________________
સ્વપરિણામમાં મજબૂત રહેવું, એનું નામ તપ. ૨૭૮૬ ‘જ્ઞાતા-ૉય” વચ્ચે જાગૃત રહે એ જ તપ. ‘જ્ઞાતા', ‘જોય’ ના
થઈ જાય એ જ અદીઠ તપ. ૨૭૮૭ ભગવાન પોતાનું તપ પોતે જ જોતા હતા ! ૨૭૮૮ જેનાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઈ ગયાં, તે એકાવનારી
થાય. ૨૭૮૯ આ ત્યાગ છે તે ઉદયનું પરિણામ છે અને સંયમ એ
સમજણનું પરિણામ છે. ૨૭૯૦ પ્રથમ બુદ્ધિના ‘લાઈટ'થી તમે ગ્રહણ કરો અને પછી સમજણ
ઊભી થાય ને પછી સંયમ ઊભા થાય. ૨૭૯૧ ‘જ્ઞાની પુરુષ' પાસે બેસવાથી વિપરીત બુદ્ધિ સમ્યક થાય ને
પછી સમજણ સમ્યક થાય. ૨૭૯૨ સંયમ પરિણામ એ આત્મિક ક્રિયા નથી. વચગાળાનું છે.
સ્વતંત્ર આત્મા દેખાય ત્યારે આત્મિક ક્રિયા થાય. ૨૭૯૩ સંયમ પરિણામી એને કહેવાય કે જેને વિષયનો વિચાર જ ના
આવે. ૨૭૯૪ ત્યાગ ને ગ્રહણ એ બધી વસ્તુ છૂળમાં છે અને ચીઢ થવી
ને પ્રેમ થવો એ સમ છે. એ બેનો ગુણાકાર થાય નહીં. એવું
કામ તમે શા માટે કરો છો ? બેને લેવા-દેવા નથી. ૨૭૯૫ ‘પોતાનું' ઘોર અહિત કરે, એનું નામ અજ્ઞાન. ‘જ્ઞાન' કોનું
નામ કે પોતાનું અહિત કાઢીને પૂરેપૂરું હિત કરે અને મોક્ષે
જ ચાલ્યો જાય, ૨૭૯૬ પ્રમાદ બે પ્રકારના સાંસારિક બાબતમાં પ્રમાદ રહે, તેને
આળસ કહે છે. ધર્મની બાબતમાં ઉપયોગ જાગૃતિ ના રહે,
તેને પ્રમાદ કહે છે. નિરંતર ઉપયોગ રહે તે અપ્રમત્ત છે. ૨૭૯૭ આરોપિત ભાવમાં સ્થિરતા કરે તે મદ. આરોપિત ભાવમાં
રંજન કરે તે પ્રમાદ. ૨૭૯૮ પ્રત્યક્ષ દર્શનથી અપ્રમત્ત થાય અને પરોક્ષ દર્શનથી પ્રમાદ
થાય. ૨૭૯૯ ‘વસ્તુ' વસ્તુનો સ્વભાવ ચૂકે એટલે પ્રમત્ત ભાવ કહેવાય.
‘વસ્તુ’ એના મૂળ ગુણધર્મમાં રહે એ અપ્રમત્ત ભાવ. ૨૮00 આપણો મત એમ કહે છે કોઈ ગુનેગાર નથી. ગુનેગાર દેખાય
છે એ આપણી કચાશ છે. ગુનેગાર જે દેખાય છે તે જ તમારો પ્રકૃતિભાવ છે. અપ્રમત્ત ભાવે જગત નિર્દોષ દેખાશે અને આપણને રામરાજ્ય જેવું લાગશે ! કાયમને માટે અપ્રમત્ત
થવાનું છે ! ૨૮૦૧ બધું નભાવી લે, એનું નામ ત્યાગી કહેવાય. ૨૮૦૨ જે ત્યાગથી કષાય વધે, તે ત્યાગ ન હોઈ શકે. ૨૮૦૩ ત્યાગવાનું શું છે ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન. આ છે ત્યાખ્યું
નથી તો કશું ય ટાગ્યું નથી. ૨૮૦૪ ધર્મમાં જાણ્યું ક્યારે કહેવાય ? રૌદ્રધ્યાન તો ના થાય, પણ
રૌદ્રધ્યાનનું સહેજ પરિણામ પણ ઊભું ના થાય, એવો સંજોગ
પણ ભેગો ના થાય ! ૨૮૦૫ આર્તધ્યાન - રૌદ્રધ્યાન બંધ ના થાય ત્યાં સુધી કંઈ જ જાણ્યું
નથી. ત્યાં સુધી એવું કહેવું કે, “કંઈ જ જાણું નહીં, જ્ઞાની
પુરુષ જાણે.’ ૨૮૦૬ જે ગામ જવું છે તે ગામનું જ આરાધન કરવું પડશે, નહીં
તો બીજે સ્ટેશને ઊતરી પડશો !