________________
અહિંસા
૯૪
અહિંસા
પ્રશ્નકર્તા: હવે આપે નિર્વેદની વાત કરી. પણ બીજો એક શબ્દ વાપરેલો છે કે સ્વસંવેદન હોય છે.
દાદાશ્રી : સ્વસંવેદન તો ના બોલાય. એ તો બહુ ઊંચી વસ્તુ છે. સ્વસંવેદન એ તો છેલ્લી વાત કહેવાય. અત્યારે તો આપણે ‘હું નિર્વેદ છું બોલવું કે જેથી આ વેદના ઓછી થાય. મારું શું કહેવાનું કે તો ય વેદના એકદમ જાય નહીં. અને સ્વસંવેદન તો “જ્ઞાન” જ થયું કહેવાય. એને ‘જાણે” જ ! છો ને ડંખ વાગે, જબરજસ્ત ડંખ વાગે તો ય એને જાણ્યા જ કરે, વેદે જ નહીં. એ સ્વસંવેદન કહેવાય.
પ્રશ્નકર્તા : પણ આ મચ્છર જે કૈડ્યું અને એની જે પ્રતિક્રિયા થઈ કે “આ મને મચ્છર કૈડ્યું.’ તે પ્રતિક્રિયાને પણ સ્વસંવેદનમાં જાણે !
દાદાશ્રી : હા, તેને ય જાણે.
પ્રશ્નકર્તા : પણ આપે કહ્યું કે, ‘હું વેદતો નથી, વેદતો નથી’ કહીએ એટલે લોક એવું સમજે કે વેદનતા જતી રહી.
દાદાશ્રી : ના, એવું નથી. વેદનતાને પણ એ જાણે. પણ એટલું બધું માણસોનું ગજુ નથી. એટલે ‘હું નિર્વેદ છું’ એવું બોલને, તો એને અસર ના થાય. ‘આત્મા'નો સ્વભાવ નિર્વેદ છે, આ બોલે એટલે ‘એને’ કશું અસર ના થાય. પણ સ્વસંવેદન એ ઊંચી વસ્તુ છે. એ જો જાણતો જાય તો સ્વસંવેદનમાં જાય. એમાં તો એણે જાણવાનું જ કે આ ડંખ વાગ્યો. એને જ જાયું. પછી એ ડંખ ઊડી ગયો તેને પણ જાણ્યું. એમ કરતો કરતો સ્વસંવેદનમાં જાય. પણ નિર્વેદ તો એ એક સ્ટેપ છે કે અકળામણ સિવાય એ સહન કરી શકે.
પ્રશ્નકર્તા : આત્મા જ સ્વસંવેદનથી જણાય ને ?
દાદાશ્રી : આત્મા પોતે સ્વસંવેદન જ છે. પણ તમને ‘આ’ જ્ઞાન લીધું છે છતાં પાછલો અહંકાર ને મમતા જાય નહીં ને, હજુ !
પ્રશ્નકર્તા : સ્વસંવેદનશીલ છે, તેનું દર્શન સમગ્ર હોય ને ? દાદાશ્રી : સમગ્ર હોય. પણ એ દશા હજુ આ કાળમાં નથી થાય
એવી. એટલે સ્વસંવેદન એટલું કચાશ રહે છે. સંપૂર્ણ સ્વસંવેદન થઈ શકતું નથી આ કાળમાં. સમગ્ર દશા તો કેવળજ્ઞાન થાય ત્યારે થાય.
‘લાઈટ'તે કાદવ શે ? તમને આત્માના પ્રકાશની ખબર નહીં હોય ? આ મોટરની લાઈટનો પ્રકાશ આ વાંદરાની ખાડીમાં જાય, તો એ પ્રકાશને ગંધ અડે કે ના અડે ? અગર તો એ પ્રકાશ છે તે ખાડીનાં રંગવાળો થાય ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે કાદવવાળો થાય ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ પ્રકાશ કાદવને અડે, પણ કાદવ એને અડે નહીં. તો આ મોટરનો પ્રકાશ આવો છે, તો આત્માનો પ્રકાશ કેવો હશે !! એને કોઈ જગ્યાએ લેપ જ ના ચઢે !! તેથી આત્મા નિરંતર નિર્લેપ જ હોય છે, અસંગ જ રહે છે ! કશું અડે જ નહીં, ચોંટે જ નહીં એવો આત્મા છે !!!
એટલે આત્મા તો લાઈટ સ્વરૂપ છે પણ આવું લાઈટ નથી એ. એ પ્રકાશ મેં જોયેલો છે, તે પ્રકાશ છે !! આ મોટરની લાઈટનો પ્રકાશ તો ભીંતથી અંતરાય. ભીંત આવીને એટલે એ પ્રકાશ અંતરાય. ‘પેલો’ પ્રકાશ ભીંતથી અંતરાય એવો નથી. ફક્ત આ પુદ્ગલ જ એવું છે કે જેનાથી તે અંતરાય, ભીંતથી ના અંતરાય. વચ્ચે ડુંગર હોય તો અંતરાય નહીં.
પ્રશ્નકર્તા : પુદ્ગલમાં કેમ અંતરાય ?
દાદાશ્રી : આ પુદ્ગલ છેને, તે મહીં મિશ્રચેતન છે. જો જડ હોતને તો ના અંતરાત. પણ આ મિશ્રચેતન છે તેથી અંતરાય છે.
પ્રશ્નકર્તા : આ ખાડીનો અને પ્રકાશનો દાખલો આપ્યો તે બહુ જ સચોટ છે.
દાદાશ્રી : હા, પણ એ અમે આપીએ જ કોઈક દહાડો. નહીં તો ના અપાય. આ દાખલો બધાને અપાય નહીં, નહીં તો લોક