________________
કે પ્રેમ નથી તે ‘વીતરાગ' છે ! ૨૪૭૩ ભગવાન શું કહે છે ? તારે જો મોક્ષ જોઈતો હોય તો ‘જ્ઞાની
પુરુષ' પાસે જા ને સંસારમાં સુખ જોઈતું હોય તો માબાપની ને ગુરુની સેવા કરજે. માબાપની સેવામાં તો ગજબનું સુખ
પ્રાપ્ત થાય તેમ છે ! ૨૪૭૪ દરેક કામનો હેતુ હોય. જો સેવાભાવનો હેતુ હશે તો લક્ષ્મી
બાય પ્રોડકટમાં મળશે જ. આપણે જે વિદ્યા જાણતા હોઈએ
એ સેવાભાવમાં વાપરવી એ જ આપણો હેતુ હોવો જોઈએ. ૨૪૭૫ હું મારું એક જ જાતનું પ્રોડકશન’ રાખું છું ! ‘જગત આખું
પરમ શાંતિને પામો ને કેટલાક મોક્ષને પામો !” એનું મને બાય પ્રોડકશન ફ્રી ઓફ કોસ્ટ' નથી મળતું ? મળ્યા જ કરે
૨૪૭૬ જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ
કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે, ને ત્યારે
તમને અજાયબી લાગશે. ૨૪૭૭ ‘રિલેટિવ ધર્મો' છે એ સંસાર માર્ગ છે, સમાજસેવાનો માર્ગ
છે. મોક્ષનો માર્ગ સમાજસેવાથી પર છે, સ્વ રમણતાનો છે. ૨૪૭૮ સેવાભાવનું ફળ ભૌતિક સુખો છે અને કુસેવાભાવનું ફળ
ભૌતિક દુઃખો છે. સેવાભાવથી પોતાનું “હું” ના જડે. પણ જ્યાં સુધી ‘ના પડે ત્યાં સુધી ઓબ્લાઈજિંગ નેચર (પરોપકારી
સ્વભાવ) રાખશો. ૨૪૭૯ સમાજસેવાનો અર્થ શો ? એ ઘણું ખરું “માય’ તોડી નાખે
છે. “માય (મારું) જો સંપૂર્ણ ખલાસ થઈ જાય, તો પોતે
પરમાત્મા છે ! એને પછી સુખ વર્ત જ ને ! ૨૪૮૦ એક જણ સેવા કરે છે તે પ્રકૃતિ સ્વભાવ છે અને એક જણ
કસેવા કરે છે તે ય પ્રકૃતિ સ્વભાવ છે. તેમાં કોઈનો પોતાનો’ પુરુષાર્થ નથી. પણ મનથી એમ માને છે કે “હું કરું છું' એ
ભ્રાંતિ છે ! ૨૪૮૧ આપણું સેવ્યપદ છૂપું રાખીને સેવકભાવે આપણે કામ કરવું. ૨૪૮૨ “જ્ઞાની પુરુષ' એ તો આખા “વર્લ્ડ'ના સેવક અને સેવ્ય
કહેવાય. ‘આખા જગતની સેવા પણ “હું” જ કરું છું ને આખા જગતની સેવા પણ “હું” લઉં . આ જો તને સમજાય તો
તારું કામ નીકળી જાય તેમ છે ! ૨૪૮૩ ‘અમે’ એટલે સુધી જવાબદારી લઈએ કે કોઈ માણસ, અમને
મળવા આવ્યો તો એને “દર્શનનો લાભ થવો જ જોઈએ. ‘અમારી' કોઈ સેવા કરે તો અમારે માથે એની જવાબદારી
આવી પડે અને અમારે એને મોક્ષે લઈ જ જવો પડે. ૨૪૮૪ “મેં કર્યું” બોલવું એ નિમિત્ત છે, નિમિત્તભાવ છે અને કરાવે
છે એ ઉદયકર્મ કરાવે છે. આ બે જ મારાં વાક્યોની જાગૃતિ રાખીને આખી જિંદગી કાઢે તો તે મોક્ષની નજીક આવી ગયો ! આટલી જ જાગૃતિ રાખે, આ વાક્યોને “જેમ છે તેમ' રહેવા દે, એ સંપૂર્ણ “એલર્ટ' થાય તો આત્મા જ થઈ જાય !
શુદ્ધાત્મા’ થવાનું આ જ સાધન છે ખરું ! ૨૪૮૫ કર્તાભાવ છૂટે તો જ શુદ્ધાત્માનું લક્ષ બેસે. ૨૪૮૬ જ્યાં સુધી કર્તા છું' એવું ભાન છે, ત્યાં સુધી ક્રિયાકાંડ
છે. “હું કર્તા છું'નું ભાન જાય એટલે મોક્ષ ! “હું કર્તા છું' ત્યાં
સુધી ધર્મ છે ને કર્તાપદ છૂટે તો વિજ્ઞાન છે. ૨૪૮૭ શુભાશુભના સામા કિનારે શુદ્ધ છે. ત્યાં કર્તાભાવ નથી. હું
કર્તા નથી' એ ભાન થાય તો મુક્તિ થાય. ૨૪૮૮ “કરું છું હું' ને ‘જાણું છું હું બેઉ બોલે છે, એનું નામ ભયંકર