________________
અહિંસા
૬૮
અહિંસા
સાત બકરા હોયને, તે પેલો બે વેચેને, તે જેનો મરણકાળ આવ્યો હોય તેને જ વેચે. અલ્યા, સાતમાંથી આ બે તને વહાલા નહોતા ? એ ય સારા જ છે બીચારા, તો તું એને કેમ આપી દઉં છું ? અને બકરું કે પેલાની જોડે ખુશી થઈને જાય. કારણ કે મરણકાળ આવ્યો એટલે ! પછી ત્યાં એને કસાઈખાનામાં રંગે કરે ને, તો એ મહાલે હલ. એ જાણે દિવાળી આવી. આવું જગત છે. પણ બધું આ સમજવા જેવું છે.
એટલે એના મરણકાળ વગર બહાર તો કોઈ મરતું નથી. પણ તું મારવાનો ભાવ કરે છે એટલે તને ભાવહિંસા લાગે છે અને એ તારા આત્માની હિંસા થઈ રહી છે. તું તારી જાતની હિંસા કરી રહ્યો છે. બહારનું તો એ મરવાનો હશે ત્યારે મરશે. એનો ટાઈમ આવશે, એનો સંયોગ બાઝશે અને એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. કેટલા બધા એવિડન્સ ભેગા થાય અને એ તો આંખે દેખાય નહીં એવા એવિડન્સ ભેગા થાય ત્યારે એ જીવ મરે. એટલે એને મનમાં એમ લાગે કે “મારી નાખ્યો.’ ‘અલ્યા, તારી મારવાની ઇચ્છા તો નથી ને શી રીતે માર્યો તે ?” ત્યારે કહેશે, ‘પણ મારો પગ એની પર પડ્યો ને !” “અલ્યા, પગ તારો ? તારા પગને પક્ષાઘાત નહીં થાય ?” ત્યારે કહે, ‘પક્ષાઘાત તો પગને થાય.” તો એ પગ તારો જોય. તારી વસ્તુને પક્ષાઘાત ના થાય. તું પગ ઉપર તારી માલિકી કરે છે પણ ખોટી માલિકી છે. કોઈ જ્ઞાની પુરુષને પૂછી તો આવ કે આ મારું છે કે પરભાયું છે ? એ પૂછને ! પૂછે તો જ્ઞાની પુરુષ ખબર પાડી આપે કે ભઈ, આ બધું હોય તારું. આ પગે ય પરભાર્યો, આ બીજું બધું ય પરભાયું અને આ તારું. એમ જ્ઞાની પુરુષ બધી ચોખવટ કરી આપશે. જ્ઞાની પુરુષ પાસે ‘સર્વે’ કરાવી લે. આ તો લોકો પાસે ‘સર્વે' કરાવે છે. પણ આ સરવૈયાં તો ગાંડા છે. એ તો પરભારી વસ્તુને જ મારી કહે છે. એટલે સાચી ‘સર્વે’ થઈ જ નથી. જ્ઞાની પુરુષ ‘સર્વે કરીને જુદુ પાડી આપે ને લાઈન ઓફ ડીમાર્કશન નાખી આપે કે આ આટલો ભાગ તમારો, આ આટલો ભાગ પરભાર્યો. જે કોઈ દહાડો ય આપણો ના થાય, એનું નામ પરભાર્યો કહેવાય. ગમે એટલી માથાકૂટ કરીએ તો ય પણ એ આપણો ના થાય.
હવે મરણકાળ કોઈના હાથની વાત નથી. પણ ભગવાને આ
ખુલ્લું નથી કરેલું કે આની પાછળ કોઝિઝ છે. કેટલાંક જ્ઞાન ખુલ્લા કરી શકાતાં નથી. આ રીતે વાત ભગવાને જો વિગતવાર કરી હોત તો લોકોને બહુ સમજાત. છતાં તે વાત ભગવાને કરી છે, પણ લોકોને એ સમજમાં નથી. ભગવાને બધો જ ફોડ પાડ્યો છે. પણ તે બધું સૂત્રોમાં છે. તે લાખ સૂત્રો ઓગાળે ત્યારે આટલું ઓગળે. ભગવાન બોલ્યા તે સોનારૂપે નીકળ્યું અને ગૌતમસ્વામીએ બધા સુતર ઉપર ચઢાવ ચઢાવ કર્યું. હવે
જ્યારે કોઈ ગૌતમસ્વામી જેવા હોય ત્યારે પાછાં એ સૂત્રોમાંથી સોનું કાઢે. પણ એ ગૌતમસ્વામી જેવા આવે ક્યારે અને સોનું નીકળે ક્યારે અને આપણો શુક્કરવાર વળે ક્યારે ?!!
મારવા નથી'તો નિશ્ચય કરો ! હવે કેટલાંય લોકોએ નિશ્ચય કર્યો કે “આપણે નામે ય હિંસા કરવી નથી. કોઈ જીવજંતુને મારવો નથી.’ એવો નિશ્ચય કર્યો હોય તો પછી એનાથી જીવજંતુ કોઈ મરવા નવરું યે ના હોય. એના પગ નીચે આવે તો ય બચીને ચાલ્યું જાય. અને “મારે જીવો મારવા જ છે' એવો જેણે નિશ્ચય કર્યો છે ત્યાં મરવા ય બધાં તૈયાર છે.
બાકી, ભગવાને કહ્યું છે કે આ જગતમાં કોઈ માણસ કોઈ પણ જીવને મારી શકે જ નહીં. ત્યારે કોઈ કહે, “હે ભગવાન, આવું શું બોલો છો ? અમે મારતા બધાને જોઈએ છીએ ને !' ત્યારે ભગવાન કહે છે, ના, એણે મારવાના ભાવ કર્યા છે અને આ જીવન મરણકાળ આવી રહ્યો છે. એટલે આનો મરણકાળ આવે ત્યારે પેલાનો સંયોગ ભેગો થાય, મારવાના ભાવવાળાને ભેગો થાય. બાકી મારી શકે તો નહીં જ. પણ મરણકાળ આવે તો મરે છે અને ત્યારે જ પેલો ભેગો થાય. આ વાત બહુ ઝીણી છે. વર્લ્ડ જો સમક્યું હોયને આજ, તો અજાયબ થઈ જાત !
પ્રશ્નકર્તા : ટ્રેનમાં એક્સિડન્ટ થાય છે ને ટ્રેન નીચે માણસ મરી જાય છે. તો એમાં ટ્રેને ક્યાં નિશ્ચય કર્યો ?
દાદાશ્રી : ટ્રેનને નિશ્ચયની જરૂર જ નથી હોતી. આ જેમનો મરણકાળ ભેગો થાય, ત્યારે એ કહેશે કે, “આપણે ગમે તે રીતે મરીશું.’ તો ‘એ પડેલી યે નથી’ એવા ભાવ હોય તો એને એવું મરણ આવે. એણે