________________
માટે જે કંઈ બોલવામાં આવે છે તે જ સંપૂર્ણ મૌન છે.
૨૩૨૧ જેટલાં સેન્સિટિવ હોય, એણે મૌન રાખવાની જરૂર. મૌન રાખવા કરતાં તો આપણી વાણી બીજાને શી અસર કરે છે, એ લક્ષમાં હોય તો વધારે સારું.
૨૩૨૨ આત્મા-પરમાત્મા માટે બોલવું તેમાં સંસારનો ભાગ જ નથી. તેને ભગવાને ‘મૌન’ કહ્યું છે.
૨૩૨૩ વાણી એ પુદ્ગલની અવસ્થા છે, એનો ગુણધર્મ નથી. ૨૩૨૪ સ્યાદ્વાદ વાણીની ભૂમિકા ક્યારે ઉત્પન્ન થાય ? જ્યારે
અહંકાર શૂન્ય થાય. જગત આખું નિર્દોષ દેખાય, કોઈ જીવનો કિંચિત્માત્ર દોષ ના દેખાય, કોઈનું કિંચિત્માત્ર ધર્મપ્રમાણ ના
દુભાય.
૨૩૨૫ સંસારી મીઠી વાણી સ્લીપ કરાવે અને સ્યાદ્વાદી માધુર્ય વાણી ઊર્ધ્વગામી બનાવે !
૨૩૨૬ સ્યાદ્વાદ વર્તન કોને કહેવાય કે જે વર્તન મનોહર લાગે, મનનું હરણ કરે તેવું લાગે.
૨૩૨૭ વ્યવહાર શુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. ૨૩૨૮ સ્યાદ્વાદ વાણી છે ત્યાં આત્મજ્ઞાન છે. જ્યાં એકાંતિક વાણી છે ત્યાં આત્મજ્ઞાન નથી.
૨૩૨૯ સ્યાદ્વાદ કોને કહેવાય કે એ વાતથી શરીરમાં કોઈ સામું ના થાય. મન સામું ના થાય, બુદ્ધિ-ચિત્ત-અહંકાર કોઈ સામું ના
થાય !
૨૩૩૦ ભગવાનનો માર્ગ સમાધાનનો છે, મારી - ઠોકીને બેસાડવાનો નથી.
૨૩૩૧ સ્યાદ્વાદ એટલે એકમાં ને એકમાં રહેવું અને જુદા જુદા ભાવે
રહેવું.
૨૩૩૨ બધાં જ દ્રષ્ટિબિંદુને પોતે સમાવી લે, એનું નામ વીતરાગ ધર્મ.
૨૩૩૩ ‘વીતરાગોનું સાયન્સ’ છેલ્લામાં છેલ્લું સાયન્સ છે. એની
આગળ કંઈ જ જાણવાનું બાકી નથી રહેતું.
૨૩૩૪ ‘વીતરાગ વિજ્ઞાન' એટલું મોટું છે કે જો એનો એક જ વાળ આ જગતમાં પડત તો જગત આશ્ચર્ય પામત !
૨૩૩૫ આ ‘વીતરાગ વિજ્ઞાન’ કોઈથી સમજાય એવું નથી. ‘મને’ ય આ પ્રગટ થયું તેમાં મારો કંઈ પુરુષાર્થ નથી. એ તો ‘બટ નેચરલ’ થયેલું છે.
૨૩૩૬ એકાંતે મોક્ષ ના થાય. એકાંતે ધર્મ થાય પણ ધર્મસાર પ્રાપ્ત ના થાય.
૨૩૩૭ એકાગ્રતા તો અંદરથી આપણા કર્મનો ઉદય યારી આપે ત્યારે થાય. ઉદય યારી ના આપે તો ના થાય. પુણ્યનો ઉદય હોય તો એકાગ્રતા થાય, પાપનો ઉદય હોય તો ના થાય.
૨૩૩૮ એકાગ્રતા તો કેવી હોવી જોઈએ ? ઊઠતાં-બેસતાં, ખાતાં
પીતાં, વઢવાડ કરતાં એકાગ્રતા ના તૂટે. આખા શરીરમાં બીજો કોઈ મતભેદ જ નહીં !
૨૩૩૯ પ્રભુનું સામ્રાજ્ય, શુદ્ધાત્માનું સામ્રાજ્ય હોય ત્યાં કશું આઘુંપાછું થાય નહીં. પેટમાં પાણી ય હાલે નહીં. તાવ આવે, દેહ જવાનો થાય, દેહ રહેવાનો થાય તો ય મહીં હાલે નહીં. કશી ડખલ જ નહીં. પોતાનું શું જવાનું ? જાય તો પાડોશીનું
જાય !
૨૩૪૦ આ વાક્યો તમારી દુકાને લગાડશો :
(૧) પ્રાપ્તને ભોગવો - અપ્રાપ્તની ચિંતા ના કરશો. (૨) ભોગવે એની ભૂલ.