________________
અહિંસા
હિંસક ભાવવાળો ફૂલ નાખે તો ય પેલાને લોહી નીકળે. તીર અને ફૂલ એટલાં ઇફેક્ટિવ નથી, જેટલી ઇફેક્ટિવ ભાવના છે ! એટલે અમારા એક એક શબ્દમાં ‘કોઇને દુઃખ ન થાવ, કોઇ જીવમાત્રને દુઃખ ન થાવ' એવો નિરંતર અમને ભાવ રહ્યા કરે છે. જગતના જીવમાત્રને આ મન- વચનકાયા થકી કિંચિત્માત્ર પણ દુ:ખ ન હો, એ ભાવનામાં જ ‘અમારી’ વાણી નીકળેલી હોય. વસ્તુ કામ નથી કરતી, તીર કામ નથી કરતાં, ફૂલાં કામ નથી કરતાં પણ ભાવ કામ કરે છે.
૮૩
આ ‘અક્રમ વિજ્ઞાન’તો શું કહે છે ? મનથી ય હથિયાર ઊગામવાનું ના હોય, તો પછી લાકડી શી રીતે ઊગામાય ? આ દુનિયામાં કોઈ પણ જીવ, નાનામાં નાના જીવને માટે પણ મેં મનથી હથિયાર ઉગામ્યું નથી કોઈ દહાડો ય, તો પછી બીજું તો ઉગામું શી રીતે ? વાણી જરા કકરી નીકળી જાય કોઈ વખત, વરસ દહાડામાં એકાદ દહાડો સહેજ કકરી નીકળી જાય. આ જેમ ખાદી ને રેશમીમાં ફેર હોય છેને, ખાદી કેવી હોય ? એવી સહેજ કકરી વાણી નીકળી જાય કોઈક દહાડો. તે ય આખા વરસ દહાડામાં એકાદ દહાડો જ. બાકી, વાણી યે ઉગામી નથી કોઈ દહાડો. મનથી ઉગામ્યું નથી કોઈ દહાડો ય !
નાનામાં નાનો જીવ હશે, પણ મનથી મેં હથિયાર ઉગામ્યું નથી. આ વર્લ્ડમાં કોઈ પણ જીવ, એક નાનો જીવ હોય, આ વીંછી હમણે કરડીને ગયો હોય તો ય પણ એની પર હથિયાર અમે ઉગામ્યું ના હોય ! એ તો એની ફરજ બજાવી જાય છે. એ ફરજ ના બજાવે તો આપણો છૂટકારો ના થાય. એટલે કોઈ પણ જીવ જોડે મન ઉગામ્યું નથી કોઈ દહાડો ય, એની ખાતરી ! એટલે માનસિક હિંસા ક્યારેય નથી કરી. નહીં તો મનનો સ્વભાવ છે, કશું આપ્યા વગર રહે નહીં.
પ્રશ્નકર્તા : તમે તો સમજી ગયા હશો કે આ હથિયારનું કામ જ
નથી.
દાદાશ્રી : હા, હથિયાર કામનું જ નથી. આ હથિયારની જરૂરિયાત છે, એ વિચાર જ નથી આવ્યો. અમે તલવાર જ્યારથી જમીન પર મૂકી ત્યારથી ઉઠાવી નથી. સામો શસ્ત્રધારી હોય તો ય પણ અમે શસ્ત્ર ધારણ
અહિંસા
ન કરીએ. અને છેવટે એ જ રસ્તો લેવો પડશે. જેને આ જગતમાંથી
ભાગી છૂટવું છે, અનુકૂળ આવતું નથી, તેને છેવટે એ જ રસ્તો લેવો પડશે, બીજો રસ્તો નથી.
૮૪
એટલે એક અહિંસા સિદ્ધ કરી દે તો બહુ થઈ ગયું. સંપૂર્ણ અહિંસા સિદ્ધ કરે તો ત્યાં વાઘ ને બકરી બે જોડે પાણી પીવે !
પ્રશ્નકર્તા : એ તો તીર્થંકરોમાં એ જાતનું હતું ને ?!
દાદાશ્રી : હા. અને એ તીર્થંકરની વાત ક્યાં થાય !! ક્યાં એ પુરુષ !! આજ વર્લ્ડ તીર્થંકરોનાં એક વાક્યને જો સમજ્યું હોત, એક જ વાક્ય, તો આખું વર્લ્ડ પૂજા કરત. પણ એ વાક્ય એમની સમજમાં પહોંચતું જ નથી ને ! અને કોઈ પહોંચાડનારો ય નથી.
પ્રશ્નકર્તા : આપ છો ને ?!
દાદાશ્રી : મારી એકલાની પીપુડી ક્યાં વાગે ?!
જ્ઞાતી પુરુષતી અહિંસાનો પ્રતાપ !
જ્ઞાની પુરુષનો વ્યવહાર તો કેવો હોય ? એટલો બધો અહિંસક હોય
કે મોટા મોટા વાઘ પણ શરમાઈ જાય. મોટા મોટા વાઘ બેઠા હોય તો ય ટાઢા પડી જાય, એને શરદી થઈ જાય, ખરેખરી શરદી થઈ જાય ને ! કારણ કે એ અહિંસાનો પ્રતાપ છે. હિંસાનો પ્રતાપ તો જગતે જોયો ને ! આ હિટલર, ચર્ચીલ બધાનાં પ્રતાપ જોયાને ? છેવટે શું થયેલું ? વિનાશ નોતરેલો. હિંસા એ વિનાશી તત્ત્વ છે અને અહિંસા એ અવિનાશી તત્ત્વ છે.
અહિંસા ત્યાં હિંસા નહીં !
પ્રશ્નકર્તા : અહિંસા હોય ત્યાં હિંસા હોય ?
દાદાશ્રી : અહિંસા સંપૂર્ણ હોય ત્યાં હિંસા ના હોય. એ પછી આંશિક અહિંસા કહેવાય. પણ જે સંપૂર્ણ અહિંસા હોય, તેમાં હિંસા હોતી નથી. પપૈયાને જેટલી જેટલી સ્લાઈસીસ પાડીએ એ બધી પપૈયામય જ