________________
પુરુષ'નું જ્ઞાન કેવું હોવું જોઈએ ? ‘વિજ્ઞાન’ હોવું જોઈએ. ‘વિજ્ઞાન’ ચેતન હોય અને જ્ઞાન અચેતન હોય. આ જગતમાં જે ચાલે છે એ જ્ઞાન અચેતન છે. અચેતન એટલે ક્રિયાકારી ના હોય અને આ તો ‘વિજ્ઞાન’ છે. ‘વિજ્ઞાન’ નિરંતર કામ કર્યા જ કરે, તમારે કશું કરવાનું નહીં.
૨૩૮૦ આ ‘અક્રમ' એ જુદી જાતનો માર્ગ છે. આ ‘વિજ્ઞાન’ છે ! ‘વિજ્ઞાન' એટલે જે જાણવાથી જ મુક્ત થવાય !!!
૨૩૮૧ આ ‘અક્રમ વિજ્ઞાન' તો ‘સાયન્ટિફિક' છે ! વિજ્ઞાન છે ! એકઝેક્ટ છે ! અને બીજું બધું તો ‘ડિસ્ચાર્જ’ થઈ રહ્યું છે ! ૨૩૮૨ આ ખંડન - મંડન ન હોય, આ ‘અક્રમ’ તો ‘ડાયવર્ઝન’ રોડ
છે. ‘ક્રમિક માર્ગ’ના બધા ‘બ્રીજ' તૂટી ગયા છે, તેથી આ ‘ડાયવર્ઝન રોડ’ શરૂ થયો છે. ‘બ્રીજ’ બંધાઈ જશે એટલે આ ‘ડાયવર્ઝન રોડ' ઊડી જશે !
૨૩૮૩ ક્રમ માર્ગમાં શું છે ? ૩૬૦° ની ‘બિલિફો’ છે. તેમાંથી એક ‘બિલિફો' છોડાવીને બીજી ‘બિલિફ' આપે. એક એક ‘બિલિફ’ હજાર હજાર અવતારે ફરે !
૨૩૮૪ ‘અક્રમ' માર્ગ ક્યારે કહેવાય ! જેમાં વ્યવહાર-નિશ્ચય બન્ને હોય !
૨૩૮૫ ક્રમિક એટલે કરવાપણું. ‘અક્રમ વિજ્ઞાન’ ખાલી સમજવાનું જ છે. અણસમજણથી ઊભું થયેલું સમજણથી વિખરાઈ જશે. ‘મને આમ થયું’ એ ના હોય, ખાલી જાણવાનું જ કે ‘આમ થયું' !
૨૩૮૬ જ્યાં સુધી મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ રહે ત્યાં સુધી વ્યવહારને આદરવા યોગ્ય કહ્યો છે. આ કાળમાં એ રહે તેમ નથી. તેથી આ વ્યવહારને અક્રમમાં સમૂળગો ‘નિકાલી’ કરી મૂક્યો છે. છતાં ‘અક્રમ'માં વ્યવહાર સંપૂર્ણ આદર્શ હોય.
૨૩૮૭ ‘અક્રમ’ જે પામી ગયો, તેનું કામ થઈ ગયું. નથી બટાકા છોડાવ્યા કે નથી ડુંગળી છોડાવી. અજ્ઞાન છોડવાનું છે !!
૨૩૮૮ જેવું ક્રમિક વિજ્ઞાન છે એવું આ અક્રમ વિજ્ઞાન છે. પણ અક્રમ વિજ્ઞાન પુસ્તકોમાં નથી, એ ‘જ્ઞાની’ના હૃદયમાં છે.
૨૩૮૯ સમુદ્ર જેવો અજ્ઞાન સંસાર છે ! અને એમાં જન્મે છે ને મરે છે ! તેમાં ‘નિશ્ચય-સ્વરૂપ’ પોતાનું સમજી જાય તો કામ થઈ
જાય !!!
૨૩૯૦ આત્મા સંસારી ય નથી ને અસંસારી ય નથી. સંસારી અસંસારી એ બધું દેહને માટે છે.
૨૩૯૧ સંસારી કોને કહેવાય ? જેને રાગ-દ્વેષ ને કષાયો હોય, તે બધા સંસારી. ક્રોધ-માન-માયા-લોભના સંયમ પરિણામ ના હોય તે બધા સંસારી. રાણીઓ સાથે રહેતો હોય પણ તેનામાં સંયમ હોય તો તે સંયમી અને ત્યાગ કરીને સંયમ ના હોય તો ય તે સંસારી !
૨૩૯૨ આપણા અહંકારને તોડવાનું સાધન, એનું નામ સંસાર ! ૨૩૯૩ સંસાર એ તો ઊકળતું સીસાનું આંધણ છે ! એમાં ભગવાન હાથ ઘાલે નહીં. અમે ય હાથ ઘાલતા નથી. ભગવાન સ્વરૂપ થયા એટલે પછી શું હાથ ઘાલે ?
૨૩૯૪ એક વખત સંસારમાં ‘વીતરાગ’ થઈ ગયો એટલે સંસાર બિલકુલ વળગે નહીં એવો નિયમ છે !
૨૩૯૫ જુઓને, આ જડ ને ચેતન બે ભેગાં થઈને કેવો સંસાર ઊભો
થઈ ગયો ! પછી શાદી કરે, જમાઈ થાય, વેવાઈ થાય, વેવાણો થાય, કાકા સસરા થાય, મામા સસરા થાય ! કેટલી જાતની ડખલો ઊભી કરી છે ?!
૨૩૯૬ આ સંસાર દુ:ખનો સમુદ્ર છે. એમાં સુખ શી રીતે જડ્યું