________________
૨૦૪૪ પહેલી “સિલ્વર જ્યુબિલી’ ઊજવે, પછી ‘ગોલ્ડન જ્યુબિલી’
ઊજવે, પછી “ડાયમન્ડ જ્યુબિલી' ઊજવે, તો ય પાછો
લાકડાંમાં જાય ! ૨૦૪૫ આ શેઠીયાઓએ નવ નવ માળના મહેલ બાંધ્યા, તે જતી
વખતે મહેલ મશ્કરી કરશે કે “તમે તો ચાલ્યા ને અમે અહીં ઊભા રહ્યા.' આ બંગલા એકલા જ મહેલ નહીં ને ? આ
બૈરા-છોકરાં એ બધાંય મહેલ જ કહેવાય ! ૨૦૪૬ મેળ પડતો હોય તે ય દીકરો થઈને આવે ને વેર હોય તે ય
દીકરો થઈને આવે છે, ને વગર કામની ભ્રાંતિ થાય કે “આ
મારાં છે, મારાં છે !' ૨૦૪૭ જગત આખું “બિલિફીના આધારે જ ટકેલું છે, “જ્ઞાનને
આધારે નથી. મનુષ્યમાત્ર ‘બિલિફ’ આધારે જ છે. ૨૦૪૮ સાચી શ્રદ્ધા તો જાગૃતિપૂર્વકની હોવી જોઈએ. આ તો “હું
ચંદુભાઈ’ કરીને ચાલે એ જ અજાગૃતિ છે. ૨૦૪૯ બુદ્ધિશાળીઓને શ્રદ્ધાનું તળિયું ના જડે. તરતા રહેવું ને
દરિયાની ઊંડાઈ માપવી એ બે ના બને ! ૨૦૫૦ આત્મા કબૂલ ક્યારે કરે? “માઈન્ડ ઓપન હોય તો. આ શ્રદ્ધા
રાખવા જેવી ચીજ નથી. શ્રદ્ધા તો આવવી જોઈએ. તમને હું
ઠપકો આપું, વઢુ, તોય તમને શ્રદ્ધા આવવી જોઈએ. ૨૦૫૧ જેની પર અનન્ય શ્રદ્ધા થાય, તે રૂપ પોતે થાય. પણ અનન્ય
શ્રદ્ધા થવી એ બહુ મુશ્કેલ વસ્તુ છે ! ૨૦૫૨ તું જેને જાણે તેમાં શ્રદ્ધા મૂકું તે શ્રદ્ધા, ને નથી જાણતો તેમાં
શ્રદ્ધા મૂકું તે અજ્ઞાનશ્રદ્ધા છે ! ૨૦૫૩ સંસારમાં બધી ચીજો આયુષ્યવાળી છે અને ‘આપણે’ આયુષ્ય
વગરના, એ બેનો મેળ શી રીતે પડે? આયુષ્યવાળા જોડે સોબત કરીએ એટલે આપણે ય આયુષ્યવાળા થવું પડે ! તેનો
આ બધો ઢેડફજેતો થયો છે ! ૨૦૫૪ કલ્પિત અવસ્થામાં ક્યાં સુધી રહેવાય? કો'કનો સસરો ક્યાં
સુધી કલ્પિત તરીકે રહેવાય ? સાસરીમાં જાય તો ? ત્યાં જમાઈ થવું પડે. મોસાળમાં જાય ત્યાં ભાણો થવું પડે,
સત્સંગમાં ભાણો કહે તો ચાલે ?! ૨૦૫૫ આ જગતમાં સગાઈઓ છે જ નહીં. આ તો પોતાની ઊભી
કરેલી જાળ છે. આ ગાયો-ભેંસો કંઈ સગાઈઓ છે? એમને
નથી સાસુ, નથી સસરા..... ૨૦૫૬ આ ખોટું કરીને તો મોંઘા ભાવનું મનુષ્યપણું વેચી રહ્યા છે ! ૨૦૫૭ આ સંસારમાં જ્યાં માલિક નથી, કશું નથી, ત્યાં પરોણા
થઈને આવ્યા છે ! તે પાછાં જતા રહેવાનું છે. મમતાવાળા - ના મમતાવાળા બધા જતા રહેવાના ! આમાં એક ‘મિનિટ’ પણ બગાડશો નહીં. હા, પાંચ-દસ હજાર વર્ષ જીવવાના હો
તો સમજ્યા ! ૨૦૫૮ દુનિયા જ્યાં નિવૃત્ત છે ત્યાં “જ્ઞાની' પ્રવૃત્ત છે અને જ્યાં
દુનિયાની પ્રવૃત્તિ છે ત્યાં “જ્ઞાની'ની નિવૃત્તિ છે ! દુનિયાની
પ્રવૃત્તિ એ તો પ્રકૃતિ ચલાવે છે ! ૨૦૫૯ “હું શુદ્ધાત્મા છું'માં છો તો પ્રવૃત્તિમાં ય નિવૃત્તિ છે ને “
ચંદુલાલ છું' તો ઘેર ઊંઘતા હો, નાખોરાં બોલતાં હોય તો
ય પ્રવૃત્તિમાં છો ! ૨૦૬૦ પ્રવૃત્તિમાં નિવૃત્તિ એ જ સાચી નિવૃત્તિ છે ! ૨૦૬૧ આ સંસારમાં પોતાની માદકતાને લઈને પોતાનું સર્વસ્વ ભાન
જતું રહ્યું છે. સંસારની બધી માદકતાઓ જ છે. ખોરાક