________________
અહિંસા
એવું કરજે. કારણ કે આ કષાય એ મોટામાં મોટી હિંસા છે. એ આત્મહિંસા કહેવાય છે, ભાવહિંસા કહેવાય છે. દ્રવ્યહિંસા થઈ જાય તો ભલે થાય, પણ ભાવહિંસા ના થવા દઈશ. તો આ લોકો દ્રવ્યહિંસા અટકાવે છે પણ ભાવિહંસા ચાલુ રહે છે.
૩૫
માટે કોઈએ નક્કી કર્યું હોય કે ‘મારે નથી જ મારવા’, તો એને ભાગે કોઈ મરવા નહીં આવે. હવે આમ પાછું એણે સ્થૂળહિંસા બંધ કરી કે આપણે કોઈ જીવને મારવો નહીં. પણ બુદ્ધિથી મારવા એવું નક્કી કર્યું હોય તો તો પાછું એનું બજાર ખુલ્લું હોય. તે ત્યાં આવીને ‘ફુદાં’ અથડાયા કરે અને એ ય હિંસા જ છે ને !
માટે કોઈ જીવને ત્રાસ ના થાય, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય, કોઈ જીવની સહેજ પણ હિંસા થાય, એ ન હોવું જોઈએ. અને કોઈ મનુષ્યને માટે એક સહેજ પણ ખરાબ અભિપ્રાય ના હોવો જોઈએ. દુશ્મનને માટે ય અભિપ્રાય બદલાયો તો એ મોટામાં મોટી હિંસા છે. એક બકરુ મારો તેના કરતાં આ મોટી હિંસા છે. ઘરનાં માણસ જોડે ચિઢાવું, એ બકરુ મારો તેના કરતાં આ વધારે હિંસા છે. કારણ કે ચિઢાવું એ આત્મઘાત છે. ને બકરાનું મરવું એ જુદી વસ્તુ છે.
અને માણસોની નિંદા કરવીને એ ય માર્યા બરોબર છે. માટે નિંદામાં તો પડવું જ નહીં. બિલકુલે ય માણસની નિંદા કોઈ દા’ડો કરવી નહીં. એ હિંસા જ છે.
પછી જ્યાં પક્ષપાત છે ત્યાં હિંસા છે. પક્ષપાત એટલે કે અમે જુદા ને તમે જુદા, ત્યાં હિંસા છે. આમ અહિંસાનો બિલ્લો ધરાવે છે કે અમે અહિંસક પ્રજા છીએ. અમે અહિંસામાં જ માનવાવાળા છીએ. પણ ભઈ, આ પહેલી હિંસા તે પક્ષપાત. જો આટલો શબ્દ સમજે તો ય બહુ થઈ ગયું. એટલે વીતરાગોની વાત સમજવાની જરૂર છે.
તિજનું ભાવમરણ ક્ષણે ક્ષણે !
આખા જગતનાં લોકોને રૌદ્રધ્યાન ને આર્તધ્યાન તો એની મેળે થયા જ કરે. એના માટે કશું કરવાનું જ નહીં. એટલે આ જગતમાં
દ
અહિંસા
મોટામાં મોટી હિંસા કઈ ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ! કારણ કે એ આત્મહિંસા કહેવાય છે. પેલી જીવડાંની હિંસા એ પુદ્ગહિંસા કહેવાય છે ને આ આત્મહિંસા કહેવાય છે. તો કઈ હિંસા સારી ?
પ્રશ્નકર્તા : હિંસા તો એકેય સારી નહીં. પણ આત્મહિંસા એ મોટી કહેવાય.
દાદાશ્રી : તે આ લોક બધા પુદ્ગલહિંસા તો બહુ પાળે છે. પણ
આત્મહિંસા તો થયા જ કરે છે. આત્મહિંસાને શાસ્ત્રકારોએ ભાવહિંસા લખી છે. હવે ભાવહિંસા આ જ્ઞાન પછી તમને બંધ થાય છે. તો અંદર કેવી શાંતિ રહે છે ને !
પ્રશ્નકર્તા : કૃપાળુદેવે આ ભાવહિંસાને ભાવમરણ કીધું છે ને ? કૃપાળુદેવનું વાક્ય છે ને, ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહ્યો.’ એમાં સમય સમયનું ભાવમરણ હોય ?
દાદાશ્રી : હા, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ એટલે શું કહેવા માગે છે ? જો કે ક્ષણે ક્ષણે ભાવમરણ નથી થતું, સમયે સમયે ભયંકર ભાવમરણ થાય છે. પણ આ તો જાડું લખેલું છે. બાકી સમયે સમયે ભાવમરણ જ થઈ રહ્યું છે. ભાવમરણ એટલે શું ? કે ‘હું ચંદુલાલ છું’ એ જ ભાવમરણ છે. જે અવસ્થા ઉત્પન્ન થઈ, તે અવસ્થા ‘મને’ થઈ
એમ માનવું એટલે ભાવમરણ થયું. આ બધા લોકોની રમણતા ભાવમરણમાં છે કે ‘આ સામાયિક મેં કર્યું, આ મેં કર્યું.’
પ્રશ્નકર્તા : તો પછી ભાવ સજીવન કેવી રીતના થઈ શકે ?
દાદાશ્રી : એવું ભાવ સજીવન નથી. ભાવનું મરણ થઈ ગયું. ભાવમરણ એને નિંદ્રા કહેવાય. ભાવનિદ્રા અને ભાવમરણ એ બે એક જ છે. આ ‘અક્રમ વિજ્ઞાન'માં ભાવ વસ્તુ જ નથી રાખતા એટલે પછી ભાવમરણ હોતું નથી અને ક્રમિકમાં તો ક્ષણે ક્ષણે ભાવમરણમાં જ બધાં હોય. કૃપાળુદેવ તો જ્ઞાની પુરુષને, એટલે એમને એકલાને જ સમજાય. એમને એમ લાગે કે, ‘આ તો ભાવમરણ થયું. આ ભાવમરણ થયું.’ એટલે પોતે નિરંતર ચેતતા રહેતા હોય. બીજા લોકો તો ભાવમરણમાં જ ચાલ્યા કરે છે.