________________
અહિંસા
અહિંસા
દાદાશ્રી : આજે નહીં, પહેલેથી જ ઊંધું. અત્યારે આ કાળને લઈને કંઈ ફેર નથી. એ તો પહેલેથી અવળું હતું. આવું જ છે આ જગત ! આમાંથી જેને ભગવાન મહાવીરના શિષ્ય થવું હોય તે થઈ શકે છે, નહીં તો લોકોના શિષ્ય તો થવું જ પડશે. એ ગુરુ, એ બોસ ને આપણે એના શિષ્ય. માર ખાયા જ કરો ને ! એના કરતાં મહાવીર ભગવાન આપણા બોસ તરીકે સારા, એ વીતરાગ તો ખરા. લઢે-કરે નહીં !
સફાઈ રાખો, દવા ના છાંટો ! કેટલાંક માકણ મારે-કરે નહીં, પણ ગોદડાં ને એ બધું બહાર તડકામાં સૂકવે. પણ મેં તો તે ય અમારે ઘેર ના કહેલું, ગોદડાં સૂકવવાની ના પાડી હતી. મેં કહ્યું, ‘તાપમાં શું કરવા બિચારા માકણને હેરાન કરો છો ?” ત્યારે એ કહે, ‘ત્યારે એનો ક્યારે પાર આવશે ?” મેં કહ્યું, ‘માકણ મારવાથી માકણની વસ્તી ઘટી જતી નથી. એ એક અણસમજણ છે કે માકણ મારવાથી ઓછા થાય છે. મારવાથી ઓછા ના થાય. ઓછા લાગે ખરા, પણ બીજે દહાડે એટલાં ને એટલાં જ હોય.'
માટે આપણે તો સાફસૂફી બધી રાખવી જોઈએ. સાફસૂફી થાય તો માકણ ઊભા ના રહે. પણ એની ઉપર દવા છાંટે તો એ ગુનો જ કહેવાય ને ! અને દવાઓથી મરતા નથી. એક ફેરો મરી ગયેલા દેખાય છે, પણ ફરી બીજી જગ્યાએ ઉત્પન્ન થાય છે. માકણનો એક નિયમ હોય છે. મેં શોધખોળ કરેલી આના ઉપર, કે અમુક કાળે એક પણ દેખાતો નથી. કારણ કે આ અમુક કાળવર્તી છે અને જયારે એની સિઝન આવે ને ઉભરાય, ત્યારે ગમે તેવી દવા નાખો તો યે ઉભરાયા જ કરશે.
પતાવો પેમેન્ટ પટોપટ ! પ્રશ્નકર્તા : એ માકણ એનો હિસાબ હોય એટલું જ લેને ?
દાદાશ્રી : અમે તો પહેલેથી પેમેન્ટ ચૂકવી દીધેલું, તે અત્યારે બહુ ભેગા થતાં નથી. પણ અત્યારે ય માકણ કોઈ વખત અમારી પાસે આવી જાય તો ય તે અમને ઓળખે કે આ અહીં કશું મારવાના નથી, પજવવાના નથી. અમને ઓળખે. એ અંધારામાં ય અમારા હાથમાં જ
આવે. પણ એ જાણે કે અમને છોડી દેશે. અમને ઓળખે. બીજા બધા જીવને પણ ઓળખે કે આ નિર્દય છે, આ આવો છે. કારણ કે એની મહીં યે આત્મા છે. તો કેમ ના ઓળખે ?!
અને આ હિસાબ તો ચૂકતે કર્યા સિવાય છૂટકો જ નથી. જેનાં જેનાં લોહી પીધાં હશેને, તે એને લોહી પાવાં પડશે. એવું છે ને, પેલી બ્લડ બેન્ક હોય છે ને ? એવી આ માકણ બેન્ક કહેવાય. કોઈ બે લઈને આવ્યો હોય તો બે લઈને જાય. એવું આ બધું બેન્ક કહેવાય, તો બેન્કમાં બધું જમે થઈ જાય.
એ લોહી પીવે કે છોડાવે દેહભાવ ? એટલે માકણ કેડતો હોય તો એને ભૂખ્યો ના જવા દેવાય. આપણે આટલા શ્રીમંત માણસને ત્યાંથી એ ગરીબ માણસ ભૂખ્યો જાય એ કેમ પોષાય ?
અને મારું કહેવાનું કે આપણને ના પોષાય તો એને બહાર મૂકી આવવા. આપણને પોષાવું જોઈએ, એને જમાડવાની શક્તિ હોવી જોઈએ. એ શક્તિ ના હોય તો બહાર મૂકી આવવા કે ભઈ, તમે બીજી જગ્યાએ જમી આવો. અને જમાડવાની શક્તિ હોય તો જમાડીને જવા દેવા. અને એ જમીને જશે તો તમને બહુ લાભ આપીને જશે. આત્મા મુક્ત કરી દેશે. દેહમાં જરા ભાવ રહ્યો હશે તે છૂટી જશે. અને આ માકણ શું કહે છે? ‘તમે ઊંઘો છો શું જોઈને ? તમારું કંઈ કામ કરી લો ને !” એટલે એ તો ચોકીદાર છે.
તથી એ કાનૂનની બહાર પ્રશ્નકર્તા : અને આ મચ્છરો બહુ ત્રાસ આપે છે તે ?
દાદાશ્રી : એવું છેને, આ જગતમાં કોઈ પણ વસ્તુ ત્રાસ આપે ને, એ કાયદાની બહાર કોઈ ત્રાસ આપી શકે એમ છે જ નહીં. એટલે એ કાયદાની બહાર નથી. તમે કાયદેસર ત્રાસ પામી રહ્યા છો. હવે તમારે બચવું હોય તો તમે મચ્છરદાની રાખો. બીજું રાખો, સાધનો કરો. પણ એને મારવું એ ગુનો છે.