________________
અહિંસા
૭૨.
અહિંસા
દાદાશ્રી : એ બચાવવું એટલે સૂક્ષ્મ નહીં, સ્થળ અહિંસા છે. સૂક્ષ્મ તો સમજે નહીં. સૂક્ષ્મ અહિંસા શી રીતે સમજે તે ?! આ લોકોને સ્થૂળ જ હજી સમજણ પડતી નથી, તો સૂક્ષ્મ ક્યારે સમજાય ?! અને આ ધૂળ અહિંસા તો એમના લોહીમાં પડેલી છેને, તેથી આ નાના પ્રકારના જીવોની અહિંસા સાચવે છે. બાકી, આ બધા લોકો પોતાના ઘરમાં આખો દહાડો હિંસા જ કર્યા કરે છે, બધાંય, અપવાદ સિવાય !
પ્રશ્નકર્તા : આ વેસ્ટર્ન કંટ્રિઝમાં પણ નિરંતર હિંસા જ કર્યા કરે છે. ખાવામાં-પીવામાં, દરેક કાર્યમાં. ઘરમાં પણ હિંસા. માખો મારવી, મચ્છર મારવા, બહાર લોનમાં પણ હિંસા, દવાઓ છાંટવી, જંતુઓ મારી નાખવા, બાગ-બગીચામાં પણ હિંસા, તો એ લોકો કઈ રીતે છૂટે ?
દાદાશ્રી : બળ્યું, એમની હિંસા કરતાં આ હિન્દુસ્તાનનાં લોકો વધારે હિંસા કરે છે. પેલી હિંસા કરતાં આ હિંસા બહુ ખરાબ. આખો દહાડો આત્માની જ હિંસા કરે છે. ભાવહિંસા કહેવાય છે એને.
પ્રશ્નકર્તા : આ લોકો તો પોતાના આત્માની જ હિંસા કરે છે, પણ પેલા લોકો તો બીજાના આત્માની હિંસા કરે છે.
દાદાશ્રી : ના. આ લોકો તો બધાના આત્માની હિંસા કરે છે. જે જે ભેગો થાય એ બધાની હિંસા કરે છે. ધંધો જ આમનો ઊંધો છે. તેથી તો પેલા લોકો સુખી છે ને ! બીજું, આવું જેને ને તેને દુઃખ દેવાના વિચાર જ નહીં અને ‘આઈ વીલ હેલ્પ યુ, આઈ વીલ હેલ્પ યુ” કર્યા કરે અને આપણા અહીં તો ઘાટમાં આવે, ‘મને કામ લાગે તો હેલ્પ કરે, નહીં તો ના કરે. પહેલો હિસાબ કાઢી જુએ કે મને કામ લાગશે ! એવો હિસાબ કાઢે કે ના કાઢે ?
એટલે ભગવાને ભાવહિંસાને બહુ મોટી હિંસા કહી છે અને તે બધું આખું હિન્દુસ્તાન ભાવહિંસા કરી રહ્યું છે.
પ્રશ્નકર્તા : પણ અહીં તો અહિંસા ઉપર વધારેમાં વધારે ભાર મૂકે
કે આખો દહાડો કકળાટ, કકળાટ ને કકળાટ જ કર્યા કરે. એનું શું કારણ ? કે અહીંના લોકો વધારે જાગૃત છે. છતાં ય આજના છોકરાઓ જે ઊંધે રસ્તે ચઢી ગયા છે, એમને આવી ભાવહિંસા બહુ નથી બિચારાને ! કારણ કે એ માંસાહાર કરે ને એ બધું કરે એટલે જડ જેવા થઈ ગયા છે. એટલે જડમાં ભાવહિંસા બહુ ના હોય. બાકી, વધારે જાગૃત હોય ત્યાં નરી ભાવહિંસા હોય. એટલે આખો દહાડો કકળાટ, કકળાટ... પ્યાલા ફૂટ્યા તો ય કકળાટ ! કશું થયું તો ય કકળાટ !!
ભાવ સ્વતંત્ર, દ્રવ્ય પરતંત્ર ! પ્રશ્નકર્તા : છતાં આમને ગમે તેમ પણ અહિંસા તો થઈ જ ને !
દાદાશ્રી : ભાવ છે તે સ્વતંત્ર હિંસા છે અને દ્રવ્ય છે તે પરતંત્ર હિંસા છે. એ પોતાના કાબુની નથી. એટલે આ પરતંત્ર અહિંસા પાળે છે. આજ એમનો એ પુરુષાર્થ નથી.
એટલે આ જે અહિંસા છે એ સ્થૂળ જીવો માટેની અહિંસા છે પણ એ ખોટી નથી. જ્યારે ભગવાને શું કહેવું છે કે આ અહિંસા તમે બહાર પાળો, એ સંપૂર્ણ અહિંસા પાળો, સૂક્ષ્મ જીવો કે સ્થળ જીવો, બધા માટેની અહિંસા પાળો. પણ તમારા આત્માની ભાવહિંસા ના થાય એ પહેલું જુઓ. આ તો નિરંતર ભાવહિંસા જ થઈ રહી છે. હવે આ ભાવહિંસા લોકો મોઢે બોલે છે ખરાં, પણ એ ભાવહિંસા કોને કહેવાય, એ સમજવું જોઈશે ને ?! મારી પાસે વાતચીત થાય તો હું સમજાવું.
ભાવહિંસાનો બીજાને ફોટો પડે નહીં અને સિનેમાની પેઠે, સિનેમા ચાલે છે ને, તે આપણે જોઈએ છીએ, એવી દેખાય એ બધી દ્રવ્યહિંસા છે. ભાવહિંસામાં આવું સૂક્ષ્મ વર્તે અને દ્રવ્યહિંસા તો દેખાય, પ્રત્યક્ષ, મન-વચન-કાયાથી જે જગતમાં દેખાય છે, એ દ્રવ્યહિંસા છે.
બચો ભાવહિંસાથી પ્રથમ ! એટલે ભગવાને અહિંસા જુદી જાતની કહી કે ફર્સ્ટ અહિંસા કઈ ? આત્મઘાત ના થાય. પહેલું અંદરથી ભાવહિંસા ના થાય એ જોવાનું કહ્યું છે. તેને બદલે ક્યાંનું ક્યાંય ચાલી ગયું. આ તો ભાવહિંસા બધી થયા
દાદાશ્રી : છતાં વધારેમાં વધારે હિંસા અહીંના લોકોની છે. કારણ