________________
૨૩૦૨ શીલ એનું નામ કે મહીં રજમાત્ર પણ ખોટો ભાવ ઉત્પન્ન
થવો ન જોઈએ. ૨૩૦૩ શીલ કોને કહેવાય ? ક્રોધની સામે ક્રોધથી જવાબ આપતા
નથી, માનની જોડે માનથી જવાબ આપતા નથી, રાગી જોડે
રાગથી જવાબ આપતા નથી, એ શીલ કહેવાય. ૨૩૦૪ શીલ ક્યારે હોય કે ક્યારેય પણ કોઈ જીવમાત્રને મનથી,
અહંકારથી, અંત:કરણથી જરાય દુઃખ ના થાય. એ ભાવ રહે
તેને શીલ ઉત્પન્ન થાય. ૨૩૦૫ જ્યાં સુધી અંધ છે જે બાબતમાં, તે બાબતમાં દ્રષ્ટિ ખીલે
નહીં. એનાથી દૂર રહે, ત્યાર પછી એ છૂટું થાય. ત્યારે એની
દ્રષ્ટિ ખીલતી જાય. ૨૩૦૬ જે દ્રષ્ટિને જેટલી વખાણી, તેટલી જ વખોડે તો તે દ્રષ્ટિ
ઊડી જાય. ૨૩૦૭ ભગવાનનાં દર્શન કરો, તો ભાવથી કરજો. મહેનત કરીને
દર્શન કરવા જાઓ, પણ દર્શન બરોબર ભાવથી ના કરો તો નકામું જાય. માટે આ પ્રમાણે દર્શન કરજો - “હે ભગવાન ! મારી અંદર જ બેઠા છો, તે જ તમે છો. તમે વીતરાગ છો, આપને નમસ્કાર કરું છું.’ આ રીતે દર્શન કરે તો ભગવાનને ફોન ઝાલવો જ પડે, ના ઝાલે તો તે એમની જવાબદારી છે,
એટલે સાચો ફોન આવે એટલે તરત ભગવાન ફોન ઉપાડે. ૨૩૦૮ આ કૃષ્ણ ભગવાનના ફોટાનાં દર્શન કરીએ તો તે ‘રિલેટિવ'ને
પહોંચે. “અહીં” પગે લાગે, તે તેના આત્માને જ ‘ડાયરેક્ટ’ પહોંચે. કારણ કે વીતરાગ સ્વીકાર ના કરે ને ? હંમેશાં
‘રિલેટિવ' ને ‘રિયલ’ બેઉ દર્શન હોય, ત્યાં જ મોક્ષ છે. ૨૩૦૯ નિયમથી જ દરેક વસ્તુના બે ભાગ હોય છે : ‘રિલેટિવ' ને
‘રિયલ'. ફોટાનાં દર્શન કરતાં ‘રિલેટિવ'ની ટપાલ તો કૃષ્ણ
ભગવાનને પહોંચે અને ‘રિયલ'માં આપણા આત્માની જ
ભક્તિ થાય છે. ૨૩૧૦ શ્રદ્ધામાં માગણી ના હોય. કંઈ પણ લાલચ રાખે છે તે
અંધશ્રદ્ધા. ૨૩૧૧ સ્યાદ્વાદ હોય ત્યાં વાદ ના હોય, વિવાદ ના હોય, પ્રતિવાદે
ય ના હોય. ૨૩૧૨ જ્યાં પક્ષપાત છે ત્યાં હિંસા છે, એ હિંસક વાણી છે. જ્યાં
નિષ્પક્ષપાતી વાણી છે ત્યાં અહિંસક વાણી છે. ૨૩૧૩ વીતરાગ અને વીતરાગની વાણી સિવાય બંધન છોડાવનાર
માર્ગ જ નથી. ૨૩૧૪ ‘અમે કેવું બોલ્યા' એ વાણીનો પરિગ્રહ. ૨૩૧૫ આ શબ્દો ના હોત તો મોક્ષ તો સહેજા સહેજ છે. આ કાળમાં
વાણીથી જ બંધન છે. માટે કોઈના માટે અક્ષરે ય બોલાય
નહી. ૨૩૧૬ કોઈને “ખોટું કહ્યું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા
બરાબર છે. ૨૩૧૭ આ વાતાવરણમાં બધા પરમાણુઓ ભરેલા છે. તેથી તો
આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ. એક શબ્દ ય બેજવાબદારીવાળો ના બોલીશ. અને બોલવું હોય તો સારું
બોલ. ૨૩૧૮ વચનબળ કોને હોય ? જેને જગતસંબંધી કોઈ સ્પૃહા ના હોય,
પછી ભલે આત્મા પ્રાપ્ત ના કર્યો હોય. ૨૩૧૯ શીલવાન વગર વચનબળ ઉત્પન્ન ના થાય. ૨૩૨૦ સંસારહેતુ માટે મૌન લીધું હોય તો તે અમૌન છે. આત્મહેતુ