________________
કરી નાખો.
૨૪૫૩ આ જગતમાં કોઈ કંઈ પણ ના કરી શકે એવું આ જગત નિયમસર છે, માટે ભડકો નહીં. અને ભડકાટ આવવાનો છે, તે તમારા કોઈ ઉપાયે છૂટવાનો નથી.
૨૪૫૪ જે દુઃખથી આપણે ગભરાઈએ નહીં એ સામું આવે જ નહીં. બહારવટિયો ય આવતો નથી ને ભગવાન પણ આવતાં નથી. જેણે ભય છોડી દીધો છે તેને કશું જ થાય નહીં.
૨૪૫૫ જેનો તિરસ્કાર કરશો તેનો ભય લાગશે. આ સાપનો, વાઘનો તિરસ્કાર છે તેથી ભય લાગે છે.
૨૪૫૬ ભૂતકાળનો ભો છૂટી ગયો, ભવિષ્ય ‘વ્યવસ્થિત’ના હાથમાં છે. માટે વર્તમાનમાં વર્તો.
૨૪૫૭ વર્તમાનમાં વર્તી કોણ શકે ? ‘યસ’ (હા) કહેનારો. ૨૪૫૮ ભૂતકાળનો અને ભવિષ્યકાળનો ચોપડો ભગવાન ના રાખે. એક સેકન્ડ પછીનો ચોપડો દરિયામાં નાખી દેવો. વર્તમાનમાં જ રહે એ ભગવાન.
૨૪૫૯ આ નાટકમાં જે સામું આવે તે જુએ કે પાછલું સંભારીને જુએ ? પાછલું જોવા જઈશ તો અત્યારનું ખોઈ બેસીશ.
૨૪૬૦ વર્તમાનમાં જે વર્તે તે જ્ઞાતા-દ્રષ્ટા. વર્તમાનમાં વર્તે તેનો અહીં જ મોક્ષ ! વર્તમાનમાં કાયમ રહેવું, તેનું નામ જ અમરપદ.
૨૪૬૧ વર્તમાન બહુ સૂક્ષ્મ વસ્તુ છે. આ બાજુ ભૂતકાળ ને પેલી બાજુ ભવિષ્યકાળ, એ બેની વચ્ચે સૂક્ષ્મ ભાગમાં વર્તમાન હોય. તેને અજ્ઞાની પકડી જ ના શકે, ‘જ્ઞાની’ જ એને પકડી શકે.
૨૪૬૨ જગત એના સ્વભાવમાં છે. સત્યુગ, કળિયુગ લોકોના ભાવથી છે !
૨૪૬૩ ભગવાને શું કહ્યું ? દ્વાપરમાં ને સત્યુગમાં ભલું કરજે ને કળિયુગમાં બિલકુલ બૂરું નહીં કરો એ જ ભલું કર્યા બરાબર છે !
૨૪૬૪ કળિયુગના મનુષ્યોને ભગવાન પણ આશ્રય આપવા તૈયાર નથી. કારણ કે ભગવાનનો એક અક્ષર પણ માનવા તૈયાર નથી. વાઈફનું માને, સાહેબનું માને, પણ ભગવાનનો એક અક્ષર પણ ના માને.
૨૪૬૫ બૂમો બધી માનસિક છે, શરીરની બૂમો નથી. એટલે મનને કહી દઈએ કે હમણાં બૂમ ના પાડીશ, કાળ આવશે એટલે
મળશે.
૨૪૬૬ દહાડે ચોક્સીઓને ત્યાં ચોર જાય તો શું થાય ? માર ખાય ને રાત્રે ચોર ચોક્સીઓને મારે. એવું કાળ પ્રમાણે બદલાય છે. કાળ પ્રમાણે સત્તા બદલાય. દરેકનો કાળ જુદો જુદો હોય.
૨૪૬૭ આપણાં પુણ્યનો ઉદયકર્મ હોય તો સામો સારું બોલે ને પાપનો ઉદયકર્મ હોય તો સામો ગાળ આપે છે. એમાં કોનો દોષ ? માટે આપણે કહેવું કે ઉદયકર્મ મારો જ છે અને સામો તો નિમિત્ત છે. આમ કરવાથી આપણો દોષ નિર્જરી જશે ને નવો નહીં બંધાય.
૨૪૬૮ તમારી ધારણા પ્રમાણે જ થાય એ પુણ્યનું ફળ અને પોતાની ધારણા ધાર્યાથી અવળું થાય એ બધું પાપનું ફળ. પોતાની ધારણા ચાલે એવી જ નથી આ જગતમાં.
૨૪૬૯ પુણ્યાનુબંધી પુણ્ય ‘જ્ઞાની પુરુષ’નો ભેટો કરાવી આપે ! ૨૪૭૦ પુણ્ય ને પાપ હેય (ત્યજવા યોગ્ય) થયું ત્યાં આગળ સમકિત ! ૨૪૭૧ ‘હું પુણ્ય કરું છુ’, ‘હું પાપ કરું છું’ બેઉ ‘ઇગોઇઝમ’ છે. ૨૪૭૨ ‘વીતરાગ ભગવાને' કહ્યું કે પાપ-પુણ્ય બેઉની ઉપર જેને દ્વેષ