________________
અહિંસા
૬૩
એટલે આ એમની પેઢી કહેવાય. આપણે કશું બોલીએ તો એને એમ લાગે કે ‘આ અક્કલ વગરના માણસ કશું સમજતા નથી’.
એટલે જે માંસાહાર ખાય છે તે એવો અહંકાર નથી કરતા કે ‘અમે
મારીશું ને આમ કરીશું.’ ‘આ તો અહિંસાવાળા બહુ અહંકાર કરે છે કે, ‘હું બચાવું છું’. અલ્યા, બચાવવાવાળા છો તો ઘેર નેવું વર્ષનાં બાપા છે, મરવાની તૈયારી છે. એમને બચાવને ! પણ એવું કોઈ બચાવે છે ?
પ્રશ્નકર્તા : કોઈ ન બચાવે.
ન
દાદાશ્રી : ત્યારે આવું શું બોલે છે કે મેં બચાવ્યું ને મેં આમ કર્યું ?! કસાઈના હાથમાં ય સત્તા નથી. મારવાની સત્તાવાળો કોઈ જન્મ્યો જ નથી. આ તો વગર કામનાં ઈગોઈઝમ કરે છે. આ કસાઈ કહે છે કે, ‘ભલભલા જીવ કાપ્યા.’ તે એનો ઈગોઈઝમ કરે છે, એટલે રિયલ શું કહે છે ?! આ મારનારનો મોક્ષ થશે કે આ બચાવનારનો મોક્ષ થશે ? બેઉનો ય મોક્ષ નહીં. બેઉ ઈગોઈઝમવાળા છે. આ બચાવવાનો ઈગોઈઝમ કરે છે ને પેલો મારવાનો ઈગોઈઝમ કરે છે. રિયલમાં ના ચાલે, રિલેટિવમાં ચાલે. એ બન્ને, અહંકારી છે !
ભગવાન કંઈ કાચી માયા નથી. ભગવાનને ત્યાં તો મોક્ષમાં જવા માટે કાયદો કેવો છે ? એક દારૂ પીવાનો અહંકાર કરે છે ને એક દારૂ ન પીવાનો અહંકાર કરે છે. એ બન્નેને ભગવાન મોક્ષમાં નથી પેસવા દેતા. ત્યાં કેફીને પેસવા દેતા નથી. ત્યાં નિષ્લેફીને પેસવા દે છે.
એટલે જે લોકો દારૂ નથી પીતા ને એની મનમાં ખોટી ઘેમરાજી રાખવી એ તો ભયંકર ગુનો છે. એ તો દારૂ પીનારા કરતા ય ભૂંડું છે. દારૂ પીતો હોય એ તો બિચારો એમ જ કહે કે, “સાહેબ, હું તો મૂરખમાં મૂરખ માણસ છું, ગધેડો છું, નાલાયક છું.’ અને બે માટલાં પાણી રેડીએ ને, તો ય એનો કેફ ઉતરી જાય. પણ આ લોકોને મોહનો જે દારૂ ચઢેલો છે, તે અનાદિ અવતારથી ઉતરતો જ નથી ને ‘હું કંઈક છું, હું કંઈક છું’ કર્યા કરે છે.
એનો તમને એક દાખલો સમજાવું. એક નાના ગામમાં એક જૈન
૬૪
અહિંસા
શેઠ રહેતા હતા. સ્થિતિ સાધારણ હતી. એને એક છોકરો ત્રણ વર્ષનો ને એક દોઢ વર્ષનો. ઓચિંતો પ્લેગ ચાલ્યો ને માબાપ બેઉ મરી ગયા. બેઉ છોકરાં રહ્યા. પછી ગામવાળાએ જાણ્યું, તે બધા ભેગા થયા કે ‘હવે આ છોકરાઓનું શું થાય ? આપણે એનો રસ્તો કાઢો. કોઈ છોકરાનો પાલક નીકળે તો સારું. એક સોની હતો, તેણે મોટો છોકરો લીધો. અને બીજાને કોઈ લેનાર જ નહોતો. એટલે એક હિરજન કહે છે, ‘સાહેબ, હું પાલક બનું.’ ત્યારે લોકો કહે, “અલ્યા, આ જૈન શેઠનો છોકરો ને તું હિરજન.’ પણ બીજા લોક કહે, ‘એ નહીં લે તો ક્યાં મૂકશો ? મરી જાય એના કરતાં જીવશે તો ખરો. તો એ શું ખોટું ?!' એટલે બેઉ ઉછર્યા. પેલો સોનીને ત્યાં ઉછર્યો. એ વીસ-બાવીસ વર્ષનો થયો ત્યારે કહે છે, ‘દારૂ પીવો એ ગુનો છે, માંસાહાર કરવો એ ગુનો છે.' પેલો અઢારવીસ વર્ષનો થયો ત્યારે કહે છે, ‘દારૂ પીવો જોઈએ, દારૂ ગાળવો જોઈએ, માંસાહાર કરવો જોઈએ.’ હવે આ બે ભાઈઓ એક ભીંડાના બે દાણા, કેમ આમ જુદું જુદું બોલ્યા ?
પ્રશ્નકર્તા : સંસ્કાર.
દાદાશ્રી : હા, સંસ્કાર, પાણી જુદું જુદું સિંચન થયું ! એટલે પછી કોઈકે કહ્યું કે, ‘આ તો જૈન કહેવાય જ નહીં ને !' એક સંત હશે, તેમને પૂછ્યું કે, ‘સાહેબ, આ બે ભાઈઓ હતા ને આવું જુદું જુદું કહે છે. આમાં મોક્ષ કોનો થશે ?’ ત્યારે સંત કહે છે, ‘આમાં મોક્ષની વાત કરવાની રહી જ ક્યાં ?! પેલો દારૂ નહીં પીવાનો અહંકાર કરે છે, માંસાહાર નહીં ખાવાનો અહંકાર કરે છે. અને આ દારૂ પીવાનો અહંકાર કરે છે, માંસાહાર ખાવાનો અહંકાર કરે છે. આમાં મોક્ષની વાત જ ક્યાં રહી ? મોક્ષની વાત તો જુદી જ છે. ત્યાં તો નિર્અહંકારી ભાવ જોઈશે.’ આ તો બેઉ અહંકારી છે. એક આ ખાડામાં પડ્યો છે, પેલો બીજા ખાડામાં પડ્યો છે. ભગવાન બેઉને અહંકારી કહે છે.
ફક્ત અહિંસાતા પૂજારીઓ માટે જ !
લોકો જે માને છે એવું ભગવાને નથી કહ્યું. ભગવાન, બહુ ડાહ્યા પુરુષ ! ભગવાને એવું કહ્યું કે આ વર્લ્ડમાં કોઈ એવો છે નહીં કે જે