________________
૨૯૪૮ ‘વ્યવસ્થિત'નો નિયમ એવો છે કે જે વિચાર ના કરે, તેનું
એઝેક્ટ’ ચાલે ને વિચાર કરે તેનું જરા આઘુંપાછું થાય.
મહીં પરમાત્મા બેઠા છે, તે બધું મળે તેમ છે ! ૨૯૪૯ જે સ્થળ છે તે ‘વ્યવસ્થિત'ને તાબે છે ને “એકઝેક્ટ' છે, ને
સૂક્ષ્મ છે તે પોતે ઘડે છે. ૨૯૫૦ આ ‘વ્યવસ્થિત’ શક્તિ કામ કરે છે. ‘હું નહોતો કરતો, મારી
જ ભ્રાંતિ હતી’ એવું અહંકારને પોતાને ય સમજાય. નહીં તો
સંડાસ જવા ગયેલા પાછાં આવેલા. ‘મેં' જોયેલા ! ૨૯૫૧ ‘પોતે’ અકર્તા થાય તો ‘વ્યવસ્થિત' કર્તા છે એવું સમજાય,
તો જ જગત “જેમ છે તેમ' સમજાય. ‘વ્યવસ્થિત' સમજાય નહીં ત્યાં સુધી સંકલ્પ-વિકલ્પ જાય નહીં, ભય જાય નહીં,
ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં. ૨૯૫૨ અશુભનો કર્તા છૂટીને શુભનો કર્તા થાય પણ કર્તાપણું છૂટે
નહીં ! ૨૯૫૩ ‘વ્યવસ્થિત’ ‘એક્ઝક્ટ' આખું ય સમજાઈ જાય તો તો તમે
પૂર્ણ પરમાત્મા જ થઈ જાવ ! જેટલું જેટલું ‘વ્યવસ્થિત'
સમજાય તેટલો તેટલો મનુષ્યમાંથી પરમાત્મા થવા માંડે ! ૨૯૫૪ કુદરત કર્યા કરે ને તમે ‘જાણ્યા’ કરો એ જ મોક્ષમાર્ગ છે. ૨૯૫૫ કુદરતે હાથ કાપ્યો. કાપનાર કુદરત, કપાયો તે ‘આપણે' ન
હોય. આ બધું ‘તમે જાણ્યા કરો’ એ જ્ઞાન'. અને જ્યાં સુધી
ભોગવટો લાગે ત્યાં સુધી સંપૂર્ણ આત્મજ્ઞાન નથી. ૨૯૫૬ નિરુપાયપદ આગળ “વ્યવસ્થિત' ખડું રહ્યું છે ! ૨૯૫૭ ‘વ્યવસ્થિત'નો અર્થ જ એ છે કે પ્રકૃતિના કાર્યમાં અને
બહારના ‘એવિડન્સ'માં ડખો નહીં કરવો તે. હાથ ઊંચો થાય, પગ આઘોપાછો થાય કે મહીં અંદરથી કહે, ‘હંડો હવે',
તે હેંડવા માંડે. એમાં કશો ડખો નહીં કરવાનો, જ્ઞાતા-દ્રષ્ટા
રહેવાનું. ૨૯૫૮ “શુદ્ધાત્મા' સિવાયનો ભાગ તે પ્રકૃતિ. પ્રકૃતિ અને બહારના
સંયોગો બધા ભેગા થઈને જે કાર્ય કરે તે ‘વ્યવસ્થિત'. ૨૯૫૯ ભગવાનના નિમિત્તથી પ્રકૃત્તિ ઊભી થાય છે અને પ્રકૃતિથી
સાયન્સ’ ઊભું થાય છે. પ્રકૃતિ પૂરણ-ગલન સ્વભાવની છે,
જ્યારે આત્મા પૂરણ-ગલન સ્વભાવનો નથી. ૨૯૬૦ પ્રકૃતિ એટલે આત્માના અજ્ઞાન ભાવથી જે ઊભી થાય છે તે.
હું ચંદુભાઈ છું' એ આરોપિત ભાવ, એ પ્રકૃતિ ! ૨૯૬૧ આપણે પુરુષ છીએ. ‘શુદ્ધાત્મા' તરીકે સ્વવશ છીએ, પ્રકૃતિએ
કરીને પરવશ છીએ. પ્રકૃતિ અને ‘રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડના
હિસાબે આ બધું ચાલી રહ્યું છે ! ૨૯૬૨ પ્રકૃતિનો એક પણ ગુણ ‘પોતાનો' માને નહીં અને પોતાના”
બધા ગુણો જાણે એ “જ્ઞાની'. એક ગુણ ‘પોતાનો' માને તો
સંસારમાં ફસાય. ૨૯૬૩ આ આત્મા છે ને આ પ્રાકૃત છે, એ સમજવાનું છે. પ્રાકૃતિને
પોતાનું માને છે તેને લીધે મહીં સફીકેશન લાગે છે. તે અમે
સમજાવીએ કે આ તારું ન હોય, એટલે એ છોડી દે. ૨૯૬૪ પ્રકૃતિ વાંકું કરે, પણ તું અંદર સીધું કરજે. ૨૯૬૫ પ્રકૃતિ ના સુધરે તેનો વાંધો નથી, તે પોતાની “અંદર’
સુધારને !(?) પછી “રીસ્પોન્સિબિલિટી' નથી. આટલું જ
‘સાયન્સ’ ‘હું સમજાવવા માગું છું. ૨૯૬૬ પ્રકૃતિ જોડે તાદામ્ય થઈ જાય તો આપણે તરત કહેવું કે “આ
આમ ના હોવું જોઈએ.’ એટલે ‘આપણે જવાબદારીમાંથી