________________
૨૩૫૯ જે સગવડો કળિયુગને લાવી છે તે જ સગવડો કળિયુગને
કાઢશે ! ૨૩૬૦ સંસાર ભૂલાડે એ જગ્યાએ બેસી રહેવું ને સંસાર વધુ ચગડોળે
ચઢાવે ત્યાંથી જતા રહેવું, એવો વિવેક જેને સમજાય તેનું કામ
નીકળી જાય. ૨૩૬૧ જેમ પોતાની ભૂલ દેખાતી જાય તેમ જગત વિસ્મૃત થતું જાય,
સમાધિ રહે ! ૨૩૬૨ પોતાની ભૂલને લઈને જગત યાદ આવ્યા કરે છે. જેની
યાદગીરી આવ્યા કરે ત્યાં જ ભૂલો છે. સંપૂર્ણ “જ્ઞાની'ને જગત
વિસ્મૃત જ રહ્યા કરે ! ૨૩૬૩ જેનાથી જગત વિસ્તૃત રહે, મગજ પર બોજો ના રહે, શાંતિ
રહે, ‘રિયલ’ને ‘રિલેટિવ' જુદું રહે એ આપણી સ્વતંત્રતા ! ૨૩૬૪ “જ્ઞાની પુરુષ'નું વાતાવરણ જ મોક્ષનો અનુભવ કરાવે, જગત
વિસ્મૃત રહે ! ૨૩૬૫ જગત વિસ્મૃત થાય ત્યારથી જ મોક્ષનો અનુભવ થવા
માંડ્યો ! ૨૩૬૬ જગત વિસ્મૃત કરાવી શકે, એ જ કર્મોનું ‘ચાર્જ બંધ કરાવી
શકે ! ૨૩૬૭ સંસાર ભૂલાડે, એનું નામ “જ્ઞાની'. ૨૩૬૮ વીતરાગ થયો કોને કહેવાય ? આત્મા ને આત્માનાં સાધનો
સિવાય બીજું કશું યાદ જ ના રહે ! ૨૩૬૯ વીતરાગની ખાતરી શી ? ત્યારે કહે, સંસારની કોઈ ચીજ યાદ
નથી તે. વીતરાગતા સિવાય જગત ભૂલે નહીં.
૨૩૭૦ પોતાના સ્વરૂપ સિવાય બીજું જે કંઈ યાદ રહે એ રાગ છે. ૨૩૭૧ જ્ઞાનીઓનો સમભાવ તો જગતે જોયો જ ના હોય. જ્ઞાનીનાં
તો રાગમાં વીતરાગતા હોય. જગત વીતરાગતામાં વીતરાગતા
ખોળે. ખરું તો રાગમાં વીતરાગતા જોઈએ. ૨૩૭૨ પરમ ઉપકારકર્તા પર કિંચિત્માત્ર રાગ નહીં ને પરમ
ઉપસર્ગકર્તા પર કિંચિત્માત્ર દ્વેષ નહીં, એવું વીતરાગ ચારિત્ર
જાણવાનું છે. ૨૩૭૩ ભગવાન પોતે વીતરાગ છે અને તમારામાં વીતરાગતા
આવશે, જગત પ્રત્યે ને દેહ પ્રત્યે, એટલે થઈ રહ્યું. જગતનું તો જવા દઈએ, પણ આ દેહ પ્રત્યે વીતરાગ થયા એટલે થઈ
રહ્યું. ૨૩૭૪ સમકિતથી વીતરાગ વિજ્ઞાન શરૂ થાય છે. ૨૩૭૫ આત્મા પોતે ‘વિજ્ઞાન” સ્વરૂપ છે. તેથી બધે ‘વિજ્ઞાન’ જ જુએ
છે. શાદી કરવાનો વાંધો નથી. પણ “મારું-તારું' કરે છે એ અજ્ઞાન છે, બધે “' કહે તે ‘વિજ્ઞાન” છે, ને અહંકાર કરે
તે અજ્ઞાન છે.. ૨૩૭૬ જ્ઞાન જાણવાથી શું ખોટું ને શું ખરું એ ખબર પડે, સદ્
અસહ્નો વિવેક કરાવડાવે, તે ‘વિજ્ઞાન' જાણવાથી મુક્તિ
થાય. જ્ઞાન જાણવાથી હિતાહિતનું ભાન થાય. ૨૩૭૭ જે જ્ઞાનથી બંધ તૂટી જાય એ “જ્ઞાન” કહેવાય, ને નવો બંધ
પડે નહીં એ ‘વિજ્ઞાન' કહેવાય ! ૨૩૭૮ ધર્મનું વિજ્ઞાન અને ધર્મનું જ્ઞાન જુદું છે. “વિજ્ઞાન'થી મુક્તિ
૨૩૭૯ જગત નડતું નથી, તારી અજ્ઞાનતા તને નડે છે. અજ્ઞાન ક્યારે
જાય ? “જ્ઞાની પુરુષ' “જ્ઞાન” આપે તેનાથી જાય. “જ્ઞાની