે છે. પ્રકૃતિને પંખો
માફક ના આવે તેમાં પંખાનો શો દોષ ? પ્રકૃતિનો શો દોષ ?
દોષ દેખાવો એ બુદ્ધિને આધીન છે, આત્માને આધીન નથી. ૨૯૭૩ સહજભાવે નીકળેલી પ્રકૃતિ સહજ છે. કોઈ અન્યને નુકસાન
કરે કે કોઈ જીવને દુઃખ થાય તેટલી જ પ્રકૃતિ મોક્ષને બાધક છે. બીજી ગમે તે પ્રકૃતિ હોય, મોડું ઉઠાય, વહેલું ઉઠાય, અમુક
થાય, અમુક ના થાય, તેવી પ્રકૃતિ મોક્ષને બાધક નથી. ૨૯૭૪ “શુદ્ધાત્મા' તો શુદ્ધાત્મા જ છે, વીતરાગ છે. પણ પ્રકૃતિ રાગ
કેષવાળી છે, એણે વીતરાગ થવાનું છે. પ્રકૃતિ વીતરાગ” થવા
શુદ્ધાત્માનું જ્ઞાન થવું જોઈએ. ૨૯૭૫ પોતે શુદ્ધાત્મા થાય તો સ્પંદન થવાનું બંધ થાય, ને સ્પંદન
બંધ થયાં તો ધીમે ધીમે સહજતામાં પ્રકૃતિ આવશે. બન્ને
સહજતામાં આવી જાય, એનું નામ વીતરાગ. ૨૯૭૬ પ્રકૃતિની બહાર નીકળવું મુશ્કેલ છે. પ્રકૃતિની બહાર કોઈ
નીકળી ના શકે. પ્રકૃતિની બહાર નીકળે એની વાણી ઓર જાતની હોય ! એ સ્વતંત્ર થયો હોય અને એની નિર્ભિકતા બતાવે. દુનિયાના સ્વામીની પેઠ ફરતો હોય છે. અને બીજા બધા તો ભગતો ! ભગત ને ભગવાન જુદા. આ પ્રકૃતિની પાર
ગયો, એ પોતે જ ભગવાન થઈ ગયો. ૨૯૭૭ કોઈક કરે છે અને કહીએ ‘હું કરું છું' તે અહંકાર. કોણ કરે
છે તે જાણે તો તે ભગવાન. ૨૯૭૮ ભગવાન તો અક્રિય છે, વીતરાગ છે. ભગવાનને સક્રિય કહેવું
એ ભૂલ છે. ૨૯૭૯ વીતરાગોની એકલી વાત જ સમજવાની છે, બીજું કશું જ
કરવાનું નથી. કરવાનું હોય ત્યાં મોક્ષ નથી ને મોક્ષ હોય ત્યાં
કરવાનું નથી. ફક્ત આટલું જ સમજો. ૨૯૮૦ જ્યાં કોઈ પણ ક્રિયા છે ત્યાં બંધ છે. ત્યાં પછી પુણ્યનો હોય
કે પાપનો હોય, પણ બંધ છે ! અને “જાણે' એ મુક્તિ છે.
| ‘વિજ્ઞાન' જાણવાથી મુક્તિ છે. ૨૯૮૧ ક્રિયા એક જ પ્રકારની, પણ કોણ કરે છે એ આરોપિત ભાવથી
કરે તો સંસાર ઊભો થઈ જાય અને સ્વભાવિક ભાવથી કરે
તો કશું લેવા-દેવા નથી. ૨૯૮૨ જગતના લોકો ક્રિયા કરે છે, પણ તેના પરિણામનું લક્ષ ના
હોય તેથી ઊંઘે છે. દરેક ક્રિયાના પરિણામનું લક્ષ રહે, એનું