________________
થોર વ્યવહાર. ૨૮૧૯ નિશ્ચયમાં કશું કાચું ન રહેવું જોઈએ, પણ વ્યવહારમાં ય કાચું
રહે તો તે ભૂલ જ કહેવાય. વ્યવહારમાં કાચું રહે તો
નિશ્ચયમાં પણ કાચું પડી જાય. ૨૮૨૦ ભગવાન એટલું જ કહે છે કે વ્યવહારમાં કોઈને બાધકરૂપ
ના થાય એવો વ્યવહાર હોવો જોઈએ. ૨૮૨૧ વ્યવહારમાં ‘વ્યવહાર'ની રીતે વર્તે. જો વ્યવહારના પ્રેમમાં
ઓટ આવેલી લાગે તો ખસી જાવ. ૨૮૨૨ ગજવું કાપે તો અસર ના થાય તો નિશ્ચયની હદમાં પેઠો.
વ્યવહારની હદમાંથી નીકળી અને નિશ્ચયની હદમાં શરૂઆત
કરી.
૨૮૦૭ બે રીતે વાત હોવી જોઈએ : વ્યવહારની વ્યવહાર પ્રમાણે અને
નિશ્ચયની નિશ્ચય પ્રમાણે. નહીં તો એકાંતિક થઈ જાય. આ
તો સ્યાદ્વાદ ! ૨૮૦૮ ‘રિયલ’ પુરુષાર્થ એ શુકલધ્યાન છે ને ‘રિલેટિવ' પુરુષાર્થ એ
ધર્મધ્યાન છે. ૨૮૦૯ ‘રિલેટિવ'નો અર્થ જ શો ? ‘સુપરફલુઅસ.' ૨૮૧૦ આ જ્ઞાન શું છે ? નથી વ્યવહાર કે નથી નિશ્ચય. આ તો
અક્રમ વિજ્ઞાન' છે ! “અક્રમ વિજ્ઞાન' એટલે ? શુદ્ધ
નિશ્ચય અને શુદ્ધ વ્યવહાર. ૨૮૧૧ “અકષાયી વ્યવહાર' તે શુદ્ધ વ્યવહાર અને પોતાના સ્વરૂપનું
લક્ષ એ નિશ્ચય ! એનાથી મોક્ષ ! ૨૮૧૨ નિશ્ચય પોતાનું સ્વરૂપ છે, વ્યવહાર પોતાની ગનેગારી છે. ૨૮૧૩ વ્યવહાર બધો સામાજિક છે અને નિશ્ચય અભેદ છે. ૨૮૧૪ સાચું વિજ્ઞાન કર્યું કે જે વ્યવહારને એક્સેપ્ટ કરે છે. વ્યવહારને
ખસેડે તે સાચું વિજ્ઞાન ના કહેવાય. ૨૮૧૫ વ્યવહાર માતા આપે ને નિશ્ચય “જ્ઞાની' આપે. પછી કશું
જાણવાનું રહેતું જ નથી. ૨૮૧૬ આવી પડેલા વ્યવહારને ક્યારેય પણ ધક્કો ના મરાય. પહેલો
વ્યવહાર પછી નિશ્ચય. ૨૮૧૭ વ્યવહાર આપણો ચોખ્ખો હોવો જોઈએ, તો જ આત્મા
ચોખ્ખો થાય. કોઈનો બૂમબરાડો ના હોવો જોઈએ. ૨૮૧૮ તમારો વ્યવહાર કોઈએ બગાડ્યો નથી. તમારો વ્યવહાર તમે
જ બગાડ્યો છે. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર
૨૮૨૩ વ્યવહાર સમજે તો નિશ્ચય સમજે. ૨૮૨૪ જેનો જેટલો સ્વભાવ છે તેટલો જ વ્યવહાર થાય. ૨૮૨૫ આપણે તો બને ચીલા પૂરા કરવાના છે. મોક્ષનો ચીલો ને
વ્યવહારનો ચીલો. સંસાર વ્યવહારમાં જરાય ખામી ના
આવવી જોઈએ. વ્યવહારમાં ખામી ત્યાં મોક્ષ ના થાય. ૨૮૨૬ આ વ્યવહાર તમે સાચવ્યો એટલે વ્યવહાર જ તમને હેલ્પ
કરે બધું. ૨૮૨૭ વ્યવહારનો વાંધો નથી, પણ વ્યવહારમાં એકરૂપ થઈ જાઓ
છો તેનો વાંધો છે. ૨૮૨૮ વ્યવહાર એટલે સામાને સંતોષ આપવો તે. ૨૮૨૯ જ્યારે ખાવાનું છોડી દેશો ત્યારે વ્યવહાર છોડી દેજો. નિશ્ચય
શેના આધારે ઊભો રહ્યો છે ? વ્યવહાર છે તો નિશ્ચય છે.