________________
૧૮૮૯ લોકો બોલેલા શબ્દો પાછા ખેંચી લેવડાવે છે. પણ એને સમજ
પડતી નથી કે વાણી તો રેકર્ડ છે, એટલે પાછી શી રીતે ખેંચી
૧૮૮૦ આ રાજા શું કહે છે કે મેં લાખો માણસને મારી નાખ્યા !
રાજા તો ખાલી અહંકાર જ કરે છે, ગર્વરસ લે છે. એ તો જે લડાઈ ઉપર હતા તેમણે માર્યા ! રાજા વગર કામની જોખમદારી કેમ લે છે? આનાથી મારનાર છે એ છૂટી જાય. નિયમ શું છે કે જે અહંકાર વહોરી લે, તેના માથે જોખમદારી
જાય. ૧૮૮૧ કોઈ માણસ અવળી વાણી બોલતો હોય તો તમે છે તે તમારી
વાણી ના બગાડો. ૧૮૮૨ કડવું કહેનારો જ આ દુનિયામાં કોઈ મળે નહીં. આ
મીઠાશથી જ બધા રોગ અટક્યા છે. તે કડવાશથી રોગ જશે, મીઠાશથી રોગ વધશે. કડવું વેણ સાંભળવાનો વખત ના આવે તેવું આપણું જીવન હોવું જોઈએ. છતાં ય કડવું વેણ સાંભળવાનું આવે તો સાંભળવું. તે તો હંમેશાં હિતકર જ
હોય. ૧૮૮૩ જ્યારે મૌન થશો ત્યારે જગત સમજ્યા ગણાશો. ૧૮૮૪ મૌન જેવી કડકાઈ આ દુનિયામાં કોઈ નથી. બોલેલી કડકાઈ
તો વેડફાઈ જાય. ૧૮૮૫ જેટલું મૌન પકડશો, એટલી બુદ્ધિ બંધ થશે. ૧૮૮૬ વાણી બોલો તેનો વાંધો નથી, પણ અમે સાચા છીએ એમ
એનું રક્ષણ ના હોવું જોઈએ. ૧૮૮૭ કો'કની ઉપર નાખો તે બધી જ વાણી છેવટે તમારી ઉપર જ
પડે છે. માટે એવી શુદ્ધ વાણી બોલો કે શુદ્ધ પાણી જ તમારી
ઉપર પડે. ૧૮૮૮ આ જગતમાં કોઈ શબ્દ નકામો બોલાતો નથી.
૧૮૯૦ જગતનો કોઈ શબ્દ આપણને હલાવે નહીં એવું ‘ટેસ્ટેડ' થઈ
જવું જોઈએ. ૧૮૯૧ સ્યાદ્વાદ વાણી શું કહે છે ? તમે એવું બોલો કે પાંચ જણ
લાભને પામે ને કોઈને ય ડખો ના થાય. ૧૮૯૨ વચનબળ શી રીતે પ્રાપ્ત થાય? એક પણ શબ્દ મશ્કરી માટે
ના વાપર્યો હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય તો એનું
વચનબળ સિદ્ધ થાય ! ૧૮૯૩ પોતાની “સેફસાઈડ' માટે જૂઠું બોલો તો ક્યાંથી વચનબળ
રહે ?
૧૮૯૪ મનુષ્યનો સ્વભાવ કેવો? જરાક કો'કે અવળું કર્યું એની
પાછળ પડે ! ૧૮૯૫ આ તો ‘લાઈફ’ બધી ‘ફ્રેકચર’ થઈ ગઈ છે. શેના સારું જીવે
છે તેનું ય ભાન નથી. મનુષ્ય સાર શું? જે ગતિમાં જવું હોય
તે ગતિ મળે, અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષ થાય. ૧૮૯૬ મનુષ્યનો અવતાર એકલો જ એવો છે કે જે ચેતનનો અનુભવ
કરી શકે. બીજા કોઈ અવતાર, દેવલોકો ય અનુભવ કરી શકે
નહીં ! ૧૮૯૭ મનુષ્ય તો પરમાત્માની “સેકન્ડ હેન્ડ ક્વૉલિટી' છે ! મનુષ્ય
પરમાત્માની નજીકનો છે !!