________________
માદકતાવાળો છે, ઇન્દ્રિયો માદકતાવાળી છે. જેને મદ ઊતરી ગયેલો હોય, જેણે માદકતાનો નાશ કર્યો હોય ત્યાં જાવ. ત્યાં એના સાન્નિધ્યમાં ખબર પડે કે, ઓહોહો ! માદકતા ઊતરે એવી વસ્તુ છે !!! તો ‘આપણું’ ભાન પ્રગટ થાય ! તમે પરમાત્મા જ છો !!!
૨૦૬૨ વીતરાગ શું કહે છે ? તારે સંસારમાં પડ્યા રહેવું હોય તો લોકોના કહ્યા પ્રમાણે ચાલજે અને મોક્ષે તો મારા કહ્યા પ્રમાણે ચાલીશ તો જ જવાશે !
૨૦૬૩ બે જાતની શક્તિઓ : પોતાની સ્વક્ષેત્રની, બીજી પરક્ષેત્રની.
સ્વક્ષેત્રે બ્રહ્માંડ ધ્રુજાવવાની શક્તિ છે, જ્યારે પરક્ષેત્રે પાપડ ભાંગી શકવાની શક્તિ નથી. એ તો ‘વ્યવસ્થિત' ચલાવે છે. ૨૦૬૪ ભગવાને જગતના લોકોને કહેલું કે જેની પાસે જે શક્તિ હોય, તેને સંભારવાથી તે શક્તિ ઉત્પન્ન થાય. તને ભગવત્ શક્તિ માગતાં ના આવડે ને કૂદવું હોય તો વાંદરાને સંભારીને શક્તિ માગ તો તે આવડશે. ભસવું હોય તો કૂતરા પાસે શક્તિ માગવી પડે ! ‘જ્ઞાની’ પાસે અનંત શક્તિ હોય, તેમને સંભારું તો એ શક્તિઓ પ્રાપ્ત થઈ જાય !
૨૦૬૫ સહનશક્તિ ઈઝ ધ મધર ઓફ ઈગોઈઝમ !
૨૦૬૬ જીવશક્તિને લોકો ખોલે છે, પણ શિવશક્તિને ખોલી નથી. ૨૦૬૭ નિરંતર અંતરદાહ તો બળ્યા જ કરતો હોય, શાતા વેદનીયમાં ને અશાતા વેદનીયમાં. પરંતુ મૂર્છિત ભાવમાં હોવાથી ખબર ના પડે, બેભાન જેવું રહે !
૨૦૬૮ અંતરદાહ શાથી હોય ? અંતરદાહ પાપ-પુણ્યને આધીન નથી. બન્ને વેદનીયમાં અંતરદાહ તો હોય જ. અંતરદાહ ‘રોંગ બિલિફને આધીન છે.
૨૦૬૯ ‘રોંગ બિલિફ' જાય એટલે અંતરદાહ જાય. અંતરદાહ એ ભ્રાંતિનું ફળ છે !
૨૦૭૦ જ્યાં સ્વરૂપસ્થિતિ થઈ, ત્યાં અંતરદાહ બંધ થઈ જાય ! ૨૦૭૧ જ્યાં સુધી માલિક છો ત્યાં સુધી સંસાર ઊભો રહેશે. માલિકીપણું જાય ક્યારે ? ‘રોંગ બિલિફ' ઊડી જાય તો ! ૨૦૭૨ જેટલો પુદ્ગલના સ્વામીપણાનો અભાવ તેટલો જ સ્વસ્વામીપણાનો અનુભવ !
૨૦૭૩ વાણીનું માલિકીપણું છૂટી ગયું ત્યાં, એન્ડ થાય છે ‘આપણો’! ૨૦૭૪ ‘કોમનસેન્સ’ એટલે શું ? એવરી વ્હેર એપ્લિકેબલ થિયરેટિકલી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી !
૨૦૭૫ ‘સેન્સિટિવ’ માણસને ‘કોમનસેન્સ' ના હોય.
૨૦૭૬ ‘કોમનસેન્સ' કેવી રીતે પ્રગટ થાય ? અથડાવાથી. અથડામણમાં પોતે કોઈને અથડાય નહીં, સામા અથડાતા આવે તો ય, પણ પોતે અથડાવા ના જોઈએ. એવી રીતે રહે તો ‘કોમનસેન્સ’ ઊભી થાય ! નહીં તો ‘કોમનસેન્સ’ હોય તે ય જતી રહે !
૨૦૭૭ આ આત્માની શક્તિ એવી છે કે દરેક વખતે કેમ વર્તવું, તે બધો ઉપાય બતાવી દે. ને તે પાછું કદી ભૂલાય નહીં, આત્મા પ્રગટ થાય પછી.
૨૦૭૮ બધી આત્મશક્તિ જો ખલાસ થઈ જતી હોય તો તે ઘર્ષણથી. અનંત શક્તિઓ ઘર્ષણથી ખલાસ થાય છે ! સહેજ પણ ટકરાયા તો ખલાસ ! આપણે જાગૃતિપૂર્વકના સંયમથી સામા જોડે ટકરાઈએ નહીં તો કામ ચાલે.
૨૦૭૯ ટકરામણ તો થવી જ ના જોઈએ. ટકરામણથી જ આ શક્તિ